SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ પર્વ ૮ મું ન્યાને હાથી પાસેથી છોડાવી છે, તેથી પૂર્વની સર્વ વાતની ખાત્રી થઈ છે, તેથી તમને તેડી લાવવા માટે મને મોકલી છે, માટે ત્યાં પધારે અને તે રાજકન્યાને પરણે.” પછી વસુદેવ તેની સાથે રાજમંદિરમાં ગયા અને સોમશ્રીને પરણીને તેની સાથે યથેચ્છ ક્રીડા કરવા લાગ્યા. એક વખત વસુદેવ સૂઈને ઊઠયા, ત્યાં તે મૃગાક્ષી રાજબાળા તેમના જોવામાં આવી નહીં, એટલે કરૂણ સ્વરે રૂદન કરતા તે ત્રણ દિવસ સુધી શૂન્ય ચિરો રાજમહેલમાં જ બેસી રહ્યા. પછી શેકનિવારણને માટે તે ઉપવનમાં ગયા. ત્યાં સોમશ્રીને જોઈને વસુદેવે કહ્યું કે “અરે માનિનિ ! તું મારા ક્યા અપરાધથી આટલીવાર સુધી જતી રહી હતી?” સોમશ્રી બેલી-“હે નાથ ! તમારે માટે મેં એક વિશેષ નિયમ લીધેલ હતો, તેથી હું ત્રણ દિવસ સુધી મૌન વ્રત ધરીને રહી હતી. હવે આ દેવતાની પૂજા કરીને તમે ફરીવાર મારું પાણિગ્રહણ કરે. જેથી મારો નિયમ પ્રરે થાય. કેમકે આ નિયમનો એ વિધિ છે. પછી વસુદેવે તે પ્રમાણે કર્યું. ત્યાર બાદ તે રાજકન્યાએ “આ દેવની શેષા છે એમ કહી વસુદેવને મદિરાપાન કરાવ્યું, અને કાંદપિક દેવની જેમ તેમની સાથે અત્યંત રતિસુખ ભોગવ્યું, વસુદેવ રાત્રે તેની સાથે સૂતા. જ્યારે તે નિદ્રામાંથી જાગ્રત થયા અને જોયું તો તેણે સોમશ્રીને બદલે બીજી સ્ત્રીને દીઠી. વસુદેવે તેને પૂછ્યું કે હે સુબ્ર? તું કોણ છે?” તે બોલી-“દક્ષિણ શ્રેણિમાં આવેલા સુવર્ણભ નામના નગરમાં ચિત્રાંગ નામે રાજા છે, તેને અંગારવતી નામે રાણી છે, તેમને માનસંગ નામે પુત્ર છે અને વેગવતી નામે હું પુત્રી છું. ચિત્રાંગ રાજાએ પુત્રને રાજ્ય આપીને દીક્ષા લીધી છે. હે સ્વામિન્ ! તે મારા ભાઈ માનસવેગે નિર્લજજ થઈને તમારી સ્ત્રી સોમશ્રીનું હરણ કર્યું છે. મારા ભાઈ એ રતિને માટે મારી પાસે અનેક પ્રકારનાં ચાટુ વચનવડે ઘણું કહેવરાવ્યું, તો પણ તમારી મહાસતી સ્ત્રીએ તે વાત સ્વીકારી નહીં. પછી તેણી એ મને સખી કરીને માની અને તમને તેડવા માટે મને અહીં મેકલી. હું અહીં આવી એટલે તમને જોઈ કામ પીડિત થઈ તેથી આ કાર્ય કર્યું છે. હવે મારા જેવી કુલીન કન્યાને તમે વિવાહપૂર્વક પતિ થયા છે. પ્રાત:કાળે વેગવતીને જેઈને સર્વ લોકે વિસ્મય પામ્યા. પતિની આજ્ઞાથી તેણીએ સોમશ્રીના હરણની વાર્તા લોકોને જણાવી. એકદા રાત્રિએ વસુદેવ રતિશ્રાંત થઈને સૂતા હતા, તેવામાં અતિ વેગવાળા માનસવેગે આવીને તેનું હરણ કર્યું. તે જાણવામાં આવતાં વસુદેવે તે ખેચરના શરીર પર મુષ્ટિના પ્રહાર કરવા માંડ્યા. તેથી પીડિત થયેલા માનવેગે વસુદેવને ગંગાના જળમાં નાખી દીધા. ત્યાં ચંડવેગ નામનો એક ખેચર વિદ્યા સાધતો હતો, તેના સ્કંધ ઉપર વસુદેવ પડ્યા, પણ તે તે તેની વિદ્યા સાધ્ય થવાને કારણભૂત થઈ પડ્યા. તેણે વસુદેવને કહ્યું કે “મહાત્મન્ ! તમારા પ્રભાવથી મારી વિદ્યા સિદ્ધ થઈ છે, માટે કહો, તમને શું આપું !” તેના કહેવાથી વસુદેવે આકાશગામિની વિદ્યા માગી, ખેચરે તત્કાળ તે વિદ્યા તેને આપી. પછી વસુદેવ કનખલ ગામના દ્વારમાં રહી સમાહિત મને તે વિદ્યા સાધવા લાગ્યા. ચંડવેગ ત્યાંથી ગયો તેવામાં વિઘદ્વેગ રાજાની પુત્રી મદનવેગ ત્યાં આવી તેણે વસુદેવકુમારને જોયા તેને જોતાં જ તે કામ પીડિત થઈ તેથી તત્કાળ વસુદેવને વૈતાઢય પર્વત ઉપર લઈ જઈ કામદેવની જેમ પુષ્પશયન ઉદ્યાનમાં મૂક્યા. પછી તેણે અમૃતધાર નગરમાં પ્રવેશ કર્યો. પ્રાતઃકાળે તેના ત્રણ ભાઈઓએ આવી વસુદેવને નમસ્કાર કર્યો. તેમાં પહેલે
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy