________________
શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર
પર્વ ૮ મું विषयानुक्रमणिका
પ્રથમ સર્ગ– (અરિષ્ટનેમિના પૂર્વ ભવનું વર્ણન) જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં અચળપુર નગર, વિક્રમધન રાજા, ધારિણી રાણી–તેને આવેલ સ્વપન-સ્વપ્નનું ફળ–પુત્ર જન્મ, ધનકુમાર નામ સ્થાપનકસુમપુરમાં સિંહરાજા, વિમળા રાણી, તેને ધનવતી નામે પુત્રી–બંનેની યૌવનાવસ્થા-ધનકુમારનું ચિત્ર ધનવતીની નજરે પડવું–તેને તેના પર થયેલ અનુરાગ-રાજપુત્રીનું પિતા પાસે આવવું–રાજાને થયેલો તેના વર સંબંધો ચિંતા-વિક્રમધન રાજા પાસે મોકલેલ દૂતનું પ્રત્યાગમન-તેણે કરેલું ધનકુમારના રૂપનું વર્ણન-રાજાએ તે દૂતનેજ વિવાહ નકકી કરવા માટે જવાને કરેલ હુકમ–નાની બહેન ચંપકવતીથી ધનવતીને એ વાતની પડેલી ખબર-સખીદ્વારા દૂતને બેલાવીને ધનકુમાર ઉપર લખી આપેલ પત્ર-દૂતનું અચળપર આવવું –વિવાહનો થયેલો નિર્ણય ધનકુમારે આપેલે પ્રતિપત્ર-દૂતે હાર સહિત પત્ર ધનવતીને આપવો-તેના સમજવામાં આવેલ આશય—મંત્રી સાથે ધનવતીને અચળપુર મોકલવી–તેનું ધનકુમાર સાથે થયેલ પાણિગ્રહણ-ધનકુમારનું ઉદ્યાનમાં જવું -ત્યાં વસુધર મુનિના થયેલ દર્શન–બધા કુટુંબનું ત્યાં આવવું–મુનિએ દેશનાંતે ધનકુમારના આગામી ભવોનું કહેલું વૃત્તાંત-અન્યાદા ધનકુમારને મુનિચન્દ્ર મુનિને થયેલ મેળાપ–તેમની દેશનાથી ધનકુમાર ને ધનવતીને પ્રાપ્ત થયેલ સમકિત તેમણે અંગીકાર કરેલ ગૃહીધર્મ-ધનકુમારને મળેલ રાજ્ય-વસુંધર મુનિનું પુનરાગમન-તેમની પાસે ધનકુમાર ને ધનવતીએ લીધેલ દીક્ષા-સૌધર્મ દેવલોક બંનેનું દેવ થવું.
ત્રીજા ભવમાં ભરતક્ષેત્રના તાવ્ય પર્વત ઉપર સુરતેજ નગરમાં સૂર નામે રાજા, વિન્મતિ રાણી, તેની કુક્ષિમાં ધનકુમારના જીવનું પુત્રપણે ઉપજવું–જન્મ થતાં ચિત્રગતી નામ સ્થાપન-તેજ વૈતાઢયની દક્ષિણ શ્રેણીમાં શિવમંદિર નગર, અગસિંહ રાજ, શશિ પ્રભા રાણી–તેની પુત્રી પણે ધનવતીના જીવનું ઉપજવું-જન્મ થતાં રનવતી નામ સ્થાપન–તેના પિતાએ નિમિત્તિયાને કરેલ પુત્રીના વરસંબંધી પ્રશ્નતેણે આપેલ ઉત્તર-ભરતક્ષેત્રના ચક્રપુરમાં સુગ્રીવ નામે રાજા તેનો યશસ્વતી રાણીને સુમિત્ર નામે પુત્ર અને બીજી ભદ્રા રાણીને પા નામે પુત્ર-સુમિત્રનું શ્રેષ્ઠ ને પાનું કનિષ્ઠાચરણ થવું-ભદ્રાએ સુમિત્રને આપેલું ઝેર–તે હકીકત પ્રકટ થવાથી ભદ્રાનું નાસી જવું–સુમિત્રને ઝેરની થયેલો તીવ્ર અસર–અકસ્માત ચિત્રગતિન તે તરફ આવી ચડવું–તેણે ઉતારેલું ઝેર-સુમિત્રે માનેલે આભાર–પરસ્પર થયેલી મૈત્રીચિત્રગતિને સુમિત્રે રોકવા-ત્યાં થયેલું સુયશા કેવલીનું આગમન-ચિત્રગતિનું તેમને વાંદવા જવું તેમની પાસે ગ્રહણ કરેલ ગૃહીધર્મ–સુમિત્રના પિતાએ ભદ્રાનું પહેલું વૃત્તાંત-કેવળીએ કહેલું તેના પાપનું પરિણામ-સુગ્રીવ રાજાએ લીધેલ દીક્ષા-સુમિત્રની પરણાવેલી બહેનનું રત્નાવતીના ભાઈ કમળ હરણ કરવુંચિત્રગતિને પડેલી ખબર–તેની શોધમાં નીકળવું–કમળનું ઉમૂલન કરવું–તેના પિતાનું યુદ્ધ કરવા આવવું -તેના હાથમાંથી ચિત્રગતિએ ખડુગનું ઝૂંટાવી લેવું-સુમિત્રની બહેન સ્વસ્થાને પહોંચાડી દેવીસુમિરો લીધેલી દીક્ષા–તેણે મેળવેલ નવ પૂર્વનું જ્ઞાન-તેને વિહાર-ઓરમાન ભાઈ પનું અકસ્માત મળવું તેને ઉપજેલ ક્રોધ–તેણે ભારેલ બાણુ-મુનિએ કરેલ અનશન બ્રહ્મ દેવલોકમાં ઉપજવું પાને