SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૮ મું ૩૭૧ અભિપ્રાય પણ પ્રકાશ કરી દે છે. જેમ વિચિત્ર ચિત્રની રચના કાજળ ભૂંસવાથી નષ્ટ થઈ જાય છે, તેમ મદિરાના પાનથી કાંતિ, કીર્તિ, મતિ અને લક્ષ્મી ચાલ્યાં જાય છે, મદિરાપાની ભૂત વળગ્યું હોય તેમ નાચે છે, શક સહિત હોય તેમ પોકારે છે અને દાહન્વર આ હોય તેમ પૃથ્વી પર આળોટે છે. મદિર હલાહલ વિષની જેમ અંગને શિથિલ કરે. છે, ઇંદ્રિયોને ગ્લાનિ આપે છે અને મહાન મૂછ પમાડે છે. અગ્નિના એક તણખાથી તૃણની મેટી ગંજી બળી જાય છે તેમ મદ્યપાનથી વિવેક, સંયમ, જ્ઞાન, સત્ય, શૌચ, દયા અને ક્ષમા એ સર્વ વિલીન થઈ જાય છે. મદિરાના રસમાં ઘણું જંતુઓ ઉદ્દભવે છે, તેથી હિંસાના પાપથી ભીરૂ એવા પુરુષે કદાપિ મદિરાપાન કરવું નહીં. મદિરાપાની, આપ્યું હોય તેને ન આપ્યું કહે છે, લીધું હોય તે ન લીધું કહે છે, કયું હોય તેને નહીં કરેલું કહે છે અને રાજ્ય વિગેરેને મિથ્યા અપવાદ આપી વેચ્છાએ બકે છે. મૂઢ બુદ્ધિવાળો મધુપાની વધ બંધનાદિકને ભય છોડી દઈને ઘેર, બહાર કે માગે–જ્યાં મળે ત્યાં પારદ્રવ્યને ખુંચવી લે છે. મદ્યપાન કરવાથી થયેલા ઉન્માદથી પરવશ થયેલે પુરુષ બાળિકા, યુવતી, વૃદ્ધા, બ્રાહ્મણ કે ચાંડાળી-સર્વ જાતિની પરસ્ત્રીને પણ ઉન્મત્ત થઈને ભગવે છે. મધુપાની પુરુષ રડતે, ગાતે, લેટ, દેડ, કેપ કરતા, તુષ્ટ થતે, હસતે, સ્તબ્ધ રહે, નમતો ભમતે અને ઊભે રહેતે, એમ અનેક ક્રિયા કરતો નટની જેમ ભટક્યા કરે છે. હમેશાં જંતુઓના સમૂહને ગ્રોસ કરતાં છતાં યમરાજ જેમ તુષ્ટ થતું નથી તેમ મધુપાની વારંવાર મધુપાન કરતાં છતાં પણ ધરાતો નથી. સર્વ દોષનું કારણ મદ્ય છે અને સર્વ પ્રકારની આપત્તિનું કારણ પણ મદ્ય છે, તેથી અપથ્યને રોગી તજે તેમ મનુષ્ય તેને ત્યાગ કરવો. - જે પ્રાણીઓના પ્રાણને અપહાર કરી માંસને ઈરછે છે, તે ધમરૂપ વૃક્ષના દયા નામના મૂળનું ઉમૂલન કરે છે. જે મનુષ્ય હંમેશાં માંસનું ભજન કરતો છતો કયા પાળવાને ઈચ્છે છે, તે પ્રજ્વલિત અગ્નિમાં વેલડીનું આપણું કરવાને ઈરછે છે. માંસ ભક્ષણ કરવામાં લુખ્ય માણસની બુદ્ધિ દુબુદ્ધિવાળી ડાકણની જેમ પ્રત્યેક પ્રાણીને હણવામાં પ્રવર્તે છે. જેઓ દિવ્ય ભજન છતાં પણ માંસનું ભજન કરે છે, તેઓ અમૃતરસને છોડીને હલાહલ વિષને ખાય છે. જે નરકરૂપ અગ્નિમાં ઇંધણા જેવા પિતાના માંસને બીજાના માંસથી પિષવાને ઇચ્છે છે તેના જેવો બીજે કેઈ નિર્દય નથી. શુક્ર અને શેણિતથી ઉત્પન્ન થયેલું અને વિષ્ણારસથી વધેલું એવું લેહીવડે ઠરી ગયેલું માંસ કે જે નરકના ફળરૂપ છે તેને કેણ બુદ્ધિમાનું ભક્ષણ કરે? અંતમુહૂર્ત પછી જેમાં અનેક અતિ સૂક્રમ જંતુઓ ઉત્પન્ન થાય છે એવું માખણ વિવેકી પુરુષોએ કદિ પણ ખાવું નહીં. એક જીવની હિંસામાં કેટલું બધું પાપ છે, તે પછી અનેક જંતુમય માખણને કેણ સેવે ? જે અનેક જતુસમૂહની હિંસાથી ઉત્પન્ન થયેલું છે અને જે લાળની જેમ જુગુપ્સા કરવા યંગ્ય છે એવા મધને કેણ ચાખે ? એક એક પુષ્પમાંથી રસ લઈને મક્ષિકાઓએ વમન કરેલા મધને ધાર્મિક પુરૂષો કદિ પણ ચાખતા નથી. ઉંબરડો, વડ, પીપર, કાકલુદુંબર અને પીપળાનાં ફળ ઘણું જતુઓથી આકુળ વ્યાકુળ હોય છે, તેથી તે પાંચે વૃક્ષનાં ફળ કદિ પણ ખાવાં નહીં. બીજુ ભણ્ય મળ્યું ન હોય અને સુધાથી શરીર ક્ષામ (દુર્બળ) થઈ ગયું હોય તે પણ પુણ્યાત્મા પ્રાણુ ઉબ૨ડાદિક વૃક્ષનાં ફળ ખાતા નથી. - સર્વ જાતિનાં આદ્ર કંદ, સર્વ જાતિનાં કુંપળી, સર્વ જાતિનાં શેર, લવણ વૃક્ષની ત્વચા, કુમારી (કુંવાર), ગિરિકર્ણિકા, શતાવરી, વિરૂદ્ર, ગડુચી, કમળ આંબલી, પત્યેક,
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy