________________
श्री त्रिषष्टि शलाका पुरुष चरित्र
પર્વ નવમું
સગ ૧ લો
શ્રી બ્રહ્મદત્ત ચક્રવર્તીનું ચરિત્ર શ્રી નેમિનાથ પ્રભુને નમસ્કાર કરીને તેમના તીર્થમાં ઉત્પન્ન થયેલા બ્રહ્મદત્ત ચક્રવતીનું ચરિત્ર હવે કહેવામાં આવશે. આ જબૂદ્વીપમાં ભરતક્ષેત્રને વિષે સાકેતપુર નામે નગર છે. તેમાં પૂર્વે ચંદ્રાવત નામે રાજાને મુનિચંદ્ર નામે એક પુત્ર હતા. તેણે કામગથી નિર્વેદ પામીને ભારવાહી માણસ જેમ ભારને ત્યજી દે તેમ સંસારને ત્યજીને સાગરચંદ્ર નામના મુનિની પાસે વ્રત ગ્રહણ કર્યું. એક વખત જગતને પૂજવા યોગ્ય એવી દીક્ષાને પાલન કરતા તે મુનિ ગુરૂની સાથે દેશાંતરમાં વિહાર કરવા ચાલ્યા. માર્ગમાં ભિક્ષાને માટે તે એક ગામમાં ગયા. ત્યાં તે રોકાવાથી અને સાથના ચાલ્યા જવાથી ચૂથમાંથી જુદા પડેલા મૃગલાની જેમ તે સાર્થભ્રષ્ટ થઈ ને અટવીમાં ભટકવા લાગ્યા. ત્યાં સુધી અને તૃષાથી આક્રાંત થઈને તે ગ્લાનિ પામી ગયા. તેવામાં તેમને ચાર ગોવાળે મળ્યા, તેમણે બાંધવની જેમ તેમની સેવા કરી. મુનિએ તેમના ઉપકારને માટે ધર્મ દેશના આપી, કેમકે “સતપુરુષે અપકારી ઉપર પણ કૃપા કરે છે, તે ઉપકારી ઉપર તો શા માટે ન કરે ?” જાણે ચતુર્વિધ ધર્મની ચારે મૂર્તિ હોય તેવા સમતાવાળા તે ચારે જણાએ તેમની દેશના સાળીને તેમની પાસે દીક્ષા લીધી. તે ચારે મુનિઓએ સમ્યફ પ્રકારે વ્રત પાલન કર્યું, પરંતુ તેમાંથી બે જણે ધર્મની જુગુપ્સા કરી. “પ્રાણીઓની મનોવૃત્તિ વિચિત્ર છે.” તેઓએ જો કે ધર્મની જુગુપ્સા કરી તથાપિ તે પણ તપસ્યાના પ્રભાવથી દેવલોકમાં ગયા, કારણ કે “એક દિવસનું તપ પણ સ્વર્ગને માટે થાય છે.”
દેવલોકમાંથી યુવીને તે બન્ને જણ દશપુર નગરમાં શાંડિલ્ય નામના બ્રાહ્મણની જયવતી નામની દાસીથી યુગલપુત્રપણે ઉત્પન્ન થયા. અનુક્રમે તેઓ યૌવનવયને પ્રાપ્ત થયા, એટલે પિતાની આજ્ઞાથી તેઓ ક્ષેત્રની રક્ષા કરવાને ગયા. “દાસીપુત્રોનું એ કામ જ છે.” રાત્રે તેઓ ક્ષેત્રમાં સુઈ ગયા હતા, તેવામાં વડના કેટરમાંથી નીકળીને યમરાજનો બંધુ હોય તેવા કૃષ્ણ સર્પે તે બન્નેમાંથી એકને દેશ કર્યો. પછી તે સર્પની બીજો ભાઈ શોધ કરવા લાગ્યું, એટલે જાણે પૂર્વનું વેર હોય તેમ તે દુષ્ટ સર્ષે તેને પણ દંશ કર્યો. તેના દંશને પ્રતીકાર ન થવાથી તે બિચારા મૃત્યુ પામી ગયા, અને મનુષ્યપણામાં જેમ આવ્યા હતા તેમજ પાછા ચાલ્યા ગયા. તેમના નિષ્ફળ જન્મને ધિક્કાર છે! ત્યાંથી મૃત્યુ પામીને કાલિંજર ગિરિના શિખર ઉપર એક મૃગલીના ઉદરથી તેઓ બે મૃગરૂપે ઉત્પન્ન થયા. તે બનને પ્રીતિથી સાથે ફરતા હતા, તેવામાં એક શીકારીએ એકજ બાણવડે સમકાળે તેમને ૪૬