SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૮ મું ૧૬૯ એક અતિ પ્રેમપાત્ર પત્ની હતી. ધનકુમારને જીવ આયુષ્ય પૂર્ણ કરી સૌધર્મ દેવલોકમાંથી વીને એ સૂર રાજાની પત્ની વિન્મતિના ઉદરમાં અવતર્યો. પૂર્ણ સમયે ચંદ્રને પૂર્ણિમા પ્રસવે તેમ વિદ્યુમ્મતિએ સર્વ શુભલક્ષણસંપૂર્ણ પુત્રને જન્મ આપ્યું. શુભ દિવસે પિતાએ આનંદદાયક મોટો ઉત્સવ કરી તેનું ચિત્રગતિ એવું નામ પાડયું. અનુક્રમે મોટો થઈ તેણે કળાચાર્યની પાસેથી સર્વ કળાઓ પ્રાપ્ત કરી અને બીજે કામદેવ હોય તેમ યૌવનવયને પ્રાપ્ત થયે. એ અરસામાં તે જ વૈતાઢયગિરિની દક્ષિણ શ્રેણી ઉપર આવેલા શિવમંદિર નામના નગરમાં અસંગસિંહ નામે રાજા થયે. તેને શશિપ્રભા નામે એક ચંદ્રમુખી રાણી હતી. તેના ઉદરમાં ધનવતીને જીવ સૌધર્મ દેવલોકમાંથી ચ્યવને અવતર્યો. સમય આવતાં શશિપ્રભાએ એક પવિત્ર અંગવાળી પુત્રીને જન્મ આપ્યો. ઘણા પુત્રોની પછવાડે તે અવતરી હતી તેથી તે પુત્રી અતિ પ્રિય થઈ પડી. પિતાએ શુભ દિવસે તેનું રનવતી એવું નામ પાડયું. સજળ સ્થાનમાં વલ્લી વૃદ્ધિ પામે તેમ તે પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગી. થોડા કાળમાં સ્ત્રીજનને એગ્ય એવી સર્વ કળા તેણે ગ્રહણ કરી લીધી, અને શરીરના મંડનરૂપ પવિત્ર યૌવનવયને પ્રાપ્ત થઈ. એક વખતે તેના પિતાએ કોઈ નિમિત્તિઓને પૂછયું કે, “આ કન્યાનો વર કેણુ થશે ?' નિમિત્તિઓએ કાંઈક વિચારીને કહ્યું, “જે તમારી પાસેથી ખડગર ન લઈ લેશે અને સિદ્ધાયતનમાં વંદના કરતાં જેની ઉપર દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરશે, તે નરકમાં મુગટરૂપ પુરૂષ, ગ્ય સમાગમથી આ તમારી દુહિતા રત્નાવતીને પરણશે.” જે મારી પાસેથી પણ ખગ્રરત્નને અંચકાવી લઈ શકશે, એ અદ્દભુત પરાક્રમી મારે જામાતા થશે, એમ જાણી પ્રસન્ન થયેલા રાજાએ તે નિમિત્તિ આને ખુશી કરીને વિસર્જન કર્યો. એ સમયમાં ભરતક્ષેત્રને વિષે ચક્રપુર નામના નગરમાં ગુણવડે નારાયણ જે સુગ્રીવ નામે રાજા થયે. યશસ્વતી નામની રાણીથી સુમિત્ર નામે પુત્ર થયા અને બીજી ભેદ્રા નામે રાણીથી પદ્ધ નામે પુત્ર થયો. તેઓ અનુક્રમે અગ્રજ અને અનુજ+ થયા. તેમાં સુમિત્ર, ગંભીર, વિનીત, નમનારા ઉપર વાત્સલ્યવાન, કૃતજ્ઞ અને જનમ થયો અને પદ્મ તેથી સર્વ રીતે ઉલટ અને મિચાવી થયે. એક વખતે અભદ્ર બુદ્ધિવાળી ભદ્રા રાણીએ વિચાર કર્યો કે, “જ્યાં સુધી સુમિત્ર જીવતે છે ત્યાં સુધી મારા પુત્રને રાજ્ય મળશે નહી.” એમ વિચારી તેણીએ સુમિત્રને ઉગ્ર ઝેર આપ્યું. સુમિત્ર વિષવડે મૂચ્છ ખાઈ પૃથ્વી પર પડે અને સમુદ્રની લહરીની જેમ વિષનો વેગ તેના શરીરમાં પ્રસરી ગયે. સુગ્રીવ રાજા તે ખબર સાંભળી સંભ્રમવડે એકદમ મંત્રીઓ સહિત આવ્યો, અને મંત્રતંત્રના અનેક ઉપચાર કરાવવા માંડયા. તથાપિ વિષના વેગની કિંચિત્ પણ ઉપશાંતિ થઈ નહીં, અને “ભદ્રાએ સુમિત્રને ઝેર આપ્યું છે” એમ નગરમાં તેને અપવાદ પ્રસરી ગયો. તે કરેલા પાપની શંકાથી ભદ્રા કોઈ ઠેકાણે નાસી ગઈ. રાજાએ પુત્રને નિમિત્તે અનેક પ્રકારે જિનપૂજા અને શાંતિક પૌષ્ટિક કર્મ કરાવ્યાં, પુત્રના સદ્દગુણે સંભારી સંભારીને રાજા અવિચ્છિન્ન વિલાપ કરવા લાગ્યા, અને સામંતે તેમજ મંત્રીઓ પણ નિરૂપાય થઈને તેમજ કરવા લાગ્યા. એ વખતે ચિત્રગતિ વિદ્યાધર આકાશમાં ક્રીડા નિમિત્તે ફરતો હતો, તે વિમાન સહિત ત્યાં આવી ચડયા. તેણે આખા નગરને શોકાતુર જોયું. પછી વિષસંબંધી સર્વ વૃત્તાંત આ પહેલા જન્મેલે (ટ). + પછી જન્મેલ (નાનો). રર
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy