________________
પર્વ ૭ મું
૧૩૯ આ હર્ષને સ્થાને તમે ખેદ કેમ કરે છે ? પુત્રથી થયેલો પરાભવ કોને વંશના ઉદ્યોતને માટે થતો નથી ? આ બંને કુમારે લવણ અને અંકુશ નામના સીતાની કુક્ષિથી ઉત્પન્ન થયેલા તમારા પુત્રો છે. તે યુદ્ધને મિષે તમને જેવાને આવેલા છે. એ તમારા શત્રુ નથી. તમારૂં ચક જે તેમની ઉપર ચાલ્યું નહિ, તે જ તેની મુખ્ય નિશાની છે. પૂર્વે પણ ભરતનું ચક્ર બાહુબલિ ઉપર ચાલ્યું નહોતું.” પછી સીતાના ત્યાગથી માંડીને પુત્રોના યુદ્ધ સુધી વિશ્વને વિસ્મયકારી સર્વ વૃત્તાંત નારદે કહી બતાવ્યું. તે સાંભળી વિસ્મય, લજજા, ખેદ અને હર્ષથી સમકાળે આકુળ-વ્યાકુળ થયેલા રામ મૂછ પામી ગયા; પાછા ડીવારે ચંદનજળના સિંચનથી સંજ્ઞાને પ્રાપ્ત થયા, એટલે પુત્રવાત્સલ્યથી પૂર્ણ હૃદયવાળા રામ લક્ષ્મણને સાથે લઈને તરત જ અશ્રુ સહિત લવણાંકુશની પાસે જવા ચાલ્યા. તેમને આવતા જોઈને વિનયવાન લવણાંકુશ તત્કાળ રથમાંથી ઉતરી સર્વ અસ્ત્રો તજી દઈને રામલક્ષમણુના ચરણમાં અનુક્રમે પડયા. તેમને આલિંગન કરી ઉત્કંગમાં બેસાડીને રામે તેમના મસ્તક પર ચુંબન કર્યું. પછી શોક અને સ્નેહથી આકુળ થઈને તે ઊંચે સ્વરે રૂદન કરવા લાગ્યા. રામના ઉલ્લંગમાંથી પિતના ઉસંગમાં લઈને લમણે તેમના મસ્તક પર ચુંબન કરતાં અને દૃષ્ટિને અશ્રુ પૂર્ણ કરતાં પોતાની ભૂજાવડે તેમને આલિંગન કર્યું. પિતાની જેમ ચરણકમળમાં આલટતા તે વિનીત પુત્રોનું શત્રુને પણ દૂરથી ભૂજ પ્રસારીને આલિં. ગન કર્યું, બીજા પણ બંને સૈન્યના રાજાએ જાણે વિવાહપ્રસંગમાં એકઠા મળ્યા હોય તેમ એકઠા થઈને હર્ષ પામવા લાગ્યા,
હવે પોતાના પુત્રોનું પરાક્રમ અને તેમના પિતાની સાથે તેમને સમાગમ જોઈ હર્ષ પામેલી સીતા વિમાનમાં બેસીને પુંડરીકપુર ચાલ્યાં ગયાં. પોતાના જેવા જ પુત્રના લાભથી રામલક્ષ્મણ બહુ હર્ષ પામ્યા, અને સ્વામીના હર્ષથી સવર્ડ ભૂચરે અને ખેચરી પણ હર્ષ પામ્યા. ભામંડેલે ઓળખાવેલા વાજંઘ રાજાએ રામલક્ષણને લાંબા કાળના સેવકની જેમ નમસ્કાર કર્યો. રામે કહ્યું-“હે ભદ્ર! તમે મારે ભામંડલ સમાન છો. તમે મારા પુત્રોને મોટા કરીને આવી દશામાં લાવેલા છે. આ પ્રમાણે કહી રામલક્ષમણે પુષ્પક વિમાનમાં બેસી અર્ધાસને બેસાડેલા પુત્રો સહિત નગરીમાં પ્રવેશ કર્યો. મોર્ગમાં લેકે વિસ્મયથી ઊંચી પાની કરીને ઊંચી ગ્રીવાવડે જેના પુત્રોને જોતા અને સ્તુતિ કરતા હતા એવા રામ પિતાના મંદિર પાસે આવ્યા. ત્યાં રામલક્ષમણ પુત્રોની સાથે વિમાનમાંથી ઉતર્યા. પછી અમે ધ્યામાં પુત્રાગમનને મોટો ઉત્સવ હર્ષથી કરાવ્યું.
એક વખતે લક્ષમણ, સુગ્રીવ, વિભીષણ, હનુમાન અને અંગદ વિગેરેએ એકઠા મળીને રામને વિજ્ઞપ્તિ કરી કે–દેવી સીતા તમારા વિરહથી પરદેશમાં રહેલા છે, તે હમણાં આ કમાર વગર અતિ કચ્ચે રહેતા હશે, માટે હે સ્વામિન ! જે તમે આજ્ઞા આપો તો અમે તેમને અહીં તેડી લાવીએ, નહિ તો એ પતિપુત્રરહિત સીતા સતી જરૂર મૃત્યુ પામી જશે.” રામે જરા વિચાર કરીને કહ્યું કે-“હવે સીતાને એમને એમ શી રીતે લવાય ? લોકાપવાદ ખોટો હોય તે પણ તે બળવાન અંતરાય કરનારો છે. હું જાણું છું કે સીતા સતી છે, તે પણ પિતાના આત્માને નિર્મળ જાણે છે, તે કાંઈ પણ દિવ્ય કરવામાં ભય જેવું નથી. માટે તે દેવી સર્વ લોકોની સમક્ષ પ્રત્યક્ષ દિવ્ય કરે, અને એ શુદ્ધ સતીની સાથે મારે ફરીવાર ગૃહવાસ થાઓ.” “gવમતુ” એમ કહીને તેઓએ નગરીની બહાર વિશાળ મંડપ અને તેની અંદર માંચાઓની શ્રેણીઓ કરી. તેમાં રાજાઓ, નગરજન,
૧. પુત્રનું પરાક્રમ જોઈને વિસ્મય, તેનાથી થયેલી પોતાની હારથી લજજા, સીતાત્યાગની વાત તાજી થવાથી તેના વિયોગજન્ય ખેદ અને પુત્રના આવાગમનથી હર્ષ.