SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ રથની જેમ તે ગર્ભ અનુક્રમે વધવા લાગે, અને માતાને અતિ લાવણ્ય આપનાર તેમજ સુખ કરનાર થયે. ગર્ભસમય પૂર્ણ થતાં શ્રાવણ માસની કૃષ્ણ અષ્ટમીએ અશ્વિની નક્ષત્રમાં નીલ કમલથી લાંછિત અને સુવર્ણ કાંતિવાળા કુમારને દેવીએ જન્મ આપે. આસનકંપથી તે હકીકત જાણી દિકુમારીએ એ ત્યાં આવીને દેવીનું અને કુમારનું વિધિપૂર્વક સૂતીકમ કર્યું. પછી શકેંદ્ર પ્રભુને મેરૂગિરિના મસ્તક પર લઈ ગયા. ત્યાં અમ્યુલાદિ ચોસઠ ઈદ્રોએ તીર્થજળથી પ્રભુને ખાત્ર કરાવ્યું. સ્નાત્ર કરી રહ્યા પછી શકે પુષ્પાદિવડે પ્રભુનું અર્ચન કરી આરતી ઉતારીને આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો. “હે પરમેશ્વર! મોક્ષમાર્ગના કહેનાર, સર્વ કર્મનો સંહાર કરનાર, અનેક કષાયોને પ્રહાર કરનાર એવા તમે જય પામો. હે જગદગુરુ ! કુમતિને ટાળનાર, જગતને દોરનાર (નાયક) અને સોધને પ્રવર્તાવનાર એવા તમને નમસ્કાર કરું છું. સર્વ વિશ્વને ઐશ્વર્ય આપનાર વિશ્વમાં પાપને તિરસ્કાર કરનાર, અવિકારી અને ઉપકારી એવા તમારાથી આ બધું જગત સનાથ છે. ધર્મના બીજને વાવનાર, અતિશય સંપત્તિને ધારનાર અને શ્રુતસ્કંધના રચનાર એવા તમને નમસ્કાર છે. કુમાર્ગથી નિવૃત્ત કરનાર, મુક્તિમાર્ગને બતાવનાર અને સર્વને ઉપદેશ કરનાર એવા તમારાથી હવે ધર્મની ઉત્પત્તિ થશે. નવીન તીર્થની પ્રતિષ્ઠા કરનાર, તપસંપત્તિને આચરનાર અને જગતના અધિષ્ઠાતા એવા તમારા અમે કિંકર છીએ. હે શૈલેષશરણ પ્રભુ ! મોક્ષસુખને આપનાર અને વિશ્વને અભય દેનાર એવા તમારે શરણે હું પ્રાપ્ત થયે છું. રે જગત્પતિ! જેવા તમે આ ભવમાં મારા સ્વામી થયા છે, તેવી રીતે ભવાંતરમાં પણ મારા સ્વામી થાઓ, એ સિવાય બીજે કાંઈ મારે મનોરથ નથી.” ( આ પ્રમાણે સ્તુતિ કરીને ઈ પ્રભુને લઈ વપ્રાદેવીના પડખામાં જેમ હતા તેમ પાછા મૂકી દીધા. પ્રાત:કાળે વિજય રાજાએ કારાગૃહમાંથી કેદીઓને છોડી મૂકી મેટા હર્ષવડે પુત્રજન્મનો મહોત્સવ કર્યો. પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે શત્રુઓએ મિથિલા નગરી રૂધેલી હતી, તે વખતે વપ્રાદેવી મહેલ ઉપર ચડડ્યા હતા, તેમને જોઈને ગર્ભના પ્રભાવથી સર્વ શત્રુઓ આવી વિજયરા જાને નમી પડ્યા હતા, તે ઉપરથી રાજાએ પ્રભુનું નમિ એવું નામ પાડ્યું. ઈન્ડે આદેશ કરેલી ધાત્રીઓએ હંમેશાં પાલન કરેલ શ્રી નમિનાથ બીજા ચંદ્ર હોય તેમ વધવા લાગ્યા. બાલ્યવય નિગમન થતાં પ્રભુ પંદર ધનુષ ઊંચી કાયાવાળા થયા, અને પિતાની આજ્ઞાથી રાજકન્યા સાથે પરણ્યા. જન્મથી અઢી હજાર વર્ષ ગયા પછી ભેગફળકર્મને જાણનારા પ્રભુએ પિતાએ આપેલું રાજ્ય સ્વીકાર્યું. રાજ્યાવસ્થામાં પાંચ હજાર વર્ષ ગયાં, એટલે લેકાંતિક દેવતાઓએ આવી પ્રભુને કહ્યું “તીર્થ પ્રવí.” પછી નમિનાથપ્રભુ સુપ્રભ નામના પુત્રને રાજ્ય ઉપર બેસારી તિર્યફભક દેવતાઓએ પૂરેલા દ્રવ્યવડે વાર્ષિક દાન આપવા લાગ્યા. વાર્ષિક દાન અપાઈ રહ્યા પછી સુપ્રભ વિગેરે રાજાએથી અને ઈંદ્રાદિક દેવાથી પરવારેલા પ્રભુ દેવકુરૂ નામની શિબિકામાં બેસીને સહસાગ્ર વન તરફ ચાલ્યા. અનુક્રમે જ્યાં ભ્રમરાઓનો સમૂહ કદંબ વૃક્ષોને ચુંબન કરવામાં આસક્ત હતે, ઉદ્યાનપાળે મલ્લિકાનાં પુષેિ ચુંટવામાં વ્યાકુળ હતા, ખરતા ગુલાબના પુપિથી જેનું ભૂમિતળ ગલા બી રંગનું થયેલું હતું, જ્યાં સિરીષ પુષ્પના સમૂહવડે કામી જન સંથારો કરતા હતા, અને વહેતા રેંટમાંથી ઉછળતા જળબિંદુઓ વડે જ્યાં ગ્રીષ્મઋતુ છતાં પણ વર્ષાઋતુ દેખાતી હતી-એવા સહસ્સામ્ર વનમાં પ્રભુએ પ્રવેશ કર્યો, અને અષાઢ માસની કૃષ્ણ નવ
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy