SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૯ મું ૩૮૫ સુખ ભોગવવાને પ્રવર્તે. રાત્રી વિત્યા પછી સવાર થઈ એટલે બ્રાહ્મણ અને સર્વ ગૃહજન લજજાથી એક બીજાને મુખ બતાવી શક્યા નહીં, એટલે “આ કર રાજાએ મને (કાંઈક માદક પદાર્થ ખવરાવી દઈને) કુટુંબ સાથે હેરાન કર્યો છે. એ મેં ચિતવતો તે બ્રાહ્મણ નગરમાંથી નીકળી ગયો. પછી વગડામાં પરિભ્રમણ કરતાં કઈ એક ભરવાડને કાંકરાના ઘાથી પીપળાના પાનને કાણાં પાડતો જોયો, તેથી “આ પુરુષ મારી ધારણાને પૂરી કરે તે છે.” એવું ધારી મૂલ્યની જેમ સત્કાર કરવાવડે તેણે તેને વશ કરી લીધું. પછી બ્રાહ્મણે તેને કહ્યું કે “માથે વેત છત્ર અને ચામરને ધારણ કરી જે પુરુષ રાજમાગે ગજેન્દ્રપર બેસીને જતો હોય, તેનાં બન્ને નેત્રને કાંકરા મારીને તારે ફેડી નાખવાં. બ્રાહ્મણની આવી વાણી સાંભળી તેમ કરવાને તે ભરવાડે કબુલ કર્યું, કારણ કે “પશુપાળ લોકો પશુની જેમ અવિચારી કામના કરનારા હોય છે. પછી ભરવાડે કોઈ દીવાલની ઓથે ઊભા રહી છે કાંકરા ફેંકીને હાથી પર બેસીને રાજમાર્ગે ચાલ્યા જતા બ્રહ્મદત્ત રાજાનાં બે નેત્ર ફેડી નાખ્યાં. “વિધિની આજ્ઞા ખરેખરી દુલધ્ય છે.” તત્કાળ પક્ષીને સિંચાણે પકડે તેમ રાજાના અંગરક્ષકે એ આવીને તે ભરવાડને પકડી લીધે. પછી તેને બહુ માર મારવાથી તેણે આ દુષ્કૃત્ય કરાવનાર કેઈ બ્રાહ્મણ છે એમ જણાવ્યું. તે સાંભળી બ્રહ્મદત્ત રાજા બે કે-“બ્રાહ્મણ જાતિને ધિક્કાર છે ! કેમ કે જ્યાં તેઓ ભોજન કરે છે, ત્યાં જ પાત્રને કિડે છે. જે પિતાના અક્ષદાતારને સ્વામીતુલ્ય ગણે છે એવા શ્વાનને આપવું સારું, પણ કૃતજ્ઞ એવા બ્રાહ્મણને આપવું ઉચિત નથી વંચકનું, નિર્દયનું, હિંસક જનાવરનું, માંસભક્ષકનું અને બ્રાહ્મણોનું જે પોષણ કરે તેને પ્રથમ શિક્ષા કરવી જોઈએ.' આ પ્રમાણે અન૫ ભાષણ કરતા બ્રહ્મદત્ત રાજાએ તે બ્રાહ્મણને પુત્ર, બંધુ અને મિત્ર સહિત મચ્છરની મુષ્ટિની જેમ મરાવી નખાવ્યું. પછી દષ્ટિએ અંધ થવા સાથે ક્રાધવડે હૃદયમાં પણ અંધ થયેલા બ્રહ્મદરે પુરોહિત વિગેરે સર્વ બ્રાહ્મણોને ઘાત કર્યો. ત્યાર પછી તેણે મંત્રીને આજ્ઞા કરી કે “સર્વ બ્રાહ્મણોનાં નેત્રને વિશાળ થાળ ભરીને મારી આગળ લાવો. રાજાને આ ભયંકર અધ્યવસાય જાણીને મંત્રીએ શ્લેષ્માતક ફળવડે થાળ પૂરીને તેની આગળ મૂક્યા. બ્રહ્મદત્ત હાથવડે તેને વારંવાર સ્પર્શ કરતે સતો બ્રાહ્મણનાં નેત્રને આ થાળ મેં બહુ ઠીક ભરાવ્યો એમ બેલત ઘણે હર્ષિત થવા લાગ્યો. તે થાળને સ્પર્શ કરવામાં જેવી બ્રહ્મદત્તની પ્રીતિ હતી, તેવી પોતાના સ્ત્રીરતન પુષ્પવતીને સ્પર્શ કર વામાં પણ પ્રીતિ નહોતી. જેમ દુર્મતિ પુરુષ મદિરાપાત્રને છોડે નહીં, તેમ બ્રહ્મદત્ત કદિ પણ દુર્ગતિના કારણરૂપ તે થાળીને જરા માત્ર છોડતા નહી. બ્રાહ્મણોનાં નેત્રની બુદ્ધિએ શ્લેષ્માતકના ફળને વારંવાર ચળતો બ્રહ્મદત્ત ફળાભિમુખ થયેલા પાપરૂપ વૃક્ષના દેહદને પૂરતે હતો. આવી રીતે બ્રહ્મદત્તનો અનિવાર્ય એ રૌદ્ર અધ્યવસાય અત્યંત વૃદ્ધિ પામે. મોટા લોકોના શુભ કે અશુભ બને મેટાજ હોય છે.” આ પ્રમાણે રૌદ્રધ્યાનના અનુબંધવાળા અને પાપરૂપ કાદવમાં વરાહ જેવા એ બ્રહ્મદત્ત રાજાને સોળ વર્ષ વીતી ગયાં. બ્રહ્મદત્ત ચક્રવતીને અઠયાવીશ વર્ષ કુમારવચમાં, છપ્પન વર્ષ માંડલિકપણુમાં, સેલ વર્ષ ભરતક્ષેત્રને સાધવામાં અને છસો વર્ષ ચક્રવતાપણામાં વ્યતીત થયાં. એવી રીતે જન્મથી માંડીને સાત વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી વારંવાર “કુરૂમતી, કુરૂમતી એમ બેલતે બહ્મદત્ત ચક્રવતી હિસાબધા પરિણામના ફળને યોગ્ય એવી સાતમી નરકભૂમિમાં ઉત્પન્ન થયા, ॥ इत्याचार्य श्रीहेमचंद्रविरचिते त्रिषष्टिशलाकापुरुषचरिते महाकाव्येऽनवमे पर्वणि ब्रह्मदत्तचक्रवर्तिचरित्रवर्णनो नाम प्रथमः सर्गः ।। I તિ વહ્મત્તવર્તિાિતં તમામ II ૧. જેમાંથી ચીકણા ઠળીયા નીકળે તેવાં ફળ-રાતાં ગુંદાંની જેવાં. ૪૯
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy