SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ર સગ ૬ ઠે કૃષ્ણ વગર બીજા કેઈને કરી શકે તેવા નથી, માટે તે તમને આપીને હું ઋષિહત્યા નહીં કરું.” મુનિ બોલ્યા “તપસ્યાના પ્રભાવથી મારે કાંઈ પણ દુર્જર (ન જશે તેવું નથી.” પછી રૂફમિણ શંકિત ચિરો તેને એકેક મોદક આપવા લાગી. જેમ જેમ તે આપવા લાગી તેમ મુનિ ઊતાવળો ઊતાવળ ખાતે ગયે; એટલે તે વિસ્મય પામીને બોલી “મહર્ષિ ! તમે તો ઘણા બળવાન લાગે છે.” - અહીં સત્યભામા “રૂડ બુડું મંત્રને જપતી હતી. ત્યાં બાગવાન પુરૂષએ આવીને કહ્યું “સ્વામિની ! કોઈ પુરૂષે આવી આપણું ઉદ્યાનને ફળ વગરનું કરી દીધું છે.” કોઈએ આવીને જણાવ્યું કે “ઘાસની દુકાનોમાંથી ઘાસને ખુટાડી દીધું છે.” કેઈએ આવીને જાહેર કર્યું કે “ઉત્તમ જળાશયે માત્ર નિર્જળ કર્યા છે. અને કેઈએ આવીને કહ્યું કે “ભાનુક કમા રને અશ્વ ઉપરથી કેઈએ પાડી નાખે છે. તે સાંભળી સત્યભામાએ દાસીને કહ્યું કે અરે ! તે બ્રાહ્મણ ક્યાં છે?” એટલે દાસીઓએ તેની જે બીના બની હતી તે યથાર્થ કહી બતાવી. પછી ખેદ પામ્યા છતાં અમર્ષ ધરતી સત્યભામાએ કેશ લાવવાને માટે હાથમાં પાત્ર આપીને દાસીઓને રૂફમિણી પાસે મોકલી. તેઓએ આવીને રૂફમિણીને કહ્યું, “હે માનિની ! તમારા કેશ શીધ્ર અમને આપ; અમારી સ્વામિની સત્યભામાં તેમ કરવાને આના કરે છે. તે સાંભળી પેલા કપટી સાધુએ તે દાસીઓનાજ તથા સત્યભામાના પૂર્વે મડેલા કેશવડે તે પાત્ર ભરી આપી તેમને સત્યભામા પાસે મેકલી. સત્યભામાએ તે દાસીઓને કેશવિનાની જેઈને પૂછયું કે “આ શું ?” એટલે દાસીએ બોલી કે “શું તમે નથી જાણતાં કે જેવા સ્વામિની હોય તે જ પરિવાર હોય છે. પછી ભ્રમિત થયેલી સત્યભામાએ કેટલાએક નાપિત લોકોને રૂમિણને ઘેર મેકલ્યા, એટલે તે સાધુએ તેઓને શીરપરની ત્વચા પણ છેદાય તેમ વિદ્યા વડે મુંડીને કાઢી મૂકડ્યા. તે નાપિતોને મુંડેલા જોઈ સત્યભામાએ ક્રોધથી કૃષ્ણની પાસે આવીને કહ્યું “સ્વામિન્ ! તમે રૂકુમિણીના કેશ અપાવવાના જામીન થયા છે, માટે તે પ્રમાણે મને આ જ તેના કેશ અપાવે, અને એ કાર્ય માટે તમે પોતે જઈને રફમિણીના મસ્તકને મુંડિત કરાવે.’ હરિ હસતા હસતા બોલ્યા “તમેજ મુંડિત તો થયા છે. સત્યભામા બેલી “હમણું મશ્કરી કરવી છોડી દે અને તેના કેશ મને આજેજ અપાવે.” પછી કૃષ્ણ તે કાર્ય માટે બળભદ્રને સત્યભામાં સાથે રૂફમિણીને ઘેર મોકલ્યા. ત્યાં પ્રશ્ન વિદ્યાથી કૃષ્ણનું રૂપ વિકુછ્યું એટલે તેમને ત્યાં જઈ રામ લજજા પામી પાછા વળ્યા. પૂર્વ સ્થાનકે આવતાં ત્યાં પણ કૃષ્ણને જોઈને તે બોલ્યા કે “તમે મારૂં ઉપહાસ્ય કેમ કરો છે ? તમે મને કેશને માટે ત્યાં મોકલી પાછા તમે પોતે જ ત્યાં આવ્યા, અને પાછા અહીં આવતા રહ્યા, જેથી તમે સત્યભામાને અને મને બન્નેને સમકાળે શરમાવી દીધાં.” કૃષ્ણ સેગન ખઈને કહ્યું કે “હું ત્યાં આવ્યો નહોતો.” એમ કહ્યા છતાં પણ “આ બધી તમારીજ માયા છે એમ બેલતી સત્યભામા રીસ ચડાવીને પોતાના મહેલમાં ચાલી ગઈ. પછી તેને મનાવવા માટે હરિ તેને ઘેર ગયા. અહીં નારદે રૂફણિીની પાસે આવીને કહ્યું કે “આ તમારે પુત્ર પ્રશ્ન છે.” એટલે તત્કાળ માતાના ચિરકાળ વિયોગદુઃખરૂપ અંધકારને ટાળવામાં સૂર્ય સમાન પ્રદ્યુમ્ન પિતાનું દેવ જેવું રૂપ પ્રગટ કરી માતાના ચરણમાં પડ્યો. રૂકૃમિણીના સ્તનમાંથી દુધની ધારા ચાલી તત્કાળ તેણે પુત્રને આલિંગન કર્યું, અને નેત્રમાં અશ્રુ લાવી તે વારંવાર પુત્રના મસ્તક પર ચુંબન કરવા લાગી. પછી પ્રદ્યુને કહ્યું. “માતા ! હું મારા પિતાને કાંઈક આશ્ચર્ય બતાવું, ત્યાં સુધી તમે મને ઓળખાવશે નહીં.' હર્ષ માં વ્યગ્ર થયેલી રૂકમિણીએ કાંઈ પણ પ્રત્ય
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy