________________
સુંદર
સંગ, ૧ લે તેને તૃણની જેમ ત્યાં જ છે. હે રાજન્ ! પુણ્યને ક્ષય થવાથી તમે સૌધર્મદેવલોકથી આ પૃથ્વી પર આવેલા છે, પાછા સ ષયનો ક્ષય કરીને અહીંથી પણ અધોગતિમાં જાઓ નહીં. આર્ય દેશમાકાશી, કુમકુભ માનુષ્ય પ્રાપ્ત થયું છતાં એનાથી અમૃતવડે પગ ધોવાની જેમ ભેગ-કંમ સાધે છે ? સ્વર્ગથી વીને પુણ્ય ક્ષીણ થવાથી આપણે જેવી તેવી ફોનિમાં જઈ આવ્યા છીએ. તે છતાં હે રાજન ! હવે બાળકની પેઠે કેમ મોહ પામો છો ?” મુનિએ આવી રીતે બંધ કર્યો, તથાપિ રાજા પ્રતિબંધ પાયે નહીં, કેમકે “નિયાણાના ઉદયવાળાને બધિબીજને સમાગમ કયાંથી થાય ?” તેને અતિ અધ્ય જાણીને મુનિ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. “કાળદે સર્ષે ડસેલા માણસની પાસે માંત્રિકે કેટલીકવાર બેસી રહે ?” પછી તે મુનિ ઘાતકર્મનો ક્ષય કરી, ઉજજવળ કેવળજ્ઞાન પામી, ભપગ્રાહી કર્મોને હણીને પરમપદને પ્રાપ્ત થયા.
- બ્રહ્મદત્ત ચક્રવતીપણાના વૈભવમાં દેવતાઓથી ઈદ્રની જેમ રાજાઓથી સેવાને દિવસેને નિર્ગમન કરતો હતો. એક વખત કઈ યવન રાજાએ લક્ષણેથી સૂર્યના સાત ઘેડા માંહેલે એક હોય તેવો ઉત્તમ અધ તેને ભેટ મોકલ્યા. તે અશ્વને જોઈને “આ અશ્વ સ્વરૂપ પ્રમાણે વેગમાં હશે કે નહીં ?” એવી તેની પરીક્ષા કરવાને માટે બ્રહ્મદત્ત તત્કાળ તેની ઉપર સ્વર ગયો. પછી બ્રહ્મદત્ત ઘોડેસવાર, હાથીના સ્વા૨, ૨થી અને પાયદળે સહિત તે પરાક્રમી અશ્વપર બેસીને નગરની બહાર નીકળ્યો. મેટા પરાક્રમી ચક્રીએ તે અશ્વનો વેગ જોવાના કૌતુકથી બે પડખે સાથળથી તેને દબાવ્યું અને ચાબુકથી તેને પ્રહાર કર્યો, એટલે પુઠના પવનથી પ્રેરાયેલા વહાણની જેમ ચાબુકના સ્પર્શથી ચમકીને તે અશ્વ અતિ વેગથી દેડવો અને ક્ષણવારમાં સૌને અદશ્ય થઈ ગયે. રાજાએ તેની લગામ ઘણી ખેંચી, તથાપિ તે અશ્વ ઊભું ન રહેતાં અસંયત ઈદ્રિયોની જેમ દોડીને એક મહાટવીમાં આવે. ક્રૂર શીકારી પ્રાણી એથી ભયંકર એવી તે અટવીમાં વૃક્ષ પરથી પડેલા પક્ષીની જેમ તે અશ્વ શ્રમ લાગવાથી પિતાની મેળે ઊભું રહ્યું. તે વખતે રાજા તૃષાર્ત થયેલ હોવાથી આમતેમ જળ શોધવા લા. એવામાં કલોલમાળાથી નાચતું એક સરોવર તેના જેવા માં આવ્યું. અશ્વપરથી પલાણ ઉતારીને પ્રથમ તેને જળપાન કરાવ્યું, અને કાંઠા ઉપરના એક વૃક્ષના મૂળ સાથે તે અશ્વને મુખરજજુવડે બાંધ્યું. પછી વનના હાથીની જેમ સરોવરમાં પેસીને બ્રહ્મદરે સ્નાન કર્યું, અને કમળના આમોદથી સુગંધી તેમજ સ્વચ્છ જળનું તેણે પાન કર્યું, પછી સરેવરમાંથી નીકળીને તેના તીરપર આમતેમ ચાલવા લાગ્યા. તેવામાં અદ્વૈત રૂ૫ લાવણ્યની સંપત્તિવાળી એક નાગકન્યા તેના જેવામાં આવી. તેના રૂપથી વિસ્મય પામીને ચકી ત્યાં ઊભે રહ્યા, તેવામાં વડના વૃક્ષ ઉપરથી જાણે તેને જંગમ ચરણ (વડવાઈ) હોય તે એક ગેનિસ જાતનો નાગ ઉતર્યો. પેલી નાગકન્યાએ નાગિણીનું રૂપ વિકુવને તે નાગની સાથે સંવાસ કર્યો. તે જોઈને બ્રહ્મદત્ત વિચારવા લાગે કે આ સ્ત્રી આવી સ્વરૂપવાન છતાં આ નીચ સપની સાથે આસક્ત થઈ જણાય છે. “ખરેખર સ્ત્રીઓ અને જળ નીચગામીજ હોય છે. પણ આ વર્ણ શંકરની મારે ઉપેક્ષા કરવી યોગ્ય નથી, કારણકે “રાજાઓએ પૃથ્વી પર દુષ્ટ જનને શિક્ષા કરીને સન્માર્ગે સ્થાપન કરવા જોઈએ.” આ પ્રમાણે વિચાર કરીને રાજાએ તે બંનેને પકડીને તેના પર ચાબુકથી પ્રહાર કર્યો. પછી કિધ શાંત થતાં તેઓને છોડી મૂકયાં, એટલે તેઓ કયાંક ચાલ્યાં ગયાં. પછી રાજાને વિચાર આવ્યો કે જરૂર કોઈ યંતર ગાનસ નાગનું રૂપ લઈને આ નાગકન્યાની સાથે રમવાને આવતું હશે.” રાજા આ પ્રમાણે વિચાર કરે છે તેવામાં તેનું બધું રૌન્ય તેના અને
૧ વિષયભોગ.