________________
નવી આવૃતિની પ્રસ્તાવના પ્રત્યેક ધર્મ-સંસ્કૃતિને તેનો આગવો ઈતિહાસ હોય છે, એ ઈતિહાસને ઘડનારા ધીર-વીર-ગંભીર અને શાન્ત–ઉદાત્ત મહાપુરુષ હોય છે અને એ ઇતિહાસ પુરુષોના જીવનને જીવંત રીતે વર્ણવનારા ગ્રંથો પણ હોય છે. આ ત્રણ તને એ કોઈ પણ સંસ્કૃતિનાં પ્રાણ છે; આમાંનાં એકાદ તત્વની પણ ન્યૂનતા એ સંસ્કૃતિને ઊગતી જ મુરઝાવી દેવા કે આગળ વિકસતી અટકાવવા માટે પૂરતી બની રહે.
આજે તો આપણે ત્યાં, પશ્ચિમથી આયાત થયેલી અને વિજ્ઞાનના નામે/એઠાં હેઠળ ફૂલેલીફાલેલી એક ફેશન લગભગ સાર્વત્રિક ધોરણે પ્રવર્તે છે કે ધાર્મિક ગ્રંથોમાં લખાયેલી વાતો એ એક જાતનાં ‘મિથ” (Myths) એટલે કે કલ્પિત રૂપ જ છે અને જનસાધારણની આસ્થાના આરાધ્ય દેવ બનેલા મહાપુરુષો પણ કઈ સમર્થ કવિની માનસિક ક૯પનાસૃષ્ટિની જ નીપજ છે; અને વસ્તુતઃ તેવા કોઈ મહાપુરુષો થયા જ છે – એમ માનવું તે અનૈતિહાસિક અને અતિશયોક્તિભર્યું છે. પૌરાણિક ધર્મગ્રંથોમાં જે પાત્રો, તેમના જીવનમાં બનેલી ઘટનાઓ વગેરે વાંચવા કે સાંભળવા મળે છે તેમાં ઐતિહાસિક તથ્ય નગણ્ય છે, કલ્પનાસૃષ્ટિ વધુ
જે નરી આંખે દેખાય તેનો જ સ્વીકાર કરવો'- એવા ચાર્વાકના સામાન્ય સિદ્ધાંતના અનુકરણરૂ૫ આ બધી આધુનિક ફેશન છે, એમ આના જવાબમાં કહી શકાય. વિજ્ઞાનના યુગ તરીકે ઓળખાતા આ કાળના, પિતાની જાતને વિજ્ઞાનપરસ્ત/વૈજ્ઞાનિક ગણાવતા માનવને અને તેના આધુનિક વિજ્ઞાનને, આજે, વધુમાં વધુ સફળતા કયાંય મળી હોય તો તે બે ક્ષેત્રોમાં : ૧. માનવજાતના કલ્યાણના નામે, પ્રછન રીતે, તેણે માનવજાતના નિકંદનની તમામ શકયતાઓ સજી લીધી છે; અને ૨. સંસ્કૃતિપરસ્ત માનવીના મનમાં ઊંડા મૂળ નાખીને પડેલી તેની ધાર્મિક અને સાંસ્કારિક આસ્થાઓને અને તે આસ્થાની પરિણતિસમાન મુગ્ધતા તથા પવિત્રતાને તેણે લગભગ હચમચાવી-હલબલાવી મૂકી છે. જે આસ્થા ભારતીય માનવનું અને સંસ્કૃતિનું જીવનબળ હતું, તેને જ જાણે કે લૂણે લાગી ગયું છે ! એ સિવાય આપણી આર્યાવર્તની સંસ્કારિતાના નવ નિધિ જેવા ગ્રંથને અને એમાંના ઇતિહાસને મિથ કહેવાની હિંમત કેમ ચાલે ?
આ પરિબળોનો પ્રતિકાર અને પ્રતિવાદ કરવાનો-પૂરેપૂરી તાકાતથી એ પરિબળો સામે ઝઝૂમવાને અવસર હવે આવી લાગ્યો છે. આ પ્રતિકાર કરવાનું સામર્થ્ય મેળવવાને એકમાત્ર અને પ્રબળ શક્તિશાળી સ્ત્રોત છે આસ્થા. જે આપણામાં દઢ આસ્થા હોય, તો આપણી બુદ્ધિ-પ્રખર બુદ્ધિ-મન-નયનને અગોચર એવા દેશાતીત અને કાલાતીત પદાર્થો, પાત્રો અને પ્રસંગેની પણ યથાર્થતાને પ્રોડ્યા વિના રહે નહિ. આપણને આપણા પ્રાચીન મહાપુરુષો અને તેમના જીવનની વિવિધ ઘટનાઓના અસ્તિત્વ વિશે. અશે કે સર્વાશે, શંકા જાગ્યા કરે છે, તેમાં વિશ્વાસ નથી જામતો, તેનું કારણ આપણામાં રહેલી આસ્થાની કચાશ છે, અને આસ્થા કાચી પડવાનું કારણ આપણું ચિત્તમાં ઘર કરી ગયેલે કે -સમજણ કે વિવેક વિહાણે, નાદાન બુદ્ધિવાદ છે. બુદ્ધિવાદે આપણને કેવું કેટલું નુકસાન કર્યું છે તે સમજવા માટે અહીં આપણે ગુજરાતી ભાષાના સમર્થ કવિ (અને ઊંચા ગજાના ભક્તસાધક) શ્રી મકરંદ દવેનું એક પ્રાસંગિક અવતરણ જોઈએ:
એક બાજુએ ભાગવતની કથામાં રમમાણ રહેતા હજારો ભાવિકે છે તો બીજી બાજુ આને સમયનો દુરુપયોગ ગણનારો બુદ્ધિવાદી વર્ગ પણ છે. તેમને માટે ભાગવત એ માત્ર “મિથ’ છે;