________________
સગર જો
વસુદેવ ચરિત્ર.
આ ભરતક્ષેત્રમાં મથુરા નામે એક શ્રેષ્ઠ નગરી છે, જે યમુના નદીથી જાણે નીલ વસ્ત્રને ધારણ કરનારી હોય તેમ શેાલે છે. તે નગરીમાં હરિવંશને વિષે પ્રખ્યાત રાજા વસુના પુત્ર ગૃહ ધ્વજની પછી ઘણા રાજાએ થઇ ગયા પછી યદુ નામે એક રાજા થયા. યદ્ગુને સૂના જેવા તેજસ્વી ઘર નામે પુત્ર થયા, અને તે શૂરને શૌરિ અને સુવીર નામે એ વીર પુત્રો થયા. શૂર રાજાએ શૌરિને રાજ્ય પર બેસારી અને સુવીરને યુવરાજપદ આપી સ'સારપર બૈરાગ્ય આવવાથી દીક્ષા ગ્રહણ કરી. શૌર પેાતાના અનુજ ખંધુ સુવીરને મથુરાનુ રાજ્ય આપીને પોતે કુશાત દેશમાં ગયા, અને ત્યાં તેણે શૌય પુર નામે એક નગર વસાવ્યું. શૌરિ રાજાને અંધકવૃષ્ણિ વિગેરે પુત્રો થયા અને સુવીરને ભેાજવૃષ્ણિ વિગેરે અતિ પરાક્રમી પુત્રો થયા. મહાભુજ સુવીર મથુરાનું રાજ્ય પોતાના પુત્ર ભાજવૃષ્ણુિને આપી પાતે સિંધુ દેશમાં સૌવીરપુર નામે એક નગર વસાવીને ત્યાં રહ્યો.મહાવીર શૌર રાજા પોતાના પુત્ર અંધકવૃષ્ણુિને રાજ્ય સાંપી સુપ્રતિષ્ઠ મુનિની પાસે દીક્ષા લઇને મેક્ષે ગયા.
અહી મથુરામાં રાજ્ય કરતાં ભાજવૃષ્ણુિને ઉગ્ર પરાક્રમવાળા ઉગ્રસેન નામે એક પુત્ર થયા. અંધકવૃષ્ણિને સુભદ્રા રાણીથી દશ પુત્રો થયા. તેએનાં સમુદ્રવિજય, અક્ષાલ્ય, સ્તિમિત, સાગર, હિમવાન્, અચલ, ધરણ, પૂરણ, અભિચદ્ર અને વસુદૈવ એવાં નામ સ્થાપન કર્યાં. તે દશે દશા” એવા નામથી પ્રસિદ્ધ થયા. તેમને કુંતી અને મદ્રી નામે બે અનુજ બેનેા થઇ. તેના પિતાએ કુંતી પાંડુ રાજાને અને મદ્દી દમઘાષ રાજાને આપી.
અન્યદા અધકવૃષ્ણુિ રાજાએ સુપ્રતિષ્ઠ નામના અવધિજ્ઞાની મુનિને પ્રણામ કરી અંજલિ જોડી આ પ્રમાણે પૂછ્યું-સ્વામિન્ ! મારે વાસુદેવ નામે દશમા પુત્ર છે, તે અત્યંત રૂપ અને સૌભાગ્યવાળા છે, તેમજ કળાવાન્ અને પરાક્રમી છે તેનુ શું કારણ ?” સુપ્રતિષ્ઠ મુનિ ખેલ્યા-“મગધ દેશમાં નદિગ્રામને વિષે એક ગરીખ બ્રાહ્મણ હતા; તેને સામિલા નામે સ્ત્રી હતી, તેમને નર્દિષણ નામે એક પુત્ર થયા. મદ્દભાગ્યમાં શિરામણ જેવા તે પુત્રનાં માતાપિતા ખાલ્યવયમાંથી જ મરી ગયાં. તે પુત્ર મેાટા પેટવાળા, લાંબા દાંતવાળા, ખરાખ નેત્રવાળા અને ચારસ માથાવાળા હતા, તેથી તેમજ ખીજા' અ'ગમાં પણ કુરૂપી હાવાથી તેને તેના સ્વજનોએ પણ છેાડી દીધા. તે વખતે જીવતા છતાં પણ મુવા જેવા જાણીને તેના મામાએ તેને ગ્રહણ કર્યા. તે મામાને સાત કન્યા પરણવાને લાયક થયેલી હતી. તેથી તેને તેના મામાએ કહ્યું હતું કે હું તને એક કન્યા આપીશ.’ કન્યાના લાભથી તે મામાના ઘરનું બધું કામ કરતા હતા. આ ખખર જાણીને સાત કન્યામાંથી સૌથી મેાટી યૌવનવતી કન્યાએ કહ્યું કે- જો પિતા મને આ કુરૂપીને આપશે તેા જરૂર હું મૃત્યુ પામીશ.’ તે સાંભળીને નદિષેણ ખેદ પામ્યા, એટલે તેના મામાએ કહ્યુ કે ‘હું તને બીજી પુત્રી આપીશ, તું ખેદ કર નહી” તે સાંભળી બીજી પુત્રીએ પણ તેવી જ પ્રતિજ્ઞા કરી. એવી રીતે સઘળી પુત્રીઓએ અનુક્રમે તેવી પ્રતિજ્ઞા કરી, અને તેના પ્રતિષેધ કર્યાં, તે સાંભળી ખેદ પામેલા નર્દિષણને તેના મામાએ કહ્યું કે ‘હું કાઈ ખીજાની પાસે માગણી કરીને તને કન્યા પરણાવીશ, માટે હે વત્સ ! તું