SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વ ૭ મું આજે ભાગ્યેગે તું પરાક્રમી ભાણેજ અમારા જેવામાં આવ્યું છે. હવે તું શીધ્ર સ્વામીના કાર્યને માટે જા, તારું માર્ગમાં કુશળ થાઓ.” આ પ્રમાણે કહી મહેદ્ર રાજા પોતાનું સૈન્ય લઈને રામની પાસે આવ્યા. ત્યાંથી હનુમાન આકાશમાર્ગે ચાલતાં દધિમુખ નામના દ્વીપમાં આવ્યું. ત્યાં બે મહામુનિને કાઉસગ્ગ ધ્યાને રહેલા તેણે જોયા. તેમની નજીકમાંજ નિર્દોષ અંગવાળી અને વિદ્યાસાધનમાં તત્પર એવી ત્રણ કુમારીકાઓ ધ્યાન કરતી તેના જેવામાં આવી. તે સમયે અકસ્માત્ તે બધા દ્વીપમાં દાવાનળ પ્રગટ થયે; જેથી બે મુનિઓ અને ત્રણ કુમારિકાઓ, અચાનક દાવાનળના સંકટમાં આવી પડ્યાં તેની ઉપરના વાત્સલ્યભાવથી હનુમાને વિદ્યાવડે સાગરમાંથી જળ લઈને મેઘની જેમ તે દાવાનળને શમાવી દીધું. તત્કાળ વિદ્યા સિદ્ધ થવાથી ધ્યાનમાં રહેલા બન્ને મુનિને પ્રદક્ષિણા દઈને તે ત્રણ કન્યાઓ હનુમાન પ્રત્યે કહેવા લાગી- હે પરમહંત ! તમે ઉપસર્ગથી અમને બચાવ્યા તે સારું કર્યું, તમારી સહાયથી સમય વિના પણ અમારી વિદ્યા સિદ્ધ થઈ છે.” હનુમાને કહ્યું- તમે કોણ છે ? કન્યાઓ બોલી–આ દધિમુખ દ્વીપમાં દધિમુખ નગરને વિષે ગંધર્વરાજ નામે રાજા છે. તેની કુસુમમાળા નામની રાણીના ઉદરથી અમે ત્રણે કન્યાઓ જન્મ પામેલી છીએ. અમારે માટે ઘણું ખેચરપતિએ અમારા પિતા પાસે માગણી કરતા હતા, તેમાં એક અંગારક નામે ઉન્મત્ત ખેચર પણ અમારી માગણી કરતો હતા; પણ અમારા સ્વતંત્રવિચારી પિતાએ તેને કે કઈ બીજાને અમોને આપી નહીં. એક વખત અમારા પિતાએ કઈ મુનિને પૂછ્યું કે–આ મારી પુત્રીઓનો પતિ કે શું થશે ?' ત્યારે તેમણે કહ્યું કે “જે સાહસગતિ વિદ્યાધરનો મારનાર થશે તે તારી પુત્રીઓને પતિ થશે.” પછી મુનિનાં તેવાં વચનથી અમારા પિતા તેને શોધવા લાગ્યા, તથાપિ કેઈ ઠેકાણે તેનો પત્તો મળ્યો નહીં; તેથી તેને જાણવાને માટે આ વિદ્યાસાધનનો આરંભ કર્યો હતો. પેલા અંગારકે અમારી વિદ્યાનો બ્રશ કરવા માટે આ દાવાનળ પ્રગટ કર્યો હતો, તેને નિષ્કારણ બંધુ એવા તમે સારી રીતે શમાવી દીધે; અને જે મનેગામિની વિદ્યા છ માસે સધાય છે તે વિદ્યા તમારી સહાયથી એમને ક્ષણ વારમાં સિદ્ધ થઈ ગઈ છે.” પછી હનુમાને સાહસગતિનો વધ રામે કર્યો છે, અને તેમના કાર્યને માટે જ પોતે લંકામાં જાય છે, એ બધી કથા મૂળથી માંડીને કહી બતાવી. તે સાંભળી ત્રણે કુમારીકાઓએ હર્ષ પામી પિતાની પાસે જઈને એ સર્વ વૃત્તાંત નિવેદન કર્યો. રાજા ગંધર્વરાજ તે ત્રણ કન્યાઓ અને મોટું સૈન્ય લઈને રામની પાસે આવ્યા. ત્યાંથી વીર હનુમાન ઉડીને લંકાની પાસે આવ્યો. ત્યાં કાળરાત્રિ જેવી ભયંકર શાલિકા નામે વિદ્યા તેના જેવામાં આવી. તે વખતે “અરે વાનર ! તું ક્યાં જાય છે ? અનાયાસે તું મારૂં ભેજ્ય થઈ પડ્યો છે.” એમ આક્ષેપથી કહેતી તે વિદ્યાએ પિતાનું મુખ ફાડયું. હનુમાને હાથમાં ગદા લઈને તત્કાળ તેના મુખમાં પ્રવેશ કર્યો, અને પછી વાદળાના મધ્યમાંથી સૂર્ય નીકળે તેમ તેના ઉદરને ફાડીને બહાર નીકળ્યું. તેણે લંકાની આસપાસ કિલ્લે કર્યો હતો. તેને હનુમાને વિદ્યાના સામર્થ્યથી એક માટીના પાત્રને ભાંગી નાખે તેમ ક્ષણવારમાં ભાંગી નાંખ્યો. તે કિલાનો વા મુખ નામે એક રક્ષક હતો, તે ધુંરધર કાલથી યુદ્ધ કરવા માટે આવ્યો, તેને હનુમાને યુદ્ધમાં મારી નાંખે. વજમુખ હણાયો, એટલે લંકાસુંદરી નામે તેની એક વિદ્યાના બળવાળી કન્યા હતી. તેણે કેપથી હનુમાનને પિતાની - ૧૩
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy