________________
સગ ૨ જો
૨૦૮
આશ્રમમાં લઇ જઈ તેની સાથે ક્રીડા કરી, તે વખતે ગૌતમે આવી વિદ્યારહિત થયેલા પુરૂહૂતના લિંગને છેદી નાખ્યું.” આ પ્રમાણેની હકીકત જોઈ વસુદેવ ભય પામી ગયા; તેથી રાજકુમારી પ્રિય‘ગુસુ દરીની પાસે ગયા નહીં. રાત્રે વસુદેવ બંધુમતી સા થે સૂઈ ગયા. તે રાત્રિમાં નિદ્રાના ભગ થતાં એક દેવી તેમના જોવામાં આવી, એટલે ‘આ કાણુ હશે ?’એમ તે ચિંતવવા લાગ્યા. તેટલામાં અરે ! વત્સ ! શુ' ચિ'તવે છે ?' એમ ખેલતી તે દેવી તેને હાથ પકડીને તેને અશેાક વનમાં લઈ ગઈ. ત્યાં જઈ ને કહ્યું કે-“સાંભળેા ! આ ભરતક્ષેત્રમાં શ્રીચંદન નામે નગરમાં અમોઘરેતા નામે રાજા હતા, તેને ચારૂમતિ નામે પ્રિયા હતી. તેમને ચાચંદ્ર નામે એક પુત્ર થયા હતા, તે નગરમાં અનંતસેના નામે એક વેશ્યા હતી, તેને કામપતાકા કરીને એક સુલેાચના પુત્રી હતી. એક વખતે રાજાએ યજ્ઞ કર્યાં તેમાં ઘણા તાપસા આવ્યા. તેએમાં કૌશિક અને નૃષિંદુ એ ઉપાધ્યાય હતા. તેઓ ખ'નેએ આવી રાજાને કેટલાંક ફળ અર્પણ કર્યા, રાજાએ પૂછ્યું. ‘આવાં ફળ કથાંથી લાવ્યા ?' એટલે તેઓએ રિવ‘શની ઉત્પત્તિ વખતે આવેલા કલ્પવૃક્ષની બધી કથા પ્રથમથી કહી સ’ભળાવી. તે વખતે રાજસભામાં કામપતાકા વેશ્યા નૃત્ય કરતી હતી, તેણીએ કુમાર ચાચંદ્ર અને કૌશિક મુનિનું મન હરી લીધું. યજ્ઞ પૂર્ણ થયા પછી કુમારે કામપતાકાને પોતાને સ્વાધીન કરી. પછી કૌશિક તાપસે રાજાની પાસે આવી તે વેશ્યાની માગણી કરી, એટલે રાજાએ કહ્યું કે, ‘તે વેશ્યાને કુમારે ગ્રહણ કરી છે અને તે શ્રાવિકા છે માટે એક પતિ સ્વીકાર્યા પછી બીજા પતિને ભજતી નથી, આ પ્રમાણે રાજાએ તેને ના કહી તેથી કૌશિક તાપસે ક્રાધ કરી શાપ આપ્યા કે–કુમાર જ્યારે તેની સાથે ક્રીડા કરશે ત્યારે અવશ્ય મૃત્યુ પામશે.’ મહામતિ રાજા અમાઘરેતાએ આવા કારણથી વૈરાગ્ય પામી પોતાના પુત્ર ચારૂચ'દ્રને રાજ્ય આપી પેાતે તાપસ થઈ વનમાં નિવાસ કર્યાં. તે વખતે અજ્ઞાતગર્ભા રાણી પણ તેની સાથે વનમાં ગઈ. કેટલેક કાળે ગભ પ્રગટ થયા, એટલે તેણીએ પતિની શંકા છેદવાને પ્રથમથી ગભ હાવાની વાત કહી બતાવી. પછી તેણીએ ઋષિદ્રત્તા નામની કન્યાને જન્મ આપ્યા. તે કન્યા અનુક્રમે કેાઈ ચારણ મુનિની પાસે શ્રાવિકા થઈ. તે યૌવનવયને પ્રાપ્ત થઈ તેવામાં તેની માતા અને ધાત્રી મૃત્યુ પામી ગઈ. એક વખતે શિલાયુધ રાજા મૃગયા કરવાને તે તરફૂ આવ્યા. તે ઋષિદત્તાને જોઈ કામવશ થઈ ગયા. પછી તેનું આતિથ્ય સ્વીકારી રાજા ત્યાં રહ્યો અને તે બાળાને એકાંતમાં લઇ જઈને વિવિધ પ્રકારે તેની સાથે સભાગક્રીડા કરી. તે વખતે ઋષિદત્તાએ શિલાયુધને કહ્યું કે હું ઋતુસ્નાતા છું, તેથી જો દિ આજે મને ગર્ભ રહ્યો તા આ કુળવાન્ કન્યાની શી ગતિ થશે ?” રાજાએ કહ્યું, ‘હુ ઇક્ષ્વાકુ વંશના રાજા છું, શ્રાવસ્તી નગરીમાં મારુ રાજ્ય છે અને શતાયુધ રાજાને પુત્ર શિલાયુધ એવા નામથી હું પ્રખ્યાત છું. જો તારે પુત્ર થાય તે તું તેને શ્રાવસ્તી નગરીમાં મારી પાસે લાવજે, હું તેને રાજા કરીશ.’ આ પ્રમાણે રાજા કહેતો હતો, તેવામાં તો તેનુ સૈન્ય આવી પહેાંચ્યુ. એટલે ઋષિદત્તાની રજા લઇને રાજા પોતાને સ્થાનકે ગયા. તેણીએ આ વાર્તા પેાતાના પિતાને જણાવી. અનુક્રમે તેને પુત્રને પ્રસવ થયા. તે પ્રસવમાંથી રાગ થતાં ઋષિદત્તા મૃત્યુ પામી, અને જવલનપ્રભ નાગેન્દ્રની અગ્રહિષી થઈ. પુત્રીના મરણથી તેના પિતા અમારુંતા તાપસ તેના પુત્રને હાથમાં લઈને સામાન્ય લેાકની જેમ ઘણું રૂદન ક૨વા લાગ્યા. હુ· જે જ્વલનપ્રભ નાગે...દ્રની સ્ત્રી થઇ હતી, તે અવધિજ્ઞાનથી તે સર્વ હકીકત જાણી મૃગરૂપે ત્યાં આવી, અને સ્તનપાન કરીને તે પુત્રને ઉછેર્યા. તેથી તે “એણીપુત્ર” એવા નામથી વિખ્યાત થયા. પેલેા કૌશિક તાપસ મૃત્યુ પામીને મારા પિતાના આશ્રમમાં વિષ સ` થયા. તે ક્રૂર સર્પ મારા પિતાને દંશ કર્યા, પણ મેં આવીને વિષે ઉતાર્યુ