SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૧૨ મિ. બળદેવનું સ્વર્ગગમન અને શ્રી નેમિનાથનું નિર્વાણ અહીં રામ માગે અપશુકન થવાથી મ્મલિત થતાં થતાં કમળના પત્રપુટમાં જળ લઈને સત્વર કૃષ્ણની પાસે આવ્યા. તે વખતે “આ સુખે સુઈ ગયા છે એવું ધારી ક્ષણવાર તેઓ બેસી રહ્યા. એટલામાં તો કૃષ્ણવર્ણ મક્ષિકાઓને ત્યાં બણબણતી જેઈને તેમણે મુખ ઉપરથી વસ્ત્ર ખેંચી લીધું, એટલે પિતાના પ્રિય બંધુને મૃત્યુ પામેલા જોઈને છેદેલા વૃક્ષની જેમ રામ મૂછ ખાઈ પૃથ્વી પર પડ્યા. પછી કઈ પ્રકારે સંજ્ઞા પામીને તેમણે માટે સિંહનાદ કર્યો કે જેથી શીકારી પ્રાણીઓ પણ ત્રાસ પામી ગયા અને બધું વન કંપાયમાન થયું. પછી તેઓ બોલ્યા કે “જે પાપીએ સુખે સુતેલા મારા આ વિશ્વવીર બંધુને મારી નાખ્યા છે તે પોતાના આત્માને જણાવે, અને જે તે ખરેખર બળવાનું હોય તે મારી સમક્ષ થાઓ, પણ ખરે બળવાન્ તે સુતેલ, પ્રમાદી, બાળક, મુનિ અને સ્ત્રીને કેમ પ્રહાર કરે ?” આ પ્રમાણે ઊંચે શબ્દે આક્રોશ કરતા રામ તે વનમાં ભમવા લાગ્યા, પણ કોઈ મનુષ્ય ન જણાવાથી પાછા કૃષ્ણની પાસે આવી આલિંગન કરીને રૂદન કરવા લાગ્યા કે“હે ભ્રાત ! હા પૃથ્વીમાં અદ્વિતીય વીર ! હા મારા ઉત્સગમાં લાલિત થયેલા ! હા કનિષ્ઠ છતાં પણ ગુણવડે જ્યેષ્ઠ! અને હા વિશ્વશ્રેષ્ઠ! તમે કયાં છે ? અરે વાસુદેવ ! તમે પ્રથમ કહેતા હતા કે તમારા વિના હું રહી શકતો નથી અને આ વખતે તે સામો ઉત્તર પણ આપતા નથી, તે તે પ્રીતિ કયાં ગઈ? તમને કાંઈ રોષ થયો હોય અને તેથી રીસાણા છે તેમ લાગે છે, પણ મારો કાંઈ પણ અપરાધ મને યાદ આવતું નથી. અથવા શું મને જળ લાવતાં વિલંબ થયે તે તમને રેષ થવાનું કારણ છે? હે ભ્રાતા ! તે કારણથી તમે રોષ કર્યો હોય તે ઘટિત છે, તથાપિ હમણાં તો બેઠા થાઓ, કેમકે સૂર્ય અસ્ત પામે છે, તેથી આ સમય મહાત્માઓને સુવાને નથી.” આ પ્રમાણે પ્રલાપ કરતાં કરતાં રામે તે રાત્રી નિર્ગમન કરી. પાછા પ્રાત:કાળે કહેવા લાગ્યા કે “ભાઈ! બેઠા થાઓ, બેઠા થાઓ.” એમ વારંવાર કહેતાં છતાં પણ જ્યારે કૃષ્ણ બેઠા થયા નહીં ત્યારે રામ સ્નેહથી મોહિત થઈ તેને સકંધ ઉપર ચઢાવીને ગિરિ વન વિગેરેમાં ભમવા લાગ્યા. એ પ્રમાણે નેહથી મહિત થયા સતા કૃષ્ણની મૃત કાયાને પ્રતિદિન પુષ્પાદિકથી અચન પૂજન કરતા સતા બળરામે છ માસ નિર્ગમન કર્યા. તેવી રીતે અટન કરતાં કરતાં અનુક્રમે વર્ષાકાળ આવ્યું, એટલે પેલે સિદ્ધાર્થ જે દેવ થયે હતું, તેણે અવધિજ્ઞાનથી જાણ્યું કે “મારે બ્રાતૃવત્સલ ભાઈ બળરામ કૃષ્ણના મૃત શરીરને વહન કરીને ભમે છે, માટે હું ત્યાં જઈને તેને બોધ આપું, કેમકે તેણે પૂર્વે મારી પાસેથી માગી લીધું છે કે, જ્યારે મને વિપત્તિ આવે ત્યારે તું દેવ થાય તે આવીને મને બોધ કરજે.” આ પ્રમાણે વિચાર કરીને તેણે પર્વત ઉપરથી ઉતરતે એક પાષાણમય રથ વિકવ્યું, અને પોતે તેને કૌટુંબિક બનીને વિષમ એવા પર્વત ઉપરથી ઉતરતા તે રથને ભાંગી નાખે. પછી પિતે તેને સાંધવાની મહેનત કરવા લાગ્યો. તેને પાષાણને રથ સાંધતો જોઈ બળભદ્ર બોલ્યા- “અરે મૂર્ખ ! વિષમ ગિરિ ઉપરથી ઉતરતા જેના ખંડેખંડ
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy