________________
સર્ગ ૯
મો.
ભગવાન શ્રી અરિષ્ટનેમિની કૌમારકીડા, દીક્ષા અને કેવલજ્ઞાનની ઉત્પત્તિ
એકદા શ્રી નેમિકુમારે બીજા કુમારની સાથે ક્રીડા કરતાં ફરતા ફરતા કૃષ્ણ વાસુદેવની આયુધશાળામાં નિઃશંકપણે પ્રવેશ કર્યો. ત્યાં સૂર્યના બિંબ જેવું પ્રકાશમાન સુદર્શન ચક્ર, સર્પરાજના શરીરની જેવાં ભયંકર શાર્ડગ ધનુષ્ય, કૌમુદકી ગદા અને ખડૂગ તેમજ વાસુદેવના યશને કોશ હોય તેવો અને યુદ્ધરૂપ નાટકના નાંદીવાદ્ય જે પંચજન્ય શંખ એ તમામ તેમના જોવામાં આવ્યાં. અરિષ્ટનેમિએ કૌતુકથી શંખને લેવાની ઈચ્છા કરી, તે જોઈ એ અશ્વગૃહની રક્ષા કરનાર ચારકૃષ્ણ પ્રણામ કરીને કહ્યું કે- હે કુમાર ! જે કે તમે કૃષ્ણ વાસુદેવના ભ્રાતા છે, વળી બળવાન છો, તથાપિ આ શંખને લેવાને પણ તમે સમર્થ નથી, તો પૂરવાને તે કયાંથી સમર્થ થાઓ ? આ શખને લેવાને અને પૂરવાને કૃષ્ણ વિના બીજો કોઈ સમર્થ નથી, માટે તમે તે લેવાને વૃથા પ્રયાસ કરશે નહી.” તે સાંભળી પ્રભુએ હસીને લીલા માત્રમાં તે શંખ ઉપાડ અને અધર ઉપર જાણે દાંતની ના પડતી હોય તેમ શોભતા એ શંખને પૂર્યો. તત્કાળ દ્વારકાપુરીના કીલ્લા સાથે અથડાતા સમુદ્રના ધ્વનિ જેવા તે નાદે આકાશ અને ભૂમિને પૂરી દીધાં. પ્રાકાર, પર્વતના શિખરે અને મહેલ કંપાયમાન થયા, કૃષ્ણ રામ અને દશ દશાહે ક્ષોભ પામી ગયા, ગજે આલાનસ્તંભનું ઉમૂલન કરી ખલા તોડીને ત્રાસ પામી ગયા, ઘોડાઓ લગામોને નહીં ગણકારતા નાસી ગયા, વાના નિર્દોષ જે તે ધ્વનિ સાંભળી નગરજનો મૂછ પામ્યા, અને અસ્ત્રાગારના રક્ષકે મૃત થયા હોય તેમ પડી ગયા. આ પ્રમાણે સર્વ સ્થિતિ જોઈ કૃણ વિચાર કરવા લાગ્યા કે-“આ શંખ કોણે કુંક ? શું કઈ ચક્રવતી ઉત્પન્ન થયે કે ઇંદ્ર પૃથ્વી પર આવ્યા ? હું જ્યારે મારો શંખ વગાડું છું ત્યારે સામાન્ય રાજાઓને ક્ષોભ થાય છે, પણ આ શંખના ફુકવાથી તે મને અને રામને પણ ક્ષોભ થયે છે. આવી રીતે કૃષ્ણ ચિંતવતા હતા તેવામાં અસ્રરક્ષકોએ આવીને જણાવ્યું કે - તમારા ભાઈ અરિષ્ટનેમિએ આવીને પંચજન્ય શંખને એક લીલામાત્રમાં કુંક છે.” તે સાંભળી કૃષ્ણ વિસ્મય પામી ગયા, પણ મનમાં તે વાત ઉપર શ્રદ્ધા ન આવવાથી કાંઈક વિચારમાં પડ્યા, તેવામાં તે નેમિકુમાર પણ ત્યાં આવ્યા. કૃષ્ણ સંભ્રમથી ઊભા થઈ નેમિનાથને અમૂલ્ય આસન આપ્યું અને પછી ગૌરવતાથી કહ્યું-“હે ભ્રાતા ! શું હમણાં આ પાંચજન્ય શંખ તમે કુંક કે જેના ધ્વનિથી બધી પૃથ્વી અદ્યાપિ પણ ક્ષોભ પામે છે?” નેમિનાથે હા પાડી, એટલે કૃષ્ણ તેમના ભુજાબળની પરીક્ષા કરવાના ઈરાદાથી આદરપૂર્વક બેલ્યા-“હે ભાઈ ! મારા વિના પાંચજન્ય શંખ ફુકવાને બીજે કઈ સમર્થ નથી, તમે શંખ ફુકયો જોઈ હું ઘણો પ્રસન્ન થયે છું, પરંતુ તે માનદ ! હવે મને વિશેષ પ્રસન્ન કરવાને માટે તમારું ભુજાબળ બતાવે, અને મારી સાથે બાહુયુદ્ધથી યુદ્ધ કરે. નેમિકુમારે તેમ કરવા સ્વીકાર્યું, એટલે બને વીરબંધુ અનેક કુમારેથી, વીંટાઈ અસ્ત્રાગારમાં ગયા.