________________
પર્વ ૭ મું ક્રીડા કરવા લાગ્યા. તે વખતે કસ્તુરીના રસે ભરેલું રૂપાનું પાત્ર હોય તે અંદર રહેલા કલંકવાળો ચંદ્ર દેખાવા લાગ્યા. આડા હાથ ધરીને વિરહીજને ખલિત કરેલા કામદેવનાં બાણે હોય તેમ ચંદ્રકિરણે પ્રસરવા લાગ્યાં. લાંબા વખતથી ભેગવેલી પણ અત્યારે સૂર્યાસ્તથી દુર્દશાવાળી થયેલી પદ્મિનીને છોડી દઈને ભમરાઓ પિોયણીને ભજવા લાગ્યા. “અહો ! નીચની મૈત્રીને ધિક્કાર છે. એ પિતાના પ્રિય મિત્ર કામદેવને બાણ તૈયાર કરી દેતા હોય તેમ ચંદ્ર, કિરણના પાતથી શફાલી લતાનાં પુષ્પોને પાડવા લાગ્યો. ચંદ્રકાંત મણિઓમાંથી રસ વર્ષાવીને નવીન સરોવરને કરતે ચંદ્ર જાણે નવાં નવાં નવાણ કરવા વડે પિતાની કીર્તિ જમા થતું હોય તેમ દેખાવા લાગે. અને દિશાઓના મુખને નિર્મળ ક૨તી ચાંદની પશ્ચિનીની જેમ આમતેમ ભટકતી કુલટાઓના મુખને ગ્લાનિ કરવા લાગી.
એ સમયે લંકાસુંદરીની સાથે ક્રીડા કરતા હનુમાને નિઃશંકપણે તે રાત્રિ નિર્ગમન કરી. પ્રાત:કાળે ઈદ્રની પ્રિયદિશા (પૂર્વ દિશા) ને મંડન કરતો સૂર્ય સુવર્ણસૂત્ર જેવાં કિરવડે ઉદય પામ્યો. સૂર્યનાં કિરણોએ અવ્યાહત રીતે પડીને વિકસિત પોયણીને સ્વપ્નવાળી કરી દીધી. જાગ્રત થયેલી રમણીઓએ છોડી દીધેલા મુગટનાં પુષ્પો કેશપાશના વિયોગને લીધે ભ્રમરના નાદના મિષથી રૂદન કરવા લાગ્યા. રાત્રિ જાગરણના પ્રયાસથી રાતાં નેત્રવાળી ગણિકાઓ કામીજનને સ્થાનમાંથી નીકળવા લાગી. ભમરાઓની પક્તિઓ ખંડિતા સ્ત્રીના મુખકમળમાંથી નિશ્વાસની શ્રેણી નીકળે તેમ વિકસિત થયેલાં કમળનાં કેશમાંથી નીકળવા લાગી. ઉદય પામેલા સૂર્યના તેજે જેના કાંતિવૈભવને લુંટી લીધું છે એ ચંદ્ર લતાનંતના વસ્ત્ર જેવો દેખાવા લાગ્યા. જે અંધકાર આખા બ્રહ્માંડમાં પણ સમાતો નહોતે તેને મેઘને પ્રચંડ પવન ઉડાડી દે તેમ સૂયે કઈપણ સ્થાને ઉડાડી દીધું. રાત્રિની જેમ પ્રતિબંધ કરનાર નિદ્રાનું અપસરણ થતાં નગરજનો પોતપોતાનું કામ કરવાને પ્રવર્તાવા લાગ્યા.
એ સમયે પરાક્રમી હનુમાન લંકાસુંદરીની સુંદર વચનોથી રજા લઈ લંકા નગરમાં પેઠે. પ્રથમ બળના ધામરૂપ હનુમાને શત્રુઓના સુભટોને ભયંકર એવા વિભીષણના ઘરમાં પ્રવેશ કર્યો. વિભીષણે સત્કાર કરીને હનુમાનને આવવાનું કારણ પૂછ્યું, એટલે હનુમાને આ પ્રમાણે સારરૂપ ગંભીર વચન કહ્યાં- “તમે રાવણના બંધુ છો, તેથી શુભ પરિણામનો વિચાર કરીને તેણે હરણ કરેલી રામની પત્ની સતી સીતાને તેની પાસેથી છોડાવે. તમારા ભાઈ જે કે બળવાન છે, તે પણ તેમણે કરેલું રામની પત્નીનું હરણ માત્ર પરલોકમાં જ નહિ પરંતુ આ લેકમાં પણ દુઃખદાયક છે” વિભીષણ બોલ્યા-“હે હનુમાન ! તમે બરાબર કહો છો, પ્રથમથી જ સીતાને છોડી દેવા માટે મેં મારા જયેષ્ઠ બંધુને કહ્યું હતું, અને ફરીવાર પણ હું આગ્રહથી મારા બાંધવને પ્રાર્થના કરીશ, કે જેથી કરી તે ફરીને કહેલાં મારાં વચનથી પણ સીતાને છેડી દે.” આ પ્રમાણે વિભીષણે કહ્યું, એટલે હનુમાને ત્યાંથી આકાશમાર્ગે ઉત્પતીને જ્યાં સીતાને રાખેલાં હતાં તે દેવરમણ ઉદ્યાનમાં ગયા. ત્યાં અશોક (આસોપાલવ) વૃક્ષની નીચે બેઠેલાં સીતાજીને હનુમાને જોયાં. તેના કપિલભાગ ઉપર કેશ ઉડી રહ્યા હતા. સતત પડતી અથુજળની ધારાથી તેમણે ભૂમિતળને આદ્ર કર્યું હતું, હિમપીડિત કમલિનીની જેમ તેમનું મુખકમળ ગ્લાનિ પામેલું હતું. બીજના ચંદ્રની કળાની જેમ તેમનું શરીર અતિ કૃશ થઈ ગયું હતું, ઉષ્ણ વિશ્વાસના સંતાપથી તેના અધરપલવ વિધુર થયેલા હતા, સ્થિર યોગિનીની જેમ તે રામનું જ ધ્યાન કરતા હતા, વસ્ત્ર મલીન થઈ ગયાં હતાં, અને પોતાના શરીરમાં પણ નિઃસ્પૃહ જણાતા હતા. તેમને જોતાંજ હનુમાને વિચાર્યું કે “અહો ! આ સીતા મહા સતી છે, તેમના દર્શનમાત્રથીજ લો કે પવિત્ર થઈ જાય તેમ છે. આ મહાસતીને વિરહ