________________
૧૪૬
સ ૧૦ મો. મિત્ર જે યાજ્ઞવલ્કય બ્રાહ્મણ હતું તે કેટલાક ભવમાં ભમીને તુ વિભીષણ થશે. રાજાએ મારી નાખેલ પેલે શ્રીભૂતિ સ્વર્ગમાં ગયા. ત્યાંથી યવી સુપ્રતિષ્ઠપુરમાં પુનર્વસુ નામે વિદ્યાધર થયો. એક વખતે કામાતુર થયેલા તેણે પુંડરીક વિજયમાંથી ત્રિભુવનાનંદ નામે ચક્રવર્તીની અનંગસુંદરી નામની કન્યાનું હરણ કર્યું. ચક્રવત્તીએ તેની પછવાડે વિદ્યાધરે મોકલ્યા. તેમની સાથે યુદ્ધ કરવા માં આકુળવ્યાકુળ થયેલા તે પુનર્વસુના વિમાનમાંથી અનંગસુંદરી એક લતાગૃહ ઉપર પડી ગઈ. તેની પ્રાપ્તિને માટે નિયાણું બાંધી પુનર્વસુએ દીક્ષા લીધી અને ત્યાંથી મૃત્યુ પામી દેવલોકમાં જઈ ત્યાંથી રચવીને તેને જીવ આ લમણ થયો.
પિલી અનંગસુંદરી વનમાં રહી સતી ઉગ્ર તપ કરવા લાગી. અંતે તેણે અનશન કર્યું. તે સ્થિતિમાં તેને કોઈ અજગર ગળી ગયો. સમાધિથી મૃત્યુ પામીને તે દેવલોકમાં દેવી થઈ. ત્યાંથી યુવીને આ લમણુની વિશલ્યા નામે પત્ની થઈ છે. જે પેલે ગુણધર નામે ગુણવતીને ભાઈ હતા તે ભ્રમણ કરી કંડલમંડિત નામે રાજપુત્ર થયે. તે ભવમાં ચિરકાળ શ્રાવકપણું પાળી મૃત્યુ પામીને તે આ સીતાને સહોદર ભામંડલ થયે છે.
કાકંદી નામની નગરીમાં વામદેવ નામે બ્રાહ્મણ ને શ્યામલા નામની સ્ત્રીથી વસુનંદ અને સુનંદ નામે બે પુત્રો થયા. એક વખતે તે બન્ને ઘેર હતા, તેવામાં એક માસોપવાસી મુનિ પધાર્યા. તેમને તેમણે ભક્તિથી પ્રતિલાલ્યા. તે દાનધર્મના પ્રભાવથી બન્ને મૃત્યુ પામીને ઉત્તરકુરૂમાં જુગલીઓ થયા. ત્યાંથી મૃત્યુ પામીને સૌધર્મ દેવલોકમાં દેવતા થયા. ત્યાંથી ચવીને પાછા કાકંદીપુરીમાં જ વામદેવ રાજાની સુદર્શના નામની સ્ત્રીથી પ્રિયંકર અને શુભંકર નામે બે પુત્ર થયા. ત્યાં ચિરકાળ રાજ્ય પાળી દીક્ષા લઈ મૃત્યુ પામીને રૈવેયકમાં દેવતા થયા. ત્યાંથી રવીને તે આ લવણ અને અંકુશ થયેલા છે. તેઓના પૂર્વભવની માતા સુદર્શન ચિરકાળ ભવભ્રમણ કરીને આ સિદ્ધાર્થ થયેલ છે, જેણે આ રામના બંને પુત્રીનું અધ્યાપકપણું કર્યું છે.”
આ પ્રમાણે જયભૂષણ મુનિ પાસેથી સર્વના પૂર્વભવ સાંભળીને ઘણા લોકો સંવેગ પામ્યા રામના સેનાપતિ કૃતાંતે તત્કાળ દીક્ષા લીધી. રામલક્ષ્મણ જયભૂષણ મુનિને વંદના કરી, ત્યાંથી ઊઠીને સીતાની પાસે આવ્યા. સીતાને જોઈ રામને ચિંતા થઈ કે-“આ સીતા શીરીષના પુષ્પ જેવી કે મળ રાજપુત્રી છે, તે શીત અને આતપના કલેશને કેમ સહન કરી શકશે ? વળી આ કોમળ સ્ત્રી સર્વ ભારથી અધિક અને હૃદયથી પણ દુર્વહ એવા સંયમભારને કેવી રીતે વહન કરશે ? અથવા જેના સતીવ્રતને રાવણ પણુ ભગ્ન કરી શક્યો નહિ એવી આ સતી સંયમમાં પણ પિતાની પ્રતિજ્ઞાને નિર્વાહ કરનારી થશે.” આ વિચાર કરી રામે સીતાને વંદના કરી, એટલે શ્રદ્ધાથી શુદ્ધ હૃદયવાળા લમણે અને બીજા રાજાઓએ પણ વંદના કરી. પછી રામ પરિવાર સાથે અયોધ્યામાં આવ્યા.
સીતાઓ અને કૃતાંતવદને ઉગ્ર તપ કરવા માંડયું. કૃતાંતવદન તપ કરી મૃત્યુ પામીને બ્રહ્મદેવલોકમાં ગયો. સીતાએ સાઠ વર્ષ સુધી વિવિધ તપ આચર્યું, અને ત્રીશ આહીરાત્રી અનશન આરાધી મૃત્યુ પામીને તે બાવીશ સાગરોપમના આયુષ્યવાળા અશ્રુતંદ્ર થયા.
શૈતાઢયગિરિ પર આવેલા કાંચનપુરમાં કનકરથ નામે વિદ્યાધરનો રાજા હતો, તેને મંદાકિની અને ચંદ્રમુખી નામે બે કન્યા હતી. તેમના સ્વયંવરમાં તેણે રામ લકમણાદિક રાજાઓને પુત્ર સહિત બોલાવ્યા. સર્વ રાજાઓ આવીને સ્વયંવરમંડપમાં બેઠા. મંદાકિની સ્વેચ્છાએ અનંગલવણને અને ચંદ્રમુખી મદનકુશને વરી. તે જોઈ શ્રીધર વિગેરે લકમણુના અઢીસે પુત્રો કેધ કરીને એક સાથે યુદ્ધ કરવા ઊઠયા. તેમને યુદ્ધ માટે તૈયાર થતા