SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ સર્ગ ૩ જે થયાં. ત્યાંથી આર્ત અને રૌદ્ર ધ્યાન વગર મૃત્યુ પામીને તેઓ ક્ષીરહિંડીર અને ક્ષીરપિંડી નામે દાંપત્યપણાથી શોભતાં દેવી દેવતા થયાં. ત્યાંથી ચવીને ક્ષીરડિડીર દેવતા આ ભરતક્ષેત્રમાં કોશલ નામના દેશમાં કેશલા નગરીને વિષે ઈક્વાકુ કુળમાં જન્મ પામેલ નિષધ રાજાની સુંદર રાણીની કુક્ષિથી નળ નામે પુત્ર થયા. તે રાજાને બીજે કુબર નામે પણ તેનાથી નાના પુત્ર થયા. - અહીં વિદર્ભ દેશમાં કંડિન નામે નગર છે. તેમાં ભયંકર પરાક્રમવાળે ભીમરથ નામે રાજા છે, તેને પિતાની અતિ શ્રેષ્ઠ રૂપસંપત્તિથી સ્વર્ગની સ્ત્રીઓને પણ તિરસ્કાર કરનાર પુષ્પદંતી નામે એક નિષ્કપટી રાણી છે, ધર્મ તથા અર્થના વિરોધ વગર કામ પુરૂષાર્થને સાધતે તે રાજા તેની સાથે નિર્વિદને સુખભેગ ભેગવતો હતો. અન્યદા શુભ સમયે ક્ષીરડિડીરા દેવલોકમાંથી ત્ર્યવીને પુષ્પદંતી રાણીના ઉદરમાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. તે વખતે મનહર શય્યામાં સુખે સુતેલી રાણીએ રાત્રીનું અવસાને શુભ સ્વપ્ન જોઈને રાજાને જણાવ્યું કે. હે સ્વામિના આજે રાત્રીએ સુખે સતાં સ્વપ્નમાં વનાગ્નિએ પ્રેરેલે એક વેત હસ્તી આપના યશસમૂહ જે ઉજજવળ આપના ઘરમાં આવતે મેં દીઠે છે. આ પ્રમાણે સાંભળીને સર્વ શાસ્ત્રરૂપ સાગરના પારગામી એવા રાજાએ તેને કહ્યું કે, હે દેવી! આ સ્વપ્નથી એમ જણાય છે કે કઈ પુણ્યાત્મા ગર્ભ આજે તમારા ઉદરમાં આવીને ઉત્પન્ન થયો છે. આ પ્રમાણે રાજા રાણી વાર્તા કરતાં હતાં, તેવામાં જાણે દેવલોકમાંથી ચવીને રાવણ હસ્તી આવ્યો હોય તેવો કઈ વેત હતી ત્યાં આવ્યા. રાજાના પુણ્યથી પ્રેરાયેલું હોય તેમ તે હસ્તીએ તત્કાળ રાજાને રાણી સહિત પોતાના સ્કંધ ઉપર ચડાવ્યાં અને નગરજનોએ પુષ્પમાલાદિકે પૂજેલ તે હાથી આખા નગરમાં ભમીને પાછો મહેલ પાસે આવે અને ત્યાં તે રાજદંપતીને ઉતાર્યા. પછી તે ગજેન્દ્ર પિતાની મેળેજ બંધન સ્થાનમાં આવીને ઊભે રહ્યો. તે વખતે દેવતાઓએ રત્ન અને પુષ્પની વૃષ્ટિ કરી. રાજાએ સુગંધી ચક્ષકદ્દમથી તે હાથીને આખા શરીર પર વિલેપન કરી ઉત્તમ પુષ્પોથી અર્ચન કરીને તેની આરતી ઉતારી. ગર્ભકાળ પૂર્ણ થતાં વ્યતીપાત પ્રમુખ અપગથી અદૂષિત એવા દિવસે મેઘમાળા જેમ વિદ્યુતને જન્મ આપે તેમ રાણીએ એક કન્યારત્નને જન્મ આપ્યું. મહાપુરૂષના વક્ષ:સ્થળમાં શ્રી વત્સના ચિહની જેમ એ કન્યાના લલાટમાં સૂર્યના જેવું તેજસ્વી તિલક જન્મની સાથેજ સહજ પ્રગટ થયેલું હતું. તે કન્યા પોતે સ્વભાવથીજ તેજસ્વી હતી, પણ તે તિલકથી સુવર્ણની મુદ્રિકા જેમ ઉપર જડેલા રનથી ચળકે તેમ વિશેષ ચળકતી હતી. તે પુત્રીના જન્મના પ્રભાવથી અતુલ્ય પરાક્રમી ભીમરથ રાજાના ઉગ્ર શાસનને અનેક રાજાઓ મસ્તક પર ધારણ કરવા લાગ્યા. જ્યારે તે કન્યા ઉદરમાં હતી ત્યારે રાણીએ દાવાનળથી ભય પામીને આવેલા શ્વેત દંતી (હસ્તી)ને જે હતો, તેથી કુંડિત પતિએ પૂર્ણ પાસે તે કન્યાનું દવદંતી એવું નામ પાડયું. જે નામ સર્વત્ર હર્ષ સંપત્તિના નિધાન તુલ્ય થઈ પડયું. જેના મુખના સુગંધી નિ:શ્વાસ ઉપર ભ્રમરાની શ્રેણી ભમી રહી છે એવી એ બાળા દિવસે દિવસે વધતી સિંખણ ગતિએ ચાલવા લાગી. જેનું મુખકમળ સુંદર છે એવી એ બાળા એક પુષ્પથી બીજા પુપર ભ્રમરી જાય તેમ પિતાની સંપન્ન (ઓરમાન) માતાઓના પણ એક હાથથી બીજા હાથ ઉપર સંચાર કરવા લાગી. અંગુઠો અને મધ્ય આંગળીની ચપટીના નાદથી તાળ ૧ એનું જ “દમયંતી” એવું બીજું નામ હતું.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy