SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ સગ ૮ માં રામે કરેલે સીતાનો પરિત્યાગ. રાવણ મૃત્યુ પામ્યા પછી જ્ઞાતિના સનેહને વશ થયેલા વિભીષણે હવે ક્યાં નાસી જવું ?” એ ભયબ્રાંત થઈને વિચાર કરતા રાક્ષસને આ પ્રમાણે આશ્વાસન આપ્યું કે“હે રાક્ષસવીરે ! આ રામ અને લક્ષ્મણ (પદ્મ અને નારાયણ) આઠમા બલદેવ અને વાસુદેવ છે. તેઓ શરણ કરવાને ગ્ય છે, માટે નિઃશંક થઈને તેમને શરણે જાઓ.” વિભીષણનાં આવાં વચનથી તેઓ રામ લક્ષ્મણને શરણે આવ્યા, એટલે પદ્મ અને નારાયણે તેમના ઉપર પ્રસાદ કર્યો. વીર પુરૂષ પ્રજા ઉપર સમદષ્ટિવાળા જ હોય છે. હવે વિભીષણે મરણ પામેલા પિતાના બંધુ રાવણને જોઈ શકના આવેશવડે મરવાની ઈચ્છાથી પિતાની છરી ખેંચી, તે છરીવતી પોતાના ઉદરમાં ઘા કરત, પરંતુ “હા બ્રાત હા બ્રાત !” એમ ઊંચા કરૂણ સ્વરે રૂદન કરતા વિભીષણને રામે એકદમ પકડી લીધા. પછી મંદોદરી વિગેરેની સાથે રાવણની સમીપે રૂદન કરતા વિભીષણને રામ લક્ષમણ સમજાવવા લાગ્યા કે “હે વિભીષણ !તમારા આવા પરાક્રમી બંધુ રાવણને માટે કાંઈ પણ શેક કરે યોગ્ય નથી, કે જેની સાથે સંગ્રામ કરવામાં દેવતાઓ પણ દૂરથીજ શંકા પામતા હતા. આવી વીરવૃત્તિથી મૃત્યુ પામેલા તમારે બંધુ ખરેખર કીર્તાિનું પાત્ર થયે છે; માટે હવે તે તેનું ઉત્તરકાર્ય સારી રીતે કરે, રૂદન કરવાથી સર્યું.” આ પ્રમાણે કહીને મહાત્મા પદ્મનાભ (રામે) બંધન પામેલા કુંભકર્ણ, ઇન્દ્રજિત અને મેઘવાહન વિગેરેને છોડી દીધા. પછી વિભીષણ, કુંભકર્ણ, ઈદ્રજિત, મેઘવાહન અને મંદોદરીએ તેમજ બીજા સંબંધીઓએ એકઠા મળી અથુપાત કરતાં કરતાં ગોશીષચંદનના કાષ્ઠની ચિતા રચીને કપૂર તથા અગમિશ્ર પ્રજ્વલિત અગ્નિથી રાવણના અંગને અગ્નિસંસ્કાર કર્યો. રામે પધસરોવરે આવી સ્નાન કરીને જરા ઉષ્ણ એવા અશ્રુજળથી રાવણને જલાંજલિ આપી. પછી મધુર વાણીથી જાણે અમૃત રસ વર્ષતા હોય તેમ રામ અને લક્ષ્મણે કુંભકર્ણ વિગેરેને આ પ્રમાણે કહ્યું કે-હે વીરો ! પૂર્વની જેમ તમે તમારું રાજ્ય કરે, તમારી લકમી અમારે જોઈતી નથી, તમારૂં કુશળ થાઓ.' આ પ્રમાણે રામના કહેવાથી એક સાથે શેક અને વિસ્મયને ધારણ કરતા કુંભકર્ણાદિક ગ–ગદ્ સ્વરે બોલ્યા- હે મહાભુજ !અમારે ઘણા મોટા એવા પણ આ રાજ્યની કોઈ જરૂર નથી. અમે તે મોક્ષસામ્રાજ્યને સાધનારી દીક્ષા લઈશું.' એવા સમયમાં કુસુમાયુધ ઉદ્યાનમાં અપ્રમેયબલ નામે એક ચતુર્દાની મુનિ આવ્યા. તેમને તે ઠેકાણે તેમને તેજ રાત્રિએ ઉજજવળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ આવી તેમના કેવળજ્ઞાનને મહિમા કર્યો. પ્રાત:કાળે રામ, લક્ષમણ અને કુંભકર્ણ વિગેરેએ આવી તેમને વંદન કરીને ધર્મ સાંભળ્યો. દેશનાને અંતે ઈદ્રજિત અને મેઘવાહને પરમ વૈરાગ્ય પામીને પોતાના પૂર્વ ભવ પૂછળ્યા.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy