SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૧ લે બોલે છે; કાંઈ પરમાર્થને સમજતી નથી. તે દૂતને પિતાએ કઈ બીજે કામે મોકલ્યો હશે અને આ મુગ્ધા ચંદ્રવતી બધું મારે વિષેજ સમજી છે. કમલિની બેલી-“હે બહેન ! તે દૂત અદ્યાપિ અહીં જ છે, માટે તેનાજ મુખથી ખરી વાત જાણી લે; કેમકે દી છતાં અગ્નિને કોણ જુએ ? આ પ્રમાણે કહી તે ભાવઝ સખી તે દૂતને ત્યાં લઈ આવી. તેના મુખથી સર્વ વૃત્તાંત સાંભળીને ધનવતી હર્ષ પામી. પછી ધનવતીએ એક પત્ર લખીને તે દૂતને આપ્યા અને કહ્યું કે, “આ લેખ ધનકુમારને આપજે.' દૂત સત્વર અચલપુરે આવ્યા અને સભામાં બેઠેલા વિક્રમધન રાજાની પાસે આવીને ઊભે રહ્યો. વિક્રમ રાજાએ પૂછયું કે “કેમ સિંહ રાજા કુશળ છે ? ફરીવાર તરતમાંજ તારા આવવાથી મારા મનમાં સંકલ્પ વિકલ્પ થાય છે.” દૂતે કહ્યું- “સિંહરથ રાજા કુશળ છે, અને તમારા પુત્ર ધનકુમારને પિતાની પુત્રી ધનવતી આપવાને માટે મને ફરીવાર સત્વર મેક છે. જેવા રૂપમાં ઉત્કૃષ્ટ આ ધનકુમાર છે, તેવી જ અમારા રાજાની પુત્રી ધનવતી પણ રૂપમાં ઉત્કૃષ્ટ છે; તેથી સુવર્ણ અને મણિની જેમ તેમને યોગ્ય સંયોગ હમણાંજ થાઓ. તમારા બંનેને સ્નેહ પ્રથમથી જ છે, તે હવે આ સંબંધવડે જોડાઈને જળસિંચનવડે વૃક્ષની જેમ વિશેષ પુષ્ટ થાઓ.” વિક્રમધને “બહુ સારૂં” એમ કહી તેની વાત કબુલ કરીને તેને વિદાય કર્યો. પછી દૂત દ્વારપાળ પાસે નિવેદન કરાવીને ધનકુમારની પાસે આવ્યો. ધનકુમારને નમી ગ્ય આસને બેસી તેણે પોતાનું આગમન કારણ જણાવ્યું, અને પછી “આ પત્ર રાજકુમારી ધનવતીએ આપને આપવા માટે આપેલ છે એમ કહી કુમારને પત્ર આપ્યું. ધનકુમારે હાથવડે તે પત્રની મુદ્રા ફાડીને કામદેવના શાસન જે તે પત્ર વાંચવા માંડે. તેમાં લખ્યું હતું કે, યૌવનની જેમ શરદ્દઋતુએ જેની શોભા વિશેષ કરેલી છે એવી પદ્મિની મુખે ગ્લાનિ પામી સતી સૂર્યના કિરપીડનને ઈચ્છે છે.” આ પ્રમાણે વાંચી તેને ભાવાર્થ જાણીને ધનકુમાર વિચારવા લાગ્યું કે, આ તેની અદ્દભૂત છેકક્તિર મારી ઉપરને તેના હૃદયમાં વર્તાતે અતિશય નેહ જણાવે છે. એ વિચાર કરી ધનકુમારે પણ પોતાને હાથે ધનવતી ઉપર એક પત્ર લખી એક મુક્તાહારની સાથે તને અપણ કર્યો. ધનકુમારે વિદાય કરેલ તે દૂત સત્વર કુસુમપુર આવ્યો, અને પોતાના રાજાને વિક્રમરાજાએ અંગીકાર કરેલા સંબંધની વાર્તા કહી બતાવી. પછી ધનવતી પાસે આવી તે પત્ર અને મુક્તાહાર આપે, અને કહ્યું કે, “ધનકુમારે ઓ હાર અને સ્વહસ્તલિખિત આ પત્ર તમને આપવા માટે આપેલ છે.” ચંદ્રના કિરણ જેવા નિર્મળ તે હારને પિતાના કરકમળમાં લઈ પત્રની મુદ્રા ફેડીને તે વાંચવા માંડયો. તેમાં આ પ્રમાણે લખ્યું હતું. “ સૂર્ય કરપીડન કરીને પદ્મિનીને જે પ્રમાદ આપે છે, તે તેના સ્વભાવથી જ સિદ્ધ છે, તેમાં યાચના કરવાની તે કાંઈ અપેક્ષા રાખતા નથી.” આ પ્રમાણે વાંચી રાજકુમારી હર્ષ પામી, તેના શરીરમાં પુલકાવળી વિકસ્વર થઈ, અને તેણે ચિંતળ્યું કે, “આ લેક અર્થે વિચારતાં જરૂર મારા શ્લોકનો ભાવાર્થ તેમના સમજવામાં આવ્યો છે. વળી આ અમૃત જેવો ઉજજવળ મુક્તાહાર તેમણે મને કંઠમાં પહેરવા માટે મોકલાવ્યો, તે ઉપરથી તેણે કંકાલિંગન કરવાનો મને ખરેખર કોલ આપે છે. આ પ્રમાણે વિચાર કરી ધનવતીએ તત્કાળ તે હાર કંઠમાં ધારણ કર્યો અને દૂતને પારિતોષિક આપીને વિસર્જન કર્યો. ૧ કરપીડન–સૂર્યપક્ષે કિરણે નાખવા, અન્યપક્ષે પાણિગ્રહણ કરવું. ૨ કોક્તિ-એકને કહીને બીજાને સમજાવવું તે.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy