________________
પત્ર ૮ ૩
૨૮૩
તેના વિરહથી પીડિત સામભૂતિ અગ્નિમાં મગ્ન હોય તેમ દુઃખે રહેવા લાગ્યા. રાજા જિતશત્રુ તે સ્ત્રીની સાથે એક હજાર વર્ષ સુધી ક્રીડા કરી મૃત્યુ પામીને પહેલી નરકમાં ત્રણ પડ્યેાપમના આયુષ્યવાળા નારકી થયા. ત્યાંથી નીકળીને હરણ થયા; તે ભવમાં શીકારીએ મારી નાખતાં મરણ પામીને તે માયાકપટી એવા શ્રેષ્ઠીપુત્ર થયા, ત્યાંથી મરણ પામીને માયાના ચેાગથી હાથી થયા. તે ભવમાં દૈવયેાગે તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયુ, તેથી અઢાર દિવસનું અનશન પાળી મૃત્યુ પામ્યા, અને ત્રણ પલ્યાપમ આયુષ્યવાળા વમાનિક દેવતા થયા. ત્યાંથી ચવીને આ તે ચાંડાળ થયા છે અને પેલી રૂક્ષ્મિણી અનેક ભવમાં પરિભ્રમણ કરીને આ કુતરી થઈ છે, તેથી (પૂર્વ ભવનાં તમારાં માતા પિતા હોવાથી) તેની ઉપર તમને સ્નેહ ઉત્પન્ન થાય છે.”
આ પ્રમાણે પોતાના પૂર્વ ભવનો વૃત્તાંત સાંભળી તે પૂર્ણભદ્ર અને માણિભદ્રને જાતિસ્મરણજ્ઞાન થયું. પછી તેઓએ તે ચાંડાળને અને કુતરીને પ્રતિબાધ આપ્યો, જેથી તે ચાંડાળ એક માસનુ અનશન કરી મૃત્યુ પામીને નંદીશ્વર દ્વીપમાં દેવતા થયો, અને કુતરી પ્રતિબાધ પામી અનશન કરી મૃત્યુપામીને શ`ખપુરમાં સુદના નામે રાજપુત્રી થઇ. ફરીવાર પાછા માહેન્દ્રમુનિ ત્યાં આવ્યા, ત્યારે અહ વાસના પુત્રાએ ચાંડાળ અને કુતરીની ગતિ વિષે પૂછ્યું', એટલે તેમણે તે ખ'નેની થયેલી સદ્ગતિનો વૃત્તાંત કહી સ ́ભળાવ્યેા. તેઓએ શ‘ખપુર જઇ રાજપુત્રી સુદ નાને પ્રતિબધ આપ્યા, જેથી તે દીક્ષા લઇને મૃત્યુ પામી દેવલા કે ગઇ. પૂર્ણ ભદ્ર અને માણિભદ્ર ગૃહસ્થધર્મ પાળી મૃત્યુ પામીને સૌધમ દેવલાકમાં ઇંદ્રના સામાનિક દેવતા થયા. ત્યાંથી માંચવીહસ્તિનાપુરમાંવિષ્વકસેન રાજાના મધુ અને કૈટભ નામે બે પુત્રો થયા. પેલા નંદીશ્વર દેવ ત્યાંથી, ચ્યવી ચિરકાળ ભવભ્રમણ કરી વટપુર નગરમાં કનકપ્રભનામે રાજા થયો, સુદના પણ દેવલાકથી ચ્યવી ઘણા ભવભ્રમણ કરી તે કનકપ્રભા રાજાની ચદ્રાભા નામે પટ્ટરાણી થઈ. રાજા વિશ્વક્સેન મધુને રાજ્યપદે અને કૈટભને યુવરાજપદે સ્થાપન કરી પાતે વ્રત લઈ મૃત્યુ પામીને બ્રહ્મદેવલેાકમાં દેવતા થયા. મધુ અને કૈટલે બધી પૃથ્વી વશ કરી લીધી. તેમના દેશ ઉપર ભીમ નામે એક પક્ષીતિ ઉપદ્રવ કરવા લાગ્યા; તેને મારવાને મધુ ચાલ્યા. ત્યાં માર્ગમાં વટપુરાના રાજા કનકપ્રલે ભાજનાદિકથી તેના સત્કાર કર્યા. પછી સ્વામિભક્તિથી સેવકપણે વત તો તે રાજા ચદ્રાભા રાણીની સાથે લેાજનને અંતે તેમની પાસે આવ્યા અને કેટલીક ભેટ ધરી. ચંદ્રાભા રાણી મધુને પ્રણામ કરીને અંત:પુરમાં ચાલી, તે વખતે કામપીડિત મધુએ તેને બળાત્કારે પકડવાની ઇચ્છા કરી, તે વખતે મંત્રીએ તેને અટકાવ્યા, એટલે મધુરાજા આગળ ચાલ્યા. પછી ભીમપલ્લીપતિને જીતીને પાછા ફરતાં તે વટપુરમાં આવ્યા. રાજા કનકપ્રલે ફરીવાર તેના સત્કાર કર્યાં. જ્યારે તે ભેટ ધરવા આવ્યા ત્યારે મધુરાજા બાલ્યા કે, ‘તમારી બીજી ભેટ મારે જોઇતી નથી, માત્ર આ ચંદ્રાભા રાણી મને અપણુ કરો.’ તેની આવી માંગણીથી જ્યારે કનકપ્રલે પોતાની રાણી તેને આપી નહી. ત્યારે તે ખળાત્કારે ખેચી લઈ પોતાના નગરમાં ચાલ્યા ગયા. રાણીના વિયેાગથી વિધુર થયેલા કનકપ્રભ રાજા મૂર્છા ખાઈ પૃથ્વીપર પડચો. ઘેાડીવારે સાવધ થઈ ઉંચે સ્વરે વિલાપ કરવા લાગ્યા અને ઉન્મત્તની પેઠે આમતેમ ભમવા લાગ્યા.
અહી. મધુરાજા એક વખતે મ`ત્રીઓની સાથે ન્યાયના કાર્યમાં બેઠા હતો, તેમાં વખત ઘણા થવાથી તેને ચુકાદો કર્યા વગર રાજા ચદ્રાભાને મંદિરે ગયા. ચંદ્રાભાએ પૂછ્યું, ૧ ઈંદ્રની સરખો ઋદ્ધિવાળા.