SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ સગ ૯ મે આવ્યા ત્યારે તેમને જોઈને રાજીમતી સદ્ય નવીન શેક ઉત્પન્ન થતાં વારંવાર પૂછ પામવા લાગી. પ્રભુ તે અવિચ્છિન્ન ગમન કરતાં ઉજજયંત (રૈવતાચલ) ગિરિના આભૂષણરૂપ અને નંદન વન જેવા સહસ્સામ્રવન નામના ઉપવનમાં પધાર્યા. તે વખતે નવાં ખીલેલાં કેતકીનાં પુપિથી જાણે હિમત હાસ્ય કરતું હોય અને ગળી પડેલાં અનેક જાંબુફળથી જાણે તેની પૃથ્વી નીલમણિથી બાંધેલી હોય તેવું તે વન જ|તું હતું. અનેક સ્થાનકે કદંબના પુપની શય્યામાં ઉન્મત્ત ભમરાઓ સુતા હતા, મયૂરો કળા, પૂરીને કેકાધ્વનિવડે તાંડવ (નૃત્ય) કરતા હતા, કામદેવના અસ્ત્રના અંગારા હોય તેવાં ઈન્દ્રવરણાનાં પુષ્પો ખીલી રહ્યાં હતાં, અને માલતી તથા જુઈનાં પુષ્પોની સુગંધ લેવાને માટે અનેક પાંથજનો સ્વસ્થ થઈને બેઠા હતા. આવા અતિ સુંદર ઉદ્યાનમાં આવીને પ્રભુ શિબિકામાંથી નીચે ઉતર્યા. પછી શરીર ઉપરથી સર્વ આભૂષણો ઉતાર્યા, એટલે ઈ તે લઈને કૃષ્ણને આપ્યાં. જન્મથી ત્રણ વર્ષ ગયા બાદ શ્રી નેમિપ્રભુએ શ્રાવણ માસની શુકલ ષષ્ઠીએ પૂર્વાહૂનકાળે ચંદ્ર ચિત્રા નક્ષત્રમાં આવતાં છઠ્ઠ તપ કરીને પંચમુષ્ટિ લોન્ચ કર્યો. શક ઈ કેશ લઈ લીધા અને પ્રભુના સ્કંધ ઉપર દેવદૂષ્ય વસ્ત્ર મૂકયું. પછી શકે કે તે કેશ ક્ષીરસાગરમાં નાખી આવીને સર્વ કોલાહળ શાંત કર્યો, એટલે પ્રભુએ સામાયિક ઉચ્ચર્યું. તે જ વખત જગદગુરૂને મનઃપર્યવજ્ઞાન ઉત્પન્ન થયું, અને ક્ષણવાર નારકીને પણ સુખ ઉપજયું. નેમિનાથની પછવાડે એક હજાર રાજાઓએ દીક્ષા લીધી. પછી ઈદ્ર અને કૃષ્ણ પ્રમુખ પ્રભુને નમીને પિતાપિતાને સ્થાનકે ગયા. બીજે દિવસે પ્રભુએ ગેષ્ઠમાં રહેનારા વરદત્ત નામના બ્રાહ્મણને ઘેર પરમાનથી પારણું કર્યું, તે વખતે તેના ઘરમાં સુગંધી જળ અને પુષ્પની વૃષ્ટિ, આકાશમાં દુંદુભિને ગંભીર સ્વનિ, ચેલેક્ષેપર અને વસુધારા વિગેરે પાંચ દિવ્ય દેવતાઓએ પ્રગટ કર્યા. પછી ઘાતી કર્મને ક્ષય કરવાને ઉદ્યત થયેલા નેમિનાથ કર્મબંધથી નિવૃત્ત થઈને ત્યાંથી અન્યત્ર વિહાર કરવાને પ્રવર્તા. શ્રી નેમિનાથે દીક્ષા ગ્રહણ કર્યા પછી તેમનો અનુજ બંધુ રથનેમિ રામતીને જોઈને કામાતુરપણે ઈદ્રિયને વશ થઈ ગયે, તેથી તે હંમેશાં અપૂર્વ વસ્તુઓ મોકલવાવડે રાજીમતીની સેવા કરવા લાગ્યા. તે ભાવને નહીં જાણનારી એ મુગ્ધાએ તેને નિષેધ કર્યો નહી. રામતી તે એમ જાણતી હતી કે આ રથનેમિ વડીલ બંધુના નેહને લીધે મારી ઉપાસના કરે છે, અને રથનેમિ એમ જાણતું હતું કે આ રાજીમતી મારી ઉપરના રાગથી મારી સેવા સ્વીકારે છે. તુચ્છ બુદ્ધિવાળો તે નિત્ય રાજમતીને ઘેર જતો હતો, અને ભ્રાતૃજાયાના મિષથી તેનું હાસ્ય કરતો હતો. એક વખતે રાજીમતી એકાંતમાં હતી, ત્યારે રથનેમિએ કહ્યું કે “અરે મુગ્ધા ! હું તને પરણવાને તૈયાર છું, છતાં તું શા માટે યૌવનને વૃથા ગુમાવે છે ? હે મૃગાક્ષિ! મારે બધુ તો ભેગને અનભિજ્ઞ હતું, તેથી તેણે તારે ત્યાગ કર્યો છે, તો એમ કરવાથી તે તે ભોગસુખથી ઠગાયે, પણ હવે તમારી શી ગતિ ? હે કમળ સમાન ઉત્તમ વર્ણવાળી! તેં એની પ્રાર્થના કરી તે પણ એ તારે પતિ થયે નહીં અને હું તે તારી પ્રાર્થના કરું છું, તેથી જે, અમારા બેમાં કેવું મોટું અંતર છે?” આવાં રથનેમિનાં વચન સાંભળવાથી તેના પૂર્વના સર્વ ઉપચાને હેતુ સ્વભાવથી જ સરળ આશયવાળી રામતીના જાણવામાં આવ્યો. પછી એ ધર્મજ્ઞ બાળાએ ધર્મનું ૧. બપર અગાઉ. ૨. વસ્ત્રની વૃષ્ટિ. ૩. દ્રવ્યની વૃષ્ટિ ૪. ભેજાઈ. ૫. અજાણ.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy