SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ २६४ સગ ૫ મે જેમ પિતાનાં નેત્રોને બંધ કરતી હતી તેમ “કૃષ્ણ, કૃષ્ણ, બેલતી સતી પિતાના ઠપુટને પણ બંધ કરતી નહોતી. કૃષ્ણની તરફ મનવાળી ગોપાંગનાઓ દુધ દેહતી વખતે દુધની ધારાને પૃથ્વી પર પડતી પણ જાણતી નહતી. કૃષ્ણ જ્યારે પરા મુખ થઈને જતા હોય ત્યારે તેને પોતાની સામું જોવરાવવા માટે વગર કારણે તે ત્રાસ પામી હોય તેમ પોકાર કરતી હતી, કારણ કે તે ત્રાસ પામેલાનું રક્ષણ કરનારા હતા. કેટલી વખત સિંદુવારાદિ પુપની માળાઓ ગુંથી ગુંથીને ગોપીઓ પિતેજ સ્વયંવરમાળાની જેમ તે માળાઓને કૃષ્ણના હદયપર પહેરાવતી હતી. વળી જાણી જોઈને ગોપીઓ ગીત નૃત્યાદિકમાં ખલિત થતી હતી કે જેથી શિક્ષાના મિષે કૃષ્ણ આલાપ કરી બતાવે. વિકારને નહીં ગોપવી શકનારી ગેપી હરકોઈ પ્રકારે કૃષ્ણને બોલાવતી હતી અને તેને સ્પર્શ કરતી હતી. મયૂરપિચ્છનાં આભરણવાળા કૃષ્ણ ગેપીઓનાં ગાનથી અવિચ્છિન્નપણે પૂરતા કર્ણવાળા થયા સતા ગોપાળ ગુજરીને બોલતા હતા. જ્યારે કઈ પણ ગેપી યાચના કરતી ત્યારે કચ્છ અગાધ જળમાં રહેલાં કમળને પણ હંસની જેમ લીલામાત્રમાં તરીને લાવી આપતા હતા. બળરામને ગોપીઓ ઓળંભા આપતી હતી કે તમારા લઘુ ભાઈ દીઠા છતાં અમારાં ચિત્તને હિરે છે અને નથી દેખાતા ત્યારે અમારાં જીવિતને હરે છે. ગિરિશૃંગ પર બેસીને વેણુને મધુર સ્વરે વગાડતા અને નૃત્ય કરતા કૃષ્ણ બળરામને વારંવાર હસાવતાં હતા. જ્યારે ગોપીએ ગાતી હતી અને કૃષ્ણ નાચતા હતા ત્યારે બળરામ રંગાચાર્યની જેમ ઉભટપણે હસ્તતાળી દેતા હતા. આ પ્રમાણે ત્યાં ક્રીડા કરતા રામ કૃષ્ણને સુષમાં કાળની જેમ અત્યંત સુખમાં અગ્યાર વર્ષ વીતી ગયાં. અહીં સૂર્યપૂરમાં સમુદ્રવિજયની પ્રિયા શિવાદેવીએ એકદા શેષ રાત્રી બાકી રહી ત્યારે હાથી, વૃષભ, સિંહ, લક્ષ્મીદેવી, પુષ્પમાળ, ચંદ્ર, સૂર્ય, વજ, કુંભ, પદ્ધસરોવર, સમુદ્ર, વિમાન, રત્નપુંજ અને અગ્નિ એ ચૌદ મહા સ્વને દીઠાં. તે વખતે કાર્તિક કૃષ્ણ દ્વાદશીએ ચિત્રા નક્ષત્રમાં ચંદ્રને વેગ અર્થે સતે અપરાજિત વિમાનથી ચવીને શંખરાજાને જીવ શિવાદેવીની કુક્ષિમાં પુત્રપણે ઉત્પન્ન થયું. તે વખતે નારકીના જીને પણ સુખ થયું અને ત્રણ જગતમાં ઉદ્યોત થયું. “અરિહંતનો કલ્યાણકને વખતે અવશ્ય એ પ્રમાણે થાય છે.” પછી શિવાદેવીએ જાગીને સમુદ્રવિજય રાજાને તે સ્વપ્નની સર્વ વાત કહી બતાવી. સમુદ્રવિજયે સ્વપ્નાર્થ પૂછવાને માટે ક્રોડુકિને બોલાવ્યું, એટલે તે તરત આવ્યો. તેવામાં એક ચારણશ્રમણ સ્વયમેવ ત્યાં પધાર્યા; રાજાએ ઊભા થઈને તેમને વંદના કરી અને એક ઉત્તમ આસન પર બેસાડ્યા. પછી તે ક્રોડુકિને અને મુનિને રાજાએ સ્વપ્નનું ફળ પૂછયું. તેમણે કહ્યું કે તમારે ત્રણ જગતના પતિ એવા તીર્થકર પુત્ર થશે.” આ પ્રમાણે કહીને તે મુનિ ઉત્પતિ ગયા. રાજાને રાણી તેમની વાણીથી જાણે અમૃવવડે નાહ્યા હોય એમ અત્યંત હર્ષ પામ્યા તે દિવસથી દેવીની જેમ સુખને આપનાર અને પ્રત્યેક અંગમાં લાવણ્ય અને સૌભાગ્યના ઉત્કર્ષને આપનાર ગૂગર્ભને શિવાદેવીએ ધારણ કર્યો. અનુક્રમે ગર્ભસ્થિતિ પૂર્ણ થયે શ્રાવણ માસની શુકલ પંચમીની રાત્રિએ ચિત્રા નક્ષત્રમાં ચંદ્રનો યોગ આવ્યે છતે કૃષ્ણ વર્ણવાળા અને શંખના લાંછનવાળા પુત્રને શિવાદેવીએ જન્મ આપે. તે વખતે છપ્પન દિશાકુમારીએાએ પોતપોતાને સ્થાનકેથી ત્યાં આવીને શિવાદેવી અને જિબેંકનું પ્રસૂતિકર્મ કર્યું. પછી શક ઇંદ્ર ત્યાં આવી પાંચ રૂપ કર્યા, તેમાં એક રૂપવડે પ્રભુને હાથમાં ગ્રહણ કર્યા, બે રૂ૫ વડે ચામર વિંજવા લાગ્યા, એક રૂપવડે મસ્તક ઉપર ઉજજવળ છત્ર ધારણ કર્યું અને એક રૂપવડે હાથમાં વજ લઈને નાટકીઆની જેમ
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy