SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૮ મું ૨૧૫ ઉદ્યાનમાં દેવાંગનાઓની સાથે લક્ષ્મીદેવી અહંત પ્રભુની આગળ રાસ રમી હતી, તેથી આ ઉદ્યાનનું નામ લક્ષ્મીરમણ પડેલું છે. પછી વસુદેવે તે ઊંચા પ્રાસાદોમાં જઈને શ્રી અહંત પ્રભુની પ્રતિમાને દિવ્ય ઉપહારવડે પૂજીને ભાવપૂર્વક વંદના કરી. તેવામાં વસુદેવે ત્યાં એક વિમાન ઊતરતું દીઠું. તે વિમાનમાં ચારે તરફ રત્નો જડયાં હતાં, અને જાણે જંગમ મેરૂગિરિ હોય તેવું દેખાતું હતું. લાખો પતાકાથી લક્ષિત તે વિમાન પલવિત વૃક્ષના જેવું લાગતું હતું; સમુદ્રની જેમ અનેક હાથી, મગર અને અનાં ચિત્રોથી તે ભરપૂર હતું. કાંતિવડે સૂર્યમંડળને તેજનું પાન કરતું હતું. મેઘનાદ સહિત આકાશની જેમ બદિજનના કોલાહળથી અકળ હતું. માંગળિક વાજિંત્રના ઘોષથી મેઘગર્જનાને પણ તિરસ્કાર કરતું હતું, અને તેણે ત્યાં રહેલી સર્વ વિદ્યાધરોને ઊંચી ગ્રીવા કરાવી હતી. એ વિમાનને જઈ વસુદેવે પિતાની પાસે રહેલા કઈ દેવને પૂછયું કે ઇદ્રની જેમ કયા દેવનું આ વિમાન આવે છે તે કહો.” દેવે કહ્યું કે-આ ધનકુબેરનું વિમાન છે અને તેમાં બેસીને કુબેર પિતે કોઈ મોટા કારણથી આ ભૂલેકમાં આવે છે. તે આ રૌત્યમાં અહંતપ્રતિમાની પૂજા કરીને પછી તરત જ કનકવતીનો સ્વયંવર જોવાની ઈચ્છાથી ત્યાં જશે.” તે સાંભળી વસુદેવે ચિંતવ્યું કે “અહા ! આ કનકવતીને પણ ધન્ય છે કે જેના સ્વયંવરમાં દેવતાઓ પણ આવે છે. પછી કુબેરે વિમાન ઉપરથી ઊતરી શ્રી અહંતની પ્રતિમાને પૂછ વંદના કરી અને પ્રભુ પાસે સંગીત પણ કર્યું. તે સર્વ જોઈ વસુદેવે ચિરકાળ નિવૃત્તિપૂર્વક ચિંતવ્યું કે “અહો ! મહાત્મા અને પરમ આહંતુ એવા આ પુણ્યવાન્ દેવને ધન્ય છે, અને અહો ! આવા મહા પ્રભાવવાળા શ્રીમત્ અહંતનાં શાસનને પણ ધન્ય છે. તેમ જ આવું અદ્દભુત વૃત્તાંત જેને દષ્ટિગોચર થયું છે એવા મને ધન્ય છે.” પછી કુબેર અહંતની પૂજા સમાપ્ત કરી, રૌત્યની બહાર નીકળીને યથારૂચિ ચાલે, તેવામાં તેણે વસુદેવને દીઠા, તેથી તે વિચારમાં પડી કે “આ પુરૂષની કઈ લોકોત્તર કૃતિ છે કે જેવી આકૃતિ દેવતાઓમાં. અસુરોમાં અને ખેચમાં પણ જોવામાં આવતી નથી.” પછી એવી અનુપમ સુંદર આકૃતિવાળા વસુદેવને કુબેરે સંભ્રમ સહિત વિમાનમાં બેઠા બેઠા અંગુળીની સંજ્ઞાથી બોલાવ્યા. ‘હું મનુષ્ય છું અને આ પરમ આહંતુ અને મહદ્ધિક દેવ છે' એવો વિચાર કરતા કરતા અભીરૂ અને કૌતુકી વસુદેવ તેની પાસે ગયા. સ્વાર્થમાં તૃષ્ણવાળા ધનદે વસુદેવને મિત્રની જેમ પ્રિય આલાપ વિગેરેથી સત્કાર કર્યો, એટલે પ્રકૃતિથીજ વિનીત અને સત્કાર કરાયેલા વસુદેવે અંજલિ જોડીને તેને કહ્યું કે “આજ્ઞા આપ, શું કામ કરું ?” કુબેરે શ્રવણને સુખ આપે તેવી મધુર વાણીએ કહ્યું “મહાશય ! બીજાથી ન સધાય તેવું મારું દૂતપણુનું કાર્ય સાધ્ય કરે. આ નગરમાં હરિશ્ચન્દ્ર રાજાને કનકવતી નામે એક પુત્રી છે, તેની પાસે જઈ મારી વતી કહો કે દેવરાજ ઈદ્રના ઉત્તર દિશાના પતિ (કપાળ) કુબેર તને પરણવાને ઈચ્છે છે, તેથી હું માનુષી છે, તે છતાં દેવી થા.” મારા અમેઘ વચનથી તુ પવનની જેમ અખલિતપણે તે કનકાવતીથી વિભૂષિત એવા પ્રદેશમાં જઈ શકીશ.” પછી વસુદેવે પિતાના આવાસમાં જઈ દિવ્ય અલંકાર વિગેરે તજી દઈ એક દૂતને લાયક એ મલિન વેષ ધારણ કર્યો. એવા વેષને ધારણ કરીને જતાં વસુદેવને જોઈ કુબેરે કહ્યું, “હે ભદ્ર ! તેં સુંદર વેષ કેમ છોડી દીધું ? સર્વ ઠેકાણે આડંબરજ પૂજાય છે.” વસુદેવે કહ્યું “મલિન કે ઉજજવલ વેષનું શું કામ છે” દૂતપણાનું મંડન તો વાણી છે અને તે વાણી મારામાં છે. તે સાંભળી કુબેર બેલ્યો ‘જા, તારું કલ્યાણ થાઓ. ! પછી વસુદેવ નિઃશંકપણે હરિશ્ચન્દ્ર રાજાના ગૃહાંગણમાં આવ્યા અને અટ્ટિ
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy