SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૧૦ મે સદ્ય મોક્ષ પ્રાપ્ત થવામાં તે સહાયકારી થયો છે. લાએ કાળે સાધ્ય થાય તેવી સિદ્ધિ હોય તે પણ સહાય મળવાથી ક્ષણમાં સિદ્ધ થાય છે. જેમ તમે પેલા વૃદ્ધ બ્રાહ્મણને સહાય કરી તે તેની સર્વ ઈટ સ્વલ્પ સમયમાં ઇચ્છિત સ્થાનકે પહોંચી ગઈ. જે મશર્મા તમારા ભાઈ ને આ ઉપગ ન કરત તે કાળક્ષેપ વગર તેની સિદ્ધિ શી રીતે થાત ? હવે તમારે તેને ઓળખો છે તો તમને અહીંથી પાછા વળીને નગરીમાં પેસતાં જોઈ જે મસ્તક ફાટીને મરી જશે તેને તમારા ભાઈને વધ કરનાર જાણી લેજો.” પછી કૃષ્ણ રૂદન કરતા સતા પિતાના ભાઈને ઉત્તરસંસ્કાર કર્યો. ત્યાંથી ખેદયુક્ત ચિરો પાછા વળીને દ્વારકાનગરીમાં પેસતાં તેમણે પેલા સોમશર્મા બ્રાહ્મણને મસ્તક ફાટીને મરી જતો જે, એટલે તત્કાળ તેને પગે દેરડી બાંધી માણસેની પાસે આખી નગરીમાં ફેરવાડી ગીધ વિગેરે પક્ષીઓને નવું બલિ દાન આપવા માટે બહાર ફેંકાવી દીધો. ગજસુકુમાળના શેકથી પ્રભુની પાસે ઘણું યાદવેએ અને વસુદેવ વિના નવ દશાહએ દીક્ષા લીધી. પ્રભુની માતા શિવાદેવીએ, નેમિનાથના સાત સહદર બંધુઓએ અને કૃષ્ણના અનેક કુમારોએ પણ દીક્ષા લીધી. રાજીમતીએ પણ સંવેગ ધરી પ્રભુની પાસે દીક્ષા લીધી. તેની સાથે નંદની કન્યા એકનાશાએ અને યાદવની અનેક સ્ત્રીઓ એ દીક્ષા લીધી. તે વખતે કૃષ્ણ કન્યાના વિવાહ કરવાને અભિગ્રહ અંગીકાર કર્યો; એટલે તેમની સર્વ પુત્રીએએ પણ પ્રભુની સમીપે દીક્ષા લીધી કનકાવતી, રહિણી અને દેવકી વિના વસુદેવની સર્વ સ્ત્રીઓએ વ્રત ગ્રહણ કર્યું. કનકવતીને ઘરમાં રહ્યા સતા સંસારની સ્થિતિ ચિંતવતાં સદ્ય ઘાતીકમ ત્રુટી જવાથી કેવળજ્ઞાન ઉત્પન થયું. નેમિનાથે તે વાત જણાવવાથી દેવતાઓએ તેમને મહિમા કર્યો. પછી પોતાની મેળે મુનિવેશ અંગીકાર કરીને તે પ્રભુની પાસે ગયા. ત્યાં નેમિનાથનાં દર્શન કરી, વનમાં જઈ એક માસનું અનશન કરીને તે કનકાવતી મોક્ષે ગઈ. રામનો પૌત્ર અને નિષિધનો પુત્ર સાગરચંદ્ર વિરક્ત બુદ્ધિવાળો હોવાથી પ્રથમ તે અણુવ્રતધારી થયે હતો, તેણે આ વખતે પ્રતિમા ધરપણું અંગીકાર કર્યું. (શ્રાવકની ૧૧ પડિમા વહેવા લાગ્યા.) એકદા તેણે કાર્યોત્સર્ગ કર્યો હતો, ત્યાં હંમેશાં તેનાં છિદ્રને જોનારા નભસેને તેને દીઠે, એટલે તેની પાસે આવી નભસેન બે કે-“અરે પાખંડી ! અત્યારે આ તું શું કરે છે ? કમળામેળાના હરણમાં તે જે કર્યું હતું, તેનું ફળ હવે પામ.” એમ કહી તે દુરાશય નભસેને તેના મસ્તક પર ચિતાના અંગારાથી પૂરેલો ઘડાને કાંઠે મૂક્યો. તે ઉપસગને સમ્યગુ ભાવે સહન કરી તેનાથી દગ્ધ થઈને સાગરચન્દ્ર પંચપરમેષ્ઠી નમસ્કારનું સ્મરણ કરતો તો મૃત્યુ પામીને દેવલોકમાં ગયો. એક વખતે ઈદે સભામાં કહ્યું કે “કૃષ્ણ વાસુદેવ હમેશાં કેઈના પણ દોષને છોડીને માત્ર ગુણનું જ કીર્તન કરે છે અને કદિ પણ નીચે યુદ્ધ કરતા નથી.” ઈદ્રનાં આવાં વચન પર શ્રદ્ધા નહીં રાખનાર કેઈ દેવતા તેની પરીક્ષા કરવા માટે તત્કાળ દ્વારકામાં આવ્યું. એ વખતે કૃષ્ણ રથમાં બે સીને છાએ ક્રીડા કરવા જતા હતા. ત્યાં માર્ગમાં તે દેવતાએ કૃષ્ણવર્ણ એક શ્વાનને મરેલો વિકુઓં. તેના શરીરમાંથી એવી દુર્ગ ધ ફેલાતી હતી કે જેથી લોકો દૂરથી જ દુર્ગછા અને બાધા પામતા હતા. તેને જોઈ કણે કહ્યું કે “અહો ! આ કૃષ્ણવર્ણ “ધાનના મુખમાં પાંડવણી દાંત કેવા અત્યંત શેભે છે ?' આ પ્રમાણે એક પરીક્ષા જેઈને પછી પેલા દેવે ચોર થઈ કૃષ્ણના અધરત્નને હરી લીધું. તેની પછવાડે કૃષ્ણના અનેક સૈનિકે દોડ્યા, તેમને પણ તેણે જીતી લીધા; એટલે કૃષ્ણ પોતે દેડી તેની નજીક જઈને બેલ્યા કે “અરે ચોર ! મારા અશ્વરત્નને કેમ હરે છે ? તેને છોડી દે, કેમકે હવે
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy