SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ સર્ગ ૯ મે નાસન આપ્યું, અને પિતાના ઉત્તરીય વસ્ત્રવડે તેમના અંગને જળ રહિત કર્યું. તે વખતે સત્યભામાં મશ્કરી સાથે વિનયપૂર્વક બેલી–“ દિયરજી ! તમે હમેશાં અમારું કહેવું સહન કરો છો, તેથી હું નિર્ભય થઈને કહું છું કે “હે સુંદર ! તમે સેળ હજાર સ્ત્રીઓના ભત્ત શ્રી કૃષ્ણના ભાઈ થઈને એક કન્યા પણ કેમ પરણતા નથી ? આ ત્રણ લેકમાં તમારું શરીર અપ્રતિમ રૂપલાવણ્યથી પવિત્ર છે અને નવીન યૌવન છે, છતાં તમારી આવી સ્થિતિ કેમ છે? તમારાં માતા પિતા, તમારા ભાઈઓ અને સર્વ ભેજાઈ એ. વિવાહ કરવાને માટે તમારી પ્રાર્થના કરીએ છીએ, તેથી અમારી સર્વની ઈચ્છા પૂર્ણ કરે. વંઠની જેમ પત્ની વિના એક અંગવાળા રહી તમે કેટલેક કાળ નિર્ગમન કરશે ? તેને તમે પિતે જ વિચાર કરો. હે કુમાર ! શું તમે અજ્ઞ છો? વા નીરસ છો? વા નપુંસક છે ? તે અમોને કહે, કેમ કે સ્ત્રીભગ વિના અરણ્યનાં પુષ્પની જેમ તમે નિષ્ફળ યૌવન ગુમાવે છે. જેમ શ્રી ઋષભનાથે પ્રથમ તીર્થ પ્રવર્તાવ્યું, તેમ તેઓએ સાંસારિક અવસ્થામાં વિવાહમંડળ વિગેરે પણ પ્રથમ બતાવ્યા છે. ગ્ય સમયે રૂચિ પ્રમાણે ખુશીથી બ્રહ્મચર્ય પાળજે, પણ ગૃહસ્થપણામાં અશુચિ સ્થાનમાં મંત્રે દગારની જેમ બ્રહ્મચર્ય પાળવું ઉચિત નથી.” પછી જાંબવતી બોલી -અરે કુમાર ! તમારા વંશમાંજ મુનિસુવ્રત પ્રભુ થયા છે, તેઓ વિવાહ કરી પુત્ર ઉત્પન્ન થયા પછી તીર્થકર થયા હતા. તે સિવાય જિનશાસનમાં બીજા ઘણા મહાત્માઓ વિવાહ કર્યા પછી મુક્ત થયેલા અને થવાના સંભળાય છે, તે પણ તમે જાણો છે, છતાં તમે કોઈ નવીન મુમુક્ષુ થયેલા છે કે જે મુક્તજનને માર્ગ છોડી જન્મથી જ સ્ત્રી પરાડૂમુખ રહે છે.” પછી સત્યભામાં પ્રણયકોપ કરીને બોલી કે “હે સખિ ! તું શા માટે એને સામવચને કહે છે ? એ સામવચનથી સાધ્ય નથી. પિતાએ, જ્યેષ્ઠ ભ્રાતાએ અને બીજાઓએ પણ વિવાહ માટે પ્રાર્થના કરી, તે પણ તેમણે તેઓનું પણ માન રાખ્યું નથી, માટે આપણે બધી એકત્ર થઈ તેને અહીં રોકી રાખો. જો તે આપણું વચન માને તે તેને છેડવા, નહીં તે છોડવાજ નહીં.” પછી લક્ષમણ વિગેરે બીજી સ્ત્રીઓ બેલી- બહેન ! એમ ન થાય, એ આપણું દિયર છે, તેથી આપણે આરાધવા ગ્ય છે, માટે એમને કોપ કરીને તમારે કાંઈ કહેવું નહીં, તેમને તે ગમે તે રીતે પ્રસન્ન કરવા એજ ઉપાય છે.” તેઓએ એમ કહ્યું એટલે પછી રૂકમિણી વિગેરે કૃષ્ણની સર્વ સ્ત્રીઓ વિવાહને માટે આગ્રહપૂર્વક પ્રાર્થના કરતી સતી નેમિકુમારના ચરણમાં પડી. આવી રીતે સ્ત્રીઓ પ્રાર્થના કરતી હતી તે જોઈ કૃષ્ણ પણ સમીપ આવી વિવાહને માટે નેમિકુમારને પ્રાર્થના કરવા લાગ્યા. તે વખતે બીજા યાદ પણ ત્યાં આવીને બોલ્યા કે “હે કુમાર ! આ ભાઈનું વચન માને અને શિવાદેવી, સમુદ્રવિજય અને બીજા સ્વજનોને પણ આનંદ આપે.” જ્યારે આ પ્રમાણે બધા મળીને આગ્રહથી તેમને દબાણ કરવા લાગ્યા એટલે નેમિનાથ વિચારવા લાગ્યા કે “અહો ! આ સર્વેની કેવી અજ્ઞાનતા છે ? આ સમયે મારી દાક્ષિણ્યતાને પણ ધિક્કાર છે ! કેવળ આ લોક પિતેજ સંસારસમુદ્રમાં પડતા નથી, પણ તેઓ સ્નેહશિલા બાંધીને બીજાઓને પણ સંસારસમુદ્રમાં પાડે છે, માટે હમણું તો આ સર્વનું વચન માત્ર વાણીથી માની લેવું. પછી જ્યારે સમય આવે ત્યારે તે અવશ્ય આત્મહિતજ કરવું. પૂર્વે શ્રી ઋષભદેવ પ્રભુએ જે વિવાહ કર્યો હતો તે માત્ર પિતાનાં તેવાં ભેશ્યકમને લીધેજ, કારણ કે કર્મની ગતિ વિચિત્ર છે. આ પ્રમાણે વિચાર કરીને શ્રી નેમિએ તે સર્વનું વચન સ્વીકાર્યું, તે સાંભળી સમુદ્રવિજય વિગેરે સર્વે ઘણો હર્ષ પામ્યા. ૧ મીઠે વચને.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy