SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૧ લે એક વખતે કામદેવને બાણથી વિંધાયેલા દીર્ઘરાજાએ ચુલનીદેવીની સાથે એકાંતમાં કેટલીક બ્રહ્મદત્તના વિવાહને મિષે અતિમાત્ર મસલત કરી. તેમાં બ્રહ્મરાજાના સુકૃત આચારની અને લોકેની અવગણના કરી. મેહ પામેલી ચુલનીદેવીએ તેનો સ્વીકાર કર્યો, કેમકે “ઈદ્રિયે અતિ દુર્વાર હોય છે.” બ્રહ્મરાજાના રાજયમાં રહીને ચુલનીએ પતિને પ્રેમ અને દીર્ઘ મિત્રનો સ્નેહ છોડી દીધું. “ અહો ! કામદેવ સર્વકષ છે.” કાગડા અને માછલાની જેમ ઈચ્છા પ્રમાણે સુખે વિલાસ કરતા તે બનેને મુહૂર્તની જેમ ઘણા દિવસે ચાલ્યા ગયા. અન્યદા જાણે બ્રહ્મરાજાનું બીજુ હૃદય હોય તેવા ધનુ નામના મંત્રીએ તેમનું આ દુષ્ટિત સ્પષ્ટ રીતે જાણી લીધું. મંત્રીએ વિચાર્યું કે “કદિ ચુલની સ્ત્રી સ્વભાવને લીધે આવું અકાર્ય આચરે, કારણ કે સતી સ્ત્રીઓ વિરલ હોય છે, પણ જે દીર્ઘ રાજાને કેશ અને અંત:પુર સહિત બધું રાજ્ય વિશ્વાસથી થાપણુરૂપે અર્પણ કરેલું છે, તે જ્યારે વિકાર પામીને આવું અકાર્ય કરે છે ત્યારે ચુલનીનું અકાર્ય કાંઈ ગણત્રીમાં નથી. હવે તેઓ આ બ્રહ્મદત્તકુમારનું રખે કાંઈ વિપ્રિય કરે નહીં તે વિચારવાનું છે, કેમકે પિષણ કર્યા છતાં પણ દુર્જન મારની જેમ કદિ પણ પિતાને થતું નથી.” આ વિચાર કરીને મંત્રીએ પોતાના વરધન નામના પુત્રને આ વૃત્તાંત બ્રહ્મદત્તને જણાવવાની અને નિરંતર તેની સેવા કરવાની આજ્ઞા કરી. મંત્રીપુત્રે તે વૃત્તાંત બ્રહ્મદત્તને જણાવ્યું એટલે તેણે નવા મદધારી હસ્તીની જેમ હળવે હળવે પિતાને કેપ પ્રગટ કર્યો. પોતાની માતાના આવા દુશ્ચરિતને નહીં સહન કરતો બ્રહ્મદત્ત એક દિવસ હાથમાં એક કાગડે અને એક કેકિલા લઈને અંતઃપુરમાં ગયો. પછી “આ પક્ષીની જેમ જે વર્ણશંકરપણું કરશે તેને હું જરૂર નિગ્રહ કરીશ.” આ પ્રમાણે કુમાર ત્યાં ઊંચે સ્વરે છે. તે સાંભળીને એકાંતમાં ચુલનીને દીર્ઘરાજાએ કહ્યું કે “હું કાગડે અને તે કેકિલા છે એમ સમજજે, તેથી આ કુમાર આપણે બન્નેને જરૂર નિગ્રહ કરશે.” દેવી બોલી કે “એ બાળકના બેલ ઉપરથી ભય પામશે નહીં.' અન્યદા વળી બ્રહ્મદત્ત એક ભદ્ર જાતિની હાથિણીની સાથે હલકી જાતિના હાથીને લાવી પૂર્વ પ્રમાણે જ તેને મૃત્યુસૂચક વચન બોલે તે સાંભળી દીધે ચુલનીને કહ્યું કે આ બાળકનું ભાષણ સાભિપ્રાય છે.” ચુલનીએ કહ્યું કે “કદિ એમ હોય તો પણ તેથી શું ?” એક વખતે હંસીને સાથે બગલાને બાંધી અંતઃપુરમાં લઈ જઈને બ્રહ્મદત્ત કહેવા લાગે કે “આની પેઠે કઈ રમશે તેને હું સહન કરીશ નહીં.' તે સાંભળીને દીર્ઘરાજા બે-“હે દેવી ! અંદર ઉત્પન્ન થયેલા રેષાગ્નિથી બહાર નીકળતા ધુમાડાના ઉદ્દગાર જેવી આ તારા બાળપુત્રની વાણી સાંભળ. આ કુમાર મેટ થવાથી હાથી અને હાથિણને કેશરીસિંહની જેમ આપણને અવશ્ય વિનકર્તા થશે, માટે જ્યાંસુધી આ કુમાર કવચધારી ન થાય, ત્યાં સુધીમાં વિષના બાળવૃક્ષની જેમ તેને ઉકેલી નાખ ગ્ય છે.” ચુલની બલી- આવા રાજ્યધર પુત્રને કેમ મારી નખાય ! કેમકે તિય"ચ પણ પોતાના પ્રાણની જેમ પુત્રોની રક્ષા કરે છે. દીર્ઘ છે કેઅરે રાણી ! આ પુત્ર મૂર્તિમાન્ તારો કાળજ આવે છે, તેથી તેની ઉપર તું મેહ રાખ નહીં. હું છતાં તારે પુત્ર થવા કાંઈ દુર્લભ નથી.” દીર્ઘનાં આવાં વચન સાંભળી રતિનેહને પરવશ થયેલી ચુલની ડાકણની જેમ પુત્રનું વાત્સલ્ય ત્યજી દઈને તેમ કરવાને કબુલ થઈ. તેણીએ વિચાર્યું કે “ આ કમારને મારી નાખવો, પણ લેકમાં નિંદા થવા દેવી નહીં, એટલે કામનું કામ થાય ને
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy