SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૮ મું ૨૪૯ સઘળા નિર્દય, નિલજ, નિ:સત્વ અને દુષ્ટ લોકોમાં નળરાજા એકજ મુખ્ય છે, કે જેણે પિતાની સતી સ્ત્રીને ત્યાગ કર્યો. પિતાની વિશ્વાસી અને મુગ્ધા સ્ત્રીને એકલી સુતી મૂકીને ચાલ્યા જતાં એ અલ્પમતિ નળરાજાને બે ચરણને કેમ ઉત્સાહ આવ્યો હશે ?” આ પ્રમાણે વારંવાર તે બોલવા લાગે, તેથી તેને સાંભળીને પિતાની દયિતાને સંભારતો નળરાજા નેત્રકમળમાં અનર્ગલ જળ લાવી રોવા લાગ્યા. બ્રાહ્મણે પૂછયું કે “તું કેમ રૂ છે?” એટલે તે બોલ્યો, તમારું કરૂણરસમય ગીત સાંભળીને રોઉં છું.” પછી કુબડે તે પ્લેકને અર્થ પૂછે, એટલે તે બ્રાહ્મણે ધૂતથી માંડીને કુંડિનપુર પહોંચવા સુધીની દવદંતીની બધી કથા કહી સંભળાવી. પછી કહ્યું-“અરે કુજ ! તું સૂર્યપાક રસેઈને કરનાર છે, એમ આ સુસુમાર નગરના રાજાના દૂતે આવીને અમારા ભીમ રાજાને કહ્યું. તે સાંભળી ભીમરાજાની પુત્રી દવદંતીએ પિતાના પિતાને પ્રાર્થના પૂર્વક કહ્યું કે “સૂર્ય પાક રસોઈ કરનાર નળ જ હોવા જોઈએ, બીજો કોઈ તેવો નથી, તેથી ભીમરાજાએ તને જેવા માટે મને મોકલ્યા છે, પણ તેને જોઈને મને વિચાર થાય છે કે- દુરાકૃતિવાળે તું કુબડો ક્યાં ! અને દેવતા સરખો રૂપવંત નળ રાજા ક્યાં ! કયાં ખજુવે ! અને કયાં સૂર્ય ! પણ અહીં આવતાં મને શુકન ઘણું સારાં થયાં હતાં, તેથી જો તું નળ રાજા ન હોય તે તે બધાં વ્યર્થ થાય છે.” આ પ્રમાણે તે બ્રાહ્મણની વાત સાંભળી દવદંતીનું હૃદયમાં ધ્યાન કરતે તે કુજ અધિક અધિક રૂદન કરવા લાગ્યા અને ઘણો આગ્રહ કરીને તે બ્રાહ્મણને પિતાને ઘેર લઈ ગયો. પછી તેને આ પ્રમાણે કહ્યું કે “મહાસતી દવદંતીની અને મહાશય નળરાજાની કથા કહેનારા એવા તારૂં કેવા પ્રકારે સ્વાગત કરું ?' એમ કહી સ્નાન ભોજન વિગેરેથી તેને સત્કાર કર્યો, અને દધિપણે આપેલાં આભરણુદિક તેને આપ્યાં. પછી તે કુશળ બ્રાહ્મણ કુશળક્ષેમ કુંડિનપુર પાછો ગયો અને દવદંતીને તેમજ તેના પિતાને પિતે જોયેલા કુબડાની સર્વ વાર્તા કહી. તેમાં મુખ્ય તેણે મન્મત્ત થયેલા હાથીને ખેદ પમાડી તેના પર આરોહણ કર્યું હતું, તેમજ સૂર્યપાક રસોઈ બનાવી હતી, અને તેને રાજાએ સુવર્ણમાળા, એક લાખ ટંક અને વસ્ત્રાલંકાર વિગેરે આપ્યાં હતાં તે વાર્તા કરી અને પોતે જે બે શ્લેક કહ્યા હતા અને કુબડે તેને સત્કારપૂર્વક જે કાંઈ આપ્યું હતું તે પણ જણાવ્યું. આ સર્વ સાંભળી વૈદીએ કહ્યું-“પિતાજી! નળરાજાનું આવું વિરૂ૫ રૂ૫ આહારદોષથી કે કર્મદિષથી થયું હશે; પરંતુ ગજશિક્ષામાં નિપુણતા, આવું અદ્દભુત દાન અને સૂર્ય પાક રસવતી એ નળરાજા વિના બીજાને હોયજ નહીં, માટે હે તાત! કઈ પણ ઉપાયથી એ કુજને અહી બોલાવો કે જેથી હું તેની ઇગિતાદિ ચેષ્ટાઓથી પરીક્ષા કરી લઈશ.” ભીમરાજા બોલ્યા-“હે પુત્રી ! તારે ખોટો સ્વયંવર માંડી દધિપણુ રાજાને બોલાવવાને પુરૂષને એકલું. તારે સ્વયંવર સાંભળી તે તરત અહીં આવશે, કારણકે તે તારામાં લુબ્ધ હતું અને તું નળને વરી ગઈ હતી. વળી દધિપર્ણની સાથે તે કુજ પણ આવશે, કારણકે તે જો નળરાજા હશે તો તેને બીજા વરને આપવાનું સાંભળી તે સહન કરી શકશે નહીં. વળી નળ અશ્વના હૃદયને જાણનાર છે, તેથી જ તે કુબડે નળ હશે તે રથને હતાં તે રથના અશ્વથી જ તે ઓળખી શકાશે, કેમકે જ્યારે તે રથ હાંકે છે, ત્યારે તેના પ્રેરેલા અ જાણે પવન જ અધમૂર્તિએ થયેલ હોય તેમ પવનવેગી થાય છે. વળી તેને આવવામાં દિવસ પણ નજીકને જણાવીશ કે જેથી નળ અહીં સત્વર આવે, કેમકે કઈ બીજે સાધારણ માણસ સ્ત્રીને પરાભવ સહન કરે નહીં, તો નળરાજા તે શી રીતે જ સહન કરે ?” ૪૨
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy