________________
૧૭ સુ
૧૨૫
પાળી, વિવિધ પ્રકારની લબ્ધિઓ મેળવીને તેના સદશ પદ (મેાક્ષ ) ને પ્રાપ્ત થયા. ભુ વનાલ કાર હાથી વૈરાગ્યથી વિવિધ પ્રકારનાં તપ કરી પ્રાંતે અનશન પામીને બ્રહ્મદેવલાકમાં દેવતા થયો. ભરતની માતા કૈકેયી પણ વ્રત પાળીને અવ્યયપદને પામી,
અંગીકાર કરી મૃત્યુ લઇ નિષ્કલ કપણે
ભરતે જ્યારે દીક્ષા લીધી, ત્યારે અનેક રાજાએ, પ્રજાએ, ખેચાએ ભક્તિથી રાજ્યાભિષેકને વાસ્તે રામની પ્રાર્થના કરી. રામે તેમને આજ્ઞા કરી કે ‘આ લક્ષ્મણ વાસુદેવ છે, માટે તેને રાજ્યાભિષેક કરશે. તેઓએ તત્કાળ તેમ કર્યું', અને રામને પણ અલદેવપણાના અભિષેક કર્યા. પછી તે આઠમા ખલદેવ અને વાસુદેવ ત્રણ ખંડ ભરતના રાજ્યનું પાલન કરવા લાગ્યા.
રામે વિભીષણને ક્રમાગત રાક્ષસદ્વીપ, સુગ્રીવને કપિદ્વીપ, હનુમાનને શ્રીપુર, વિરાધને પાતાળલકા, નીલને ઋક્ષપુર, પ્રતિસૂર્ય ને હનુપુર, રત્નજટીને દેવાપગીત નગર અને ભામડલને બૈતાઢગિરિ ઉપરનુ` રથનૂપુર નગર આપ્યું, બીજાઓને પણ જુદા જુદા દેશ આપીને રામે શત્રુઘ્નને કહ્યું કે ‘હે વત્સ ! જે દેશ તને રૂચે તે સ્વીકાર. શત્રુઘ્ને માંગણી કરી કે ‘ આ ! મને મથુરાનગરી આપે.’ રામ ખેલ્યા- વત્સ ! તે મથુરાપુરી દુ:સા ધ્ય છે. કારણ કે ત્યાં મધુ નામે રાજા રાજ્ય કરે છે, તેને પૂર્વે ચમરેન્દ્રે એક ત્રિશૂળ આપ્યું છે; તે દૂરથીજ શત્રુઓના સર્વ સૈન્યને હણીને પાછું તેના હાથમાં આવે છે.' શત્રુઘ્ન ખેલ્યા- હે દેવ ! તમે રાક્ષસકુળનો નાશ કરનારા છે. અને હું તમારો ભાઈ છું, તા મારી સાથે યુદ્ધ કરતા તે મધુનુ રક્ષણ કરનાર કાણુ છે ? માટે મને મથુરા આપા, હું મારી જાતે ઉત્તમ વૈદ્ય જેમ વ્યાધિનો ઉપાય કરે તેમ તે મધુરાજાના ઉપાય કરીશ.' શત્રુઘ્નનો આવા અતિ આગ્રહ જાણી રામે કહ્યું- ભાઈ ! જ્યારે તે ત્રિશૂળરહિત હોઇ પ્રમાદમાં પડયો હોય ત્યારે તેની સાથે તારે યુદ્ધ કરવું.' આવી સૂચના કરીને રામે તેને અક્ષય ખાણવાળાં બે ભાથાં આપ્યાં, અને કૃતાંતવદન નામના સેનાપતિને સાથે જવાની આજ્ઞા કરી. પરમિવજયની આશા રાખનારા લમણે અગ્નિમુખ બાણા અને પેાતાનું અણુ વાવર્ત્ત ધનુષ્ય આપ્યુ'. પછી શત્રુઘ્ન નિર'તર પ્રયાણ કરતાં મથુરા તરફ ચાલ્યા. કેટલેક દિવસે મથુરાનગરી પાસે આવીને નદીને કાંઠે અવસાન કર્યાં. ત્યાં રહીને પ્રથમ ગુપ્તપણે ચાર ગુપ્તચરા માકલ્યા. તેઓએ પાછા આવી શત્રુઘ્નને કહ્યું કે ‘મથુરાની પૂર્વ દિશામાં એક કુબેરાવાન છે, ત્યાં અત્યારે મધુરાજા ગયેલ છે, અત્યારે ત્યાં પાતાની જયંતી રાણીની સાથે ક્રીડા કરે છે, તેનુ' ત્રિશૂળ હાલ શસ્ત્રાગારમાં છે; તેથી આ સમય યુદ્ધ કરવાનો છે.' પછી છળ જાણનાર શત્રુઘ્ને રાત્રે મથુરામાં પ્રવેશ કર્યા, અને ઉદ્યાનમાંથી પાછા વળીને નગરમાં પ્રવેશ કરવા આવતા મધુરાજાને પોતાના લશ્કર વડે મામાં રૂક્યો. પછી રામાયણના રણુંના આરંભમાં જેમ ખરને લક્ષ્મણે માર્યા હતા તેમ શત્રુને મધુના લવ નામના પુત્રને રણના આરંભમાંજ મારી નાંખ્યા. મહારથીઓમાં શ્રેષ્ઠ એવા મધુ, પુત્રના વધથી ક્રાધ પામીને ધનુષ્યનું આસ્ફાલન કરતા શત્રુન્નની સાથે યુદ્ધ કરવા દોડયો. પરસ્પરનાં અસ્ત્રને અસ્ત્રોથી છેદતા ખ'નેએ દેવ અને દૈત્યની જેમ ઘણીવાર સુધી શસ્ત્રાશસ્ત્રી યુદ્ધ કર્યું. પછી દશરથના ચોથા પુત્ર શત્રુને લક્ષ્મણે આપેલા સતુદ્રાવત્ત ધનુષ્યનુ અને અગ્નિમુખ માણેાનુ' સ્મરણ કર્યું, સ્મરણમાત્રથીજ તે ધનુષ્ય અને ખાણ પ્રાપ્ત થયાં,
* ખબર લાવનારા સેવક.