SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ 3०६ સગ ૭ મો એ અવસરે શકઈ કે શ્રી નેમિનાથને ભ્રાતૃનેહથી યુદ્ધની ઈચ્છાવાળા જાણી વિજયી શસ્ત્રો સહિત પિતાને રથ માતલિ સારથિ સાથે મોકલાવ્યું. જાણે સૂર્ય ઉદય થયે હોય તે પ્રકાશિત અનેક રત્નોવડે નિર્માણ કરેલો તે રથ લઈ માતલિ ત્યાં આવ્યું, એટલે અરિષ્ટનેમિએ તેને અલંકૃત કર્યો. પછી સમુદ્રવિજયે કૃષ્ણના અનુજ બંધુ અનાધૃષ્ટિને સેનાપતિ પદે પદ્રબંધ કરવાપૂર્વક અભિષેક કર્યો. તે વખતે કણના સિન્યમાં સર્વે જયનાદ થયે, તેથી જરાસંધના સૈન્યમાં સર્વતઃ મેટ ક્ષોભ થઈ ગયે. પછી જાણે પરસ્પર છેડા બાંધ્યા હોય તેમ છૂટા પડયા સિવાય બંને બૂડની આગળ રહેલા સૈનિકે એ મહા ઉત્કટ યુદ્ધનો આરંભ કર્યો, તેથી પ્રલયકાળના મેઘથી ઉત્ક્રાંત થયેલા પૂર્વ અને પશ્ચિમ સાગરમાં તરંગેની જેમ બને બૃહમાં વિચિત્ર પ્રકારનાં અસ્ત્રો આવી આવીને પડવા લાગ્યાં. બંને ગૃહ પ્રહેલિકાની જેમ ઘણા વખત સુધી તો પરસ્પરને દુર્ભેદ્ય થઈ પડયા. પછી જરાસંધના અગ્રસૈનિકે એ સ્વામીભક્તિથી દઢ થયેલા ગરૂડબૂહના અગ્રરસૈનિકેને ભગ્ન કરી દીધા. તે વખતે જાણે ગરૂડબૂહને આત્મા હોય તેવા કૃષ્ણ હાથરૂપ પતાકા ઊંચી કરી પિતાના સૈનિકોને સ્થિર કર્યા. તે અવસરે દક્ષિણ અને વામ ભાગે રહેલા ગરૂડની પાંખ જેવા મહાનેમિ અને અર્જુન તથા તે વ્યહની ચાંચ જેવા અગ્ર ભાગ રહેલે અનાવૃષ્ટિ એમ ત્રણે કેપ પામ્યા, તેથી મહાનેમિએ સિંહનાદ નામે શંખ, અનાવૃષ્ટિએ બલાહક નામે શંખ, અને અર્જુને દેવદત્ત નામે શંખ ફેંકયો. તેમના નાદ સાંભળી યાદવેએ કોટિ વાજિંત્રોનો નાદ કર્યો, જેથી તે ત્રણ શંખેના નાદ બીજા અનેક શંખના નાદથી શંખરાજની જેમ અનસરાયો. ત્રણ શંખનાં અને અનેક વાજિંત્રોના નાદથી સમદ્રમાં રહેલા મગરોની જેમ શત્રુસૌન્યમાં રહેલા સુભટો મહા ભ પામ્યા. પછી નેમિ, અનાવૃષ્ટિ અને અર્જુન એ ત્રણ મહાપરાક્રમી સેના પતિએ પારાવાર બાણને વર્ષાવતા સતા કલ્પાંતકાળના સાગરની જેમ આગળ ચાલ્યા. ચક્રમૂહની આગળ મુખ્ય સંધિ તરફ શકટર્વ્યૂહ રચીને રહેલા શત્રુપક્ષના રાજાઓ તેઓનું ભુજવીય ન સહન કરવાથી ઘણો ઉપદ્રવ પામીને નાશી ગયા. પછી તે ત્રણ વીરેએ મળીને વનના હાથીઓ જેમ ગિરિનદીના તટને ભાગે તેમ ચક્રવ્યહને ત્રણ ઠેકાણેથી ભાંગી નાંખ્યું. પછી સરિતાના પ્રવાહની જેમ પિતાની મેળે માર્ગ કરીને તેઓ ચક્રવૃહમાં પિઠા. તેમની પછવાડે બીજા સૈનિકે એ પણ પ્રવેશ કર્યો. તત્કાળ દુર્યોધન, રૌધિરિ અને રૂમિ એ ત્રણ વરે પિતાના રૌનિકોને સ્વસ્થ કરતા સતા યુદ્ધની ઈચ્છાએ ઉદ્યત થયા. મહારથીઓથી વીંટાયેલા દુર્યોધને અજુનને, રૌધિરિએ અનાવૃષ્ટિને અને રૂફમિએ મહાનેમિને રોકયા, એટલે તે છ વીરોન અને બીજા તેમના પક્ષના હજારો મહા૨ થીઓને પરસ્પર દ્વયુદ્ધ શરૂ થયું. અન્યના વીરપણને નહીં સહન કરનારા મહાનેમિએ તે વીરભાની બબલા અને દુર્મદ રૂકૃમિને અસ્ત્ર અને રથ વગર કરી દીધે, જ્યારે રૂકૃમિ વધ્યકટિ ઉપર આવ્યા, ત્યારે તેની રક્ષા કરવા માટે શત્રુતપ વિગેરે સાત રાજાઓ વચમાં આવીને પડ્યા. એક સાથે બાણવૃષ્ટિ કરતા તે સાતે રાજાઓનાં ધનુષ્યને શિવાદેવીના કુમારે મૃણાલની જેમ જેદી નાખ્યાં. ઘણા વખત સુધી યુદ્ધ કરીને પછી શત્રુ તપ રાજાએ મહાનેમિ ઉપર એક શક્તિ નાખી. તે જાજવલ્યમાન શક્તિને જોઈ બધા યાદવે ક્ષોભ પામી ગયા. તે શક્તિના મુખમાંથી વિવિધ આયુધ ધરનારા અને ક્રૂર કમ કરનારા હજારે કિંકરે ઉત્પન્ન થઈ મહાનેમિની સામે આવ્યા. એ વખતે માતલિએ અરિષ્ટનેમિને કહ્યું કે હે સ્વામિન્ ! ધરણેન્દ્ર પાસેથી રાવણે મેળવી હતી તેમ આ શક્તિ એ રાજાએ તપ કરીને બલી પાસેથી પ્રાપ્ત કરેલી છે, તે શક્તિ માત્ર વજથી જ ભેદાય તેવી છે. એમ કહીને
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy