SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ સ૩ જે આલાપ કરાવતી હતી. કેશને ગુંથાવતી, કુંડળને હલાવતી અને નૂપુરને વગાડતી એ બાળા જાણે બીજી મૂર્તિધારી રામાં હોય તેમ રત્નજડિત કંદુકથી કીડા કરતી હતી; અને હમેશાં કૃત્રિમ બાળકે (રમકડાં) થી રમતી તે રાજકુમારી પ્રફુલ્લિત નેત્રવાળી તેની માતાને ઉત્કૃષ્ટ હર્ષ આપતી હતી. અનુક્રમે મુગ્ધતાથી મધુર એવા બાલ્યવયને છોડી તે કનકવતી કળાકલાપ ગ્રહણ કરવાને યોગ્ય થઈ એટલે હરિશ્ચંદ્ર રાજાએ તેને કળા ગ્રહણ કરાવવાને માટે શુભ દિવસે કઈ ગ્ય કળાચાર્યને સેંપી થોડા સમયમાં જાણે લિપિને સજનારી હોય તેમ તેણે અઢારે પ્રકારની લિપિઓ જાણી લીધી, શબ્દશાસ્ત્ર પોતાના નામની જેવું કંઠસ્થ કર્યું, તર્કશાસ્ત્રના અભ્યાસથી ગુરૂને પણ પત્રદાન કરવાને સમર્થ થઈ, છંદ તથા અલંકારશાસ્ત્રરૂપ સમની પારગામી થઈ, છએ ભાષાને અનુસરતી વાણી બોલવામાં તેમજ કાવ્યમાં કુશળ થઈ, ચિત્રકર્મથી સર્વને આશ્ચર્ય પમાડવા લાગી અને પુસ્તકમ માં પ્રગ૯ભ બની, ગુપ્ત ક્રિયાપદ અને કારકવાળાં વાકાને જાણનારી થઈ પ્રહેલિકા–સમસ્યામાં વાદ કરવા લાગી, સર્વ જાતનાં ધૂત (રમતો) માં દક્ષ થઈ, સારણ્ય કરવામાં કુશળ થઈ, અંગસંવાહનમાં કાબેલ થઈ, રસવતી બનાવવાની કળામાં પ્રવીણ બની, માયા અને ઈદ્રજાળ વિગેરે પ્રગટ કરવામાં નિપુણ થઈ, તેમજ વિવિધ વાદ્ય-સંગીતને બતાવવામાં આચાર્ય જેવી થઈ ટૂંકામાં કઈ એવી કળા બાકી ન રહી કે જેને તે રાજબાળા જાણતી ન હોય. લાવણ્યજળની સરિતારૂપ અને નિર્દોષ અંગવાળી એ બાળા અનુક્રમે પૂકા સર્વ કળાકલાપને સફળ કરનાર યૌવનવયને પ્રાપ્ત થઈ. તેને જોઈ તેનાં માતપિતા વરની શોધમાં તત્પર થયાં. જ્યારે કોઈ યોગ્ય વર મળે નહીં, ત્યારે તેમણે સ્વયંવરનો આરંભ કર્યો. એક વખતે તે મૃગાક્ષી બાળા પિતાના મહેલમાં સુખે બેઠી હતી, તેવામાં અકસ્માત એક રાજહંસને ત્યાં આવેલું છે. તેની ચાંચ, ચરણ અને લોચન અશેકવૃક્ષનાં પલ્લવ જેવા રાતાં હતાં, પાંડવને લીધે નવીન સમુદ્રફીણના પિંડથી તે બનેલું હોય તેમ દેખાતો હતો. તેની ગ્રીવા ઉપર સુવર્ણની ઘુઘરમાળ હતી, શબ્દ મધુર હતો અને તેની રમણીક ચાલથી જાણે નૃત્ય કરતો હોય તેમ લાગતો હતો. તેને જોઈ રાજબાળ વિચારવા લાગી કે–“જરૂર આ રાજહંસ કઈ પુણ્યવાન્ પુરૂષના વિદનું સ્થાન છે, કેમકે સ્વામીના સ્વીકાર પક્ષીને આભૂષણ કયાંથી હોય ? આ હંસ ગમે તે હોય પણ તેની સાથે વિનોદ કરવાને મારૂ મન ઉકઠા ધરે છે.” પછીતે હંસ તેના ગોખમાં લીન થયો, એટલે તે હંસગામિની બાળાએ લક્ષ્મીના માંગલ્યચામર જેવા તે હંસને પકડી લીધે. પછી તે પદ્માક્ષી સુખસ્પર્શવાળા પિતાના કરકમળથી કીડાકમળની જેમ તે મરાળને રમાડવા લાગી. શિરીષ જેવા કોમળ હાથથી તેણે બાળકના કેશપાશની જેમ તેના નિર્મળ પિંછાના કેશને માજિત કર્યા. પછી કનકવતીએ સખીને કહ્યું કે “હે સખિ ! એક કાષ્ઠનું પિંજર લાવ કે જેમાં હું આ પક્ષીને ક્ષેપન કરૂં, કારણકે પક્ષીઓ તે વિને એક ઠેકાણે સ્થાયી રહેતાં નથી.” કનકવતીના કહેવાથી તેની સખી કાષ્ઠનું પિંજર લેવા ગઈ, એટલે તે રાજહંસ માનુષી વાણીથી આ પ્રમાણે બે -“હે રાજપુત્રી ! તું ચતુર છે, તે છતાં મને પિંજરામાં કેમ પૂરે છે ? મને છોડી દે, હું તને એક પ્રિયના ખબર આપું.” આ પ્રમાણે રાજહંસને માનુષી વાણી બોલતો જોઈ રાજકુંવરી વિસ્મય પામી અને પ્રિય અતિથિની જેમ તેને ગૌરવવાથી આ પ્રમાણે કહ્યું-“હે હંસ ! તું તે ઉલટ પ્રસાદપાત્ર થ; માટે તે પ્રિય કેણ છે, તે કહે.” ૧. વિજય પત્ર લાવી આપવાને ૨ મૃત્તિકા પિષ્ટાદિકનાં પુતળાંઓ વિગેરે બનાવવાની કળા.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy