SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ સ ૩ જે સુવર્ણ કઈને આપી દેવાથી લાગે છે. પણ તે વ્રત ગ્રહણ કરનારને લગાડવા યોગ્ય નથી. સ્મૃતિ ન રહેવી, ઉપર, નીચે અને તીછ ભાગે જવાના કરેલા પ્રમાણનું ઉલ્લંઘન કરવું અને ક્ષેત્રની વૃદ્ધિ હાનિ કરવી-એ પાંચ છઠ્ઠા દિગવિરતિવ્રતના અતિચાર છે. સચિત્ત ભક્ષણ, સચિત્તાના સંબંધવાળા પદાર્થનું ભક્ષણ, તુછ ઔષધિનું ભક્ષણ તથા અપકવ અને દુષ્પકવ વસ્તુને આહાર–એ પાંચ અતિચાર ભેગે પગ પ્રમાણ નામના સાતમા વ્રતના છે. એ અતિચાર ભેજન આશ્રી ત્યાગ કરવાના છે. અને બીજા પંદર કર્મથી ત્યજવાના છે. તેમાં ખર કર્મને ત્યાગ કરવો. એ ખર કમર પંદર પ્રકારનાં કર્માદાનરૂપ છે. તે આ પ્રમાણે-અંગારજીવિકા, વનજીવિકા, શકટજીવિકા, ભાટકજીવિકા, ફેટજીવિકા, દંતવાણિજ્ય, લાક્ષવાણિજ્ય, રસવાણિજ્ય, કેશવાણિજ્ય, વિષવાણિજ્ય, યંત્ર પીડા, નિર્લા છન, અસતી પોષણ, દવદાન અને સર:શેષ-એ પંદર પ્રકારનાં કર્માદાન કહેવાય છે. અંગારાની ભઠ્ઠી કરવી, કુંભાર, લુહાર તથા સુવર્ણકારપણું કરવું અને ચુને તથા ઈટે પકાવવી, એ કામ કરીને જે આજીવિકા કરવી તે અંગારજીવિકા કહેવાય છે. છેદેલાં ને વગર છેદેલાં વનનાં પત્ર પુષ્પ અને ફળને લાવીને વેચવાં, અને અનાજ દળવું ખાંડવું, એ કામ કરીને જે આજીવિકા કરવી તે વ કહેવાય છે. શકટ તે ગાડાં અને તેનાં પૈડાં, ધરી વિગેરે અંગને ઘડવાં, ખેડવા અને વેચવાં, એથી જે આજીવિકા કરવી તે શકટજીવિકા કહેવાય છે. ગાડાં, બળદ, પાડા, ઊંટ, ખર, ખચ્ચર અને ઘોડાઓને ભાડે આપી ભાર વહન કરાવીને તેના વડે જે આજીવિકા કરવી તે ભાટકજીવિકા કહેવાય છે. સાવર તથા કુવા વિગેરે ને દવા અને શિલા પાષાણને ઘડવા, એમ પૃથ્વી સંબંધી જે કાંઈ આરંભ કરવા અને તે વડે આજીવિકા કરવી તે ફેટજીવિકા કહેવાય છે. પશુઓનાં દાંત, કેશ, નખ, અસ્થિ, ત્વચા અને રૂંવાડાં વિગેરે તેનાં ઉત્પત્તિ સ્થાનેથી ગ્રહણ કરીને તે ત્રણ અંગેને જે વ્યાપાર કરે તે દંતવાણિજ્ય કહેવાય છે. લાખ, મણશીલ, ગળી, ધાવડી અને ટંકણખાર વિગેરે વસ્તુને જે વ્યાપાર કરે તે પાપના ગૃહરૂપ લાક્ષવાણિજ્ય કહેવાય છે. માખણ, ચરબી, મધ અને મદિરા વિગેરેને વ્યાપાર કરો તે રસવાણિજ્ય કહેવાય છે. અને બે પગવાળા મનુષ્યાદિ અને ચાર પગવાળા પશુ આદિને જે વ્યાપાર કરે તે કેશવાણિજ્ય કહેવાય છે. કેઈ પણ જાતનું ઝેર, કઈ પણ જાતનું શસ્ત્ર, હળ, યંત્ર, લોહ અને હરિતાળ વિગેરે જીવિતને નાશ કરનારી વસ્તુઓને જે વ્યાપાર કરે તે વિષવાણિજય કહેવાય છે. તિલ, શેરડી, સરસવ અને એરંડ વિગેરે જળયંત્રાદિક યંત્રોથી જે પીલવા તથા પત્રમાંથી તૈલ-અત્તર કાઢીને તેને જે વ્યાપાર કરવો તે યંત્રપીડા કહેવાય છે. પશુઓનાં નાક વિંધવાં, ડામ દઈને આંકવા, મુષ્કછેદ (ખાસી કરવા), પૃષ્ઠ ભાગને ગાળ અને કાન વિગેરે અંગ વિધવા તે નીલંછન કર્મ કહેવાય છે. દ્રવ્યને માટે મેના, પોપટ, માજર, કુતરા, કુકડા અને મોર વિગેરે પક્ષીને પાળવા પિષવાં અને દાસીઓનું પિષણ કરવું તે અસતીપોષણ કહેવાય છે. વ્યસનથી અથવા પુણ્યબુદ્ધિથી એમ બે પ્રકારે દાવાનળનું આપવું તે દવદાન કહેવાય છે. અને સવર, નદી તથા દ્રહો વિગેરેના જળને શોષી લેવાના ઉપાય કરવા તે સરશોષ કહેવાય છે. આ પ્રમાણે પંદર કર્માદાન સમજવાં અને તેને ત્યાગ કર. સંયુક્ત અધિકરણતા, ઉપભગ અતિરિક્તતા, અતિ વાચાલતા, કીકુચી અને કંદપ ચેષ્ટા-એ પાંચ અનર્થદંડવિરમણ નામના આઠમા વ્રતના અતિચાર છે. મન, વચન અને કાયાથી દુષ્ટ પ્રણિધાન, અનાદર અને સ્મૃતિનું અનપસ્થાપત -એ પાંચ સામાયિક વ્રતના અતિચાર છે. પ્રેગ્ય પ્રવેગ આનયન પ્રયોગ, પુદ્ગલને પ્રક્ષેપ, શબ્દાનુપાત અને રૂપાનુપાતએ પાંચ દેશાવકાશિક વ્રતના અતિચાર છે. સંથારાદિ બરાબર જોયા વિના કે પ્રમાર્યા વિના મૂકવાં ને લેવાં, અનાદર અને સ્મૃતિનું અનુ
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy