________________
પૂર્વ ૭ મુ
૧૧૫
સ્નાનનું જલ અર્પણુ કર્યું; જેના સિચનથી મારી ભૂમિ પણ નીરોગી થઇ ગઇ. તેજ સ્નાનજલથી મેં' તમને સિ'ચન કર્યા, જેથી તમે શક્તિશલ્યરહિત થઈ ગયા, તેમજ ક્ષણવારમાં તમારા ત્રણ પણુ રૂઝાઇ ગયા.” આ પ્રમાણે મને અને ભરતને તેની ખાત્રી થયેલી છે, માટે પ્રાત:કાળ થયા અગાઉ તે વિશલ્યાનુ સ્નાનજળ લાવા હવે સત્વર ઉતાવળ કરો. પ્રાત:કાળ થઈ જશે તેા પછી શુ કરી શકશે ? શકટ વી ખાઇ ગયા પછી ગણેશ શું કરી શકશે?”
*
તે સાંભળી રામે વિશલ્યાનું સ્નાનજળ લાવવાને માટે ભામ`ડલ, હનુમાન અને અંગદને સત્વર ભરતની પાસે જવા આજ્ઞા કરી. તેઓ પવનની જેવા વેગથી વિમાનમાં બેસીને અયાધ્યામાં આવી પહેાંચ્યા. રાજમહેલની ઉપર ભરતને સુતેલા જોયા. ભરતને જગાડવા માટે તેઓએ આકાશમાં રહી ગાયન કરવા માંડ્યુ, “ રાજકાર્ય માટે કોઈ પણ ઉપાયથી રાજાઓને ઉઠાડવા જોઇએ.” ગાયનના સ્વરથી ભરત જાગી ગયા, એટલે પોતાની પાસે નમસ્કાર કરતા ભામડલ વિગેરેને દીઠા, અકસ્માત્ રાત્રિએ આવવાનુ` કારણ પૂછવાથી તેમણે પેાતાનુ કાર્ય જણાવ્યું. આપ્ત જનની આગળ આપ્ત જનને કાંઈ છૂપુ` રાખવાનુ હોતું નથી.’' પછી · મારા ત્યાં જવાથીજ તે કાર્ય સિદ્ધ થશે' એવુ ધારીને ભરત તેમના વિમાનમાં બેસી કૌતુકમ'ગલ નગરે આવ્યા. ત્યાં ભરતે દ્રાણુમેઘની પાસે વિશલ્યાની માગણી કરી, એટલે તેણે એક હજાર કન્યાઓ સહિત લક્ષ્મણ સાથે વિવાહ કરીને વિશલ્યાને આપી. પછી ભામ`ડલ વિગેરે ઘણા ઉતાવળા થઈ ભરતને અધ્યામાં મૂકીને પરિવાર સહિત વિશલ્યાને સાથે લઈ રામ પાસે પહેાંચ્યા. પ્રજવલિત દ્વીપકવાળા વિમાનમાં બેસીને આવતા ભામડલને જોઇને સ` ક્ષણવાર તે સૂર્યોદયના ભ્રમથી ભય પામી ગયા; એવામાં તો ભામડલે આવીને વિશલ્યાને લક્ષ્મણની પાસે મૂકી, તેણે લક્ષ્મ– ને કરસ્પશ કર્યો એટલે તત્કાળ ષ્ટિમાંથી સર્પિણી છટકીને નીકળે તેમ લક્ષ્મણુના શરીરમાંથી મહાશક્તિ બહાર નીકળી, તે વખતે ખાજ પક્ષી જેમ ચકલીને પકડે તેમ આકાશમાં ઉછળતી એ શક્તિને હનુમાને છલંગ મારીને પકડી લીધી. શક્તિ ખાલી–“હું દેવતારૂપી છું; મારા આમાં કાંઇ પણ દોષ નથી, હું પ્રતિ વિદ્યાની બેન છું, અને ધરણેન્દ્રે મને રાવણને આપેલી છે. વિશલ્યાના પૂર્વ ભવના તપતેજને સહન કરવાને હું અસમ છું તેથી હું ચાલી જાઉં છું, સેવકની જેમ હું નિરપરાધી છું; માટે મને છેડી મૂકેા.” આ પ્રમાણે શક્તિના કહેવાથી વીર હનુમાને તેને છેાડી મૂકી. છેાડતાં માત્રમાંજ તે શક્તિ જાણે લજ્જા પામી હોય તેમ અંતર્ધાન થઈ ગઈ. વિશલ્યાએ ફ્રીવાર લક્ષ્મણને કરસ્પર્શ કર્યાં અને હળવે હળવે ગાશીષ ચંદનનુ વિલેપન કર્યું. તત્કાળ ત્રણ રૂઝાઈ જવાથી લક્ષ્મણ નિદ્રામાંથી ઊઠવા હોય તેમ બેઠા થયા, રામભદ્રે હર્ષાશ્રુ હર્ષાવતાં પોતાના અનુજબંધુને આલિંગન કર્યું. પછી રામે વિશલ્યાનો સવ વૃત્તાંત લક્ષ્મણને જણાવ્યા, અને તેના સ્નાનજળનુ' પોતાના અને પારકા-સર્વે ઘવાયેલા સૈનિકોની ઉપર અભિાષચન કર્યું. પછી રામની આજ્ઞાથી તેજ વખતે એક હજાર કન્યા સહિત વિશલ્યાને લક્ષ્મણુ વિધિપૂર્વક પરણ્યા. વિદ્યાધરાએ લક્ષ્મણના નવીન જીવનનો અને વિવાહનો ઉત્સાહપૂર્વક જગતને આશ્ચર્યકારી ઉત્સવ કર્યા.
લક્ષ્મણ સજીવન થયા' એવા ખબર બાતમીદારા પાસેથી સાંભળીને રાવણ પોતાના ઉત્તમ મંત્રીઓની સાથે વિચાર કરવા લાગ્યા. રાવણુ મેલ્યા–“ મારા એવા ભાવ હતો કે મારી શક્તિથી ઘાયલ થયેલા લક્ષ્મણ પ્રાતઃકાળે મરણ પામશે. તેની પછવાડે તેના સ્નેહથી પીડિત રામ પણ મરી જશે; પછી કપિ સર્વે નાસીને ચાલ્યા જશે, અને કુંભક,