SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૮ મું ૨૩૩ આ સ્વપ્નને વિચાર કરતાં જરૂર હવે મારા પ્રાણેશ નળનું મને દર્શન થવું દુર્લભ છે.” આ પ્રમાણે સ્વપ્નના અર્થને વિચારી તે બુદ્ધિમતી બાળાએ ચિંતવ્યું કે “મારું રાજ્ય અને પતિ બંને ગયાં.” પછી તે તારાચના લલનાએ મુક્તકંઠે લાંબા સ્વરથી રૂદન કરવા માંડયું. ‘દુર્દશામાં પડેલી સ્ત્રીઓને દૌર્ય ગુણ ક્યાંથી હોય?” “અરે નાથ ! તમે મને કેમ છેડી દીધી? શું હું તમને ભારરૂપ થઈ પડત? “સપને પિતાની કાંચળીને કદિ પણ ભાર લાગતો નથી.” જો તમે મશ્કરી કરવાને કઈ વેલના વનમાં સંતાઈ ગયા છે તે હવે પ્રકટ થાઓ, કેમકે લાંબા કાળ સુધી મશ્કરી કરવી તે પણ સુખને માટે થતી નથી. હે વનદેવતાઓ ! હું તમને પ્રાથું છું કે તમે મારા પર પ્રસન્ન થાઓ અને મારા પ્રાણેશને કે તેણે પવિત્ર કરેલા માર્ગને બતાવે. હે પૃથ્વી! તું પાકેલા કાકડીના ફળની જેમ બે ભાગે થઈ જા, કે જેથી હું તારા દીધેલા વિવરમાં પ્રવેશ કરી સુખી થાઉં.” આ પ્રમાણે વિલાપૂર્વક રૂદન કરતી વૈદભ જળવડે નીકની જેમ અશ્રુજળથી અરણ્યનાં વૃક્ષને સિંચન કરવા લાગી, જળમાં કે સ્થળમાં, છાયામાં કે તડકામાં જાણે જવરાર્તા હોય તેમ તે દવદંતીને નળરાજા વિના જરા પણ સુખ થયું નહીં. પછી તે ભીમસુતા અટવીમાં ભમવા લાગી, તેવામાં વસ્ત્રના છેડા ઉપર લખેલા અક્ષરે તેના જોવામાં આવ્યા એટલે તત્કાળ હર્ષથી નેત્ર વિકસ્વર કરીને તે વાંચવા લાગી. વાંચીને તેણીએ વિચાર્યું કે “જરૂર પ્રાણેશના હૃદયરૂપ પૂર્ણ સરોવરમાં હું હંસલી તુલ્ય છું, નહીં તે મને આવા આદેશરૂપ પ્રસાદનું સ્થાન શા માટે કરે ? માટે આ પતિના આદેશને હું ગુરૂનાં વચનથી પણ અધિક માનું છું. આ આદેશ પ્રમાણે વર્તાવાથી મારો આ લોક અતિ નિર્મળ થશે, માટે ચાલ, હું સુખવાસના કારણરૂપ પિતાને ઘેર જાઉં, પણ પતિ વિના સ્ત્રીઓને પિતૃગૃહે પણ પરાભવનું સ્થાન છે. જે કે મેં પ્રથમ પતિની સાથે જવાને ઈચ્છયું હતું, પણ તે યોગ બને નહીં, પરંતુ હવે પતિની આજ્ઞાને વશ થઈને પિતૃગૃહે જવું એજ યુક્ત છે.” આવો વિચાર કરી વૈદભીએ પેલા વડને માર્ગે ચાલવા માંડયું. જાણે નળરાજા સાથે હોય તેમ તેના અક્ષરોને જોતી જોતી તે માર્ગે ચાલી. માર્ગમાં વ્યાધ્રો મુખ ફાડી દવદંતીને ખાવાને ઉદ્યમવંત થતા હતા, પણ અગ્નિની જેમ તેની સમીપે જઈ શકતા નહી. તે ત્વરાથી ચાલતી ત્યારે રાફડાના મુખમાંથી મોટા સર્પો નીકળતા, પણ જાણે મૂર્તિમાન્ જાંગુલી વિદ્યા હોય તેમ તેની પાસે જઈ શકતા નહીં. જેઓ બીજા હાથીની શંકાથી પિતાની છાયાને પણ દાંતથી ભેદતા હતા એવા ઉમત્ત હાથીઓ પણ સિંહણની જેમ તેણીથી દૂરની દૂર ઉભા રહેતા હતા. એવી રીતે માર્ગમાં ચાલતી વૈદભીને બીજા કઈ પણ ઉપદ્રવ થયા નહીં. “જે સ્ત્રી પતિવ્રતા હોય છે તેનું સર્વત્ર કુશળ થાય છે.” . એ રાજરમણીના કેશ ભિલ્લની સ્ત્રીની જેમ અત્યંત વિશે ધૂળ થઈ ગયા હતા, જાણે તરતમાં જ સ્નાન કર્યું હોય તેમ તેનું સર્વ અંગ પ્રસ્વેદ જળથી વ્યાપ્ત થયેલું હતું, માર્ગમાં કરીર અને બેરડી વિગેરે કંટકી વૃક્ષો સાથે ઘર્ષણ થવાથી તેના શરીરમાંથી ગુંદરવાળા સલ્લકી વૃક્ષની જેમ ચિતરફ રૂધિર નીકળતું હતું, અને શરીર પર માર્ગની રજ ચાંટવાથી જાણે બીજી ત્વચાને ધરતી હોય તેવી દેખાતી હતી, તો પણ દાવાનળથી ત્રાસ પામેલી હાથણીની જેમ તે ત્વરાથી ચાલતી હતી, એવી રીતે ચાલતાં માળમાં અનેક ગાડા વિગેરેથી સંકીર્ણ એવો એક મોટી સમૃદ્ધિવાળે સાર્થ જાણે કઈ રાજાની છાવણી હોય તેમ પડાવ કરીને પડેલે તેની દષ્ટિએ પડ્યો.તે ને જઈ વૈદભએ વિચાર્યું કે “આ કોઈ સાથે પડેલે જણાય છે, તે જે મને ૩૦
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy