________________
પર્વ ૭ મું
૮૫ તેને મેળવીશ નહીં તે તું રાવણ જ નથી.” આવાં તેનાં વચનો સાંભળીને રાવણ તત્કાળ પુષ્પક વિમાનમાં બેઠે, અને તેને આજ્ઞા કરી કે “હે વિમાનરાજ ! જ્યાં જાનકી છે ત્યાં તું ત્વરાથી જા.” તત્કાળ જાણે ત્યાં જવા ઈચ્છતા રાવણના મનની સ્પર્ધા કરતું હોય તેમ તે વિમાન અતિ વેગથી જાનકી પાસે આવ્યું. ત્યાં ઉગ્ર તેજવાળા રામને જોતાંજ અગ્નિથી વાઘની જેમ રાવણ ભય પામીને તેનાથી દૂર જઈને ઉભે રહ્યો. તરતજ તે વિચારમાં પડો કે “અહીં આવા અતિ ઉગ્ર રામ અને તેની પાસેથી સીતાનું હરણું તે એક તરફ વાઘ અને એક તરફ નદીના જેવું મહાકણકારી છે.” આવો વિચાર કરીને તત્કાળ તેણે અવલોકની વિદ્યાનું સ્મરણ કર્યું, એટલે તરત જ તે વિદ્યા દાસીની જેમ અંજલિ જેડી તેની પાસે આવીને ઊભી રહી. રાવણે તેને જણાવ્યું કે-“સીતાહરણના કાર્યમાં તું મને સહાય કર.” વિદ્યાદેવી બેલી-વાસુકિ નાગના મસ્તક ઉપરથી રન લેવું તે સહેલું છે, પણ રામની સમીપેથી સીતાને લેવાનું દેવતાઓને પણ સહેલું નથી, પણ તેને એક ઉપાય છે, તે એ કે
જ્યારે લક્ષ્મણ યુદ્ધ કરવા ગયા ત્યારે રામે પોતાને બોલાવવા માટે સિંહનાદ કરવાનો સંકેત કરે છે, માટે જે તે ઉપાય કરીએ ને રામચંદ્ર ત્યાં જાય તે સીતાનું હરણ થઈ શકે.” રાવણે તેમ કરવાની આજ્ઞા કરી, એટલે તે દેવીએ ત્યાંથી દૂર જઈને સાક્ષાત લક્ષ્મણના જે સિંહનાદ કર્યો. તે સિંહનાદ સાંભળી રામ સંભ્રમથી વિચારમાં પડયા કે હસ્તિમલની જેવા મારા અનુજબંધુ લક્ષ્મણના જેવો જગતમાં કોઈ પ્રતિમલ નથી. લક્ષ્મણને સંકટમાં પાડે તેવા પુરૂષને હું જતો નથી, તે છતાં આ સિંહનાદ પ્રથમ કરેલા સંકેત પ્રમાણે બરાબર સાંભળવામાં આવે છે. આ પ્રમાણેના તર્કવિતર્કમાં મહા મનવાળા રામ વ્યગ્ર થઈ ગયા. તે વખતે સીતા લક્ષમણ પરના વાત્સલ્યભાવથી આ પ્રમાણે છેલ્યાહે આર્યપુત્ર ! વત્સ લક્ષ્મણ સંકટમાં પડ્યા છતાં તમે ત્યાં જવામાં કેમ વિલંબ કરે છો ? સત્વર જઈને વત્સ લક્ષમણની સહાય કરે.” આવાં સીતાનાં વચનથી અને સિંહનાદથી પ્રેરાયેલા રામ અપશુકનને પણ નહિ ગણતાં ત્વરાથી ત્યાં ગયા.
પછી લાગ આવેલે જઈ રાવણ નીચે ઉતરીને રૂદન કરતા જાનકીને પુષ્પક વિમાનમાં બેસાડવા લાગ્યું. જાનકીને રેતાં સાંભળીને “હે સ્વામિની ! ભય રાખશે નહિ, હું આવી પુ છું.” “અરે નિશાચર ! ઊભું રહે' એમ રોષથી બોલતો જટાયુ પક્ષી દૂરથી રાવણ ઉપર દેડક્યો; અને પોતાના તીક્ષ્ણ નખની અણુઓથી હળવડે ભૂમિની જેમ તે મોટા પક્ષીએ રાવણના ઉરસ્થલને ઉઝરડી નાંખ્યું. તેથી રાવણે ક્રોધ કરી દારૂણ પગ ખેંચી તેના વડે તેની પાંખે છેદી નાંખીને તેને પૃથ્વી પર પાડી નાંખ્યો. પછી રાવણ નિઃશંક થઈ સીતાને પુષ્પક વિમાનમાં બેસાડી, પોતાના મનોરથ પૂર્ણ કરી ઉતાવળે આકાશમાર્ગે ચાલ્યું. તે વખતે “શત્રુઓને મથન કરનારા હે નાથ રામભદ્ર ! હે વત્સ લક્ષમણ ! હે પૂજ્ય પિતા ! હે મહાવીર બંધુ ભામંડલ ! બલિને કાગડે ઉપાડી જાય તેમ આ રાવણ છળથી તમારી સીતાને હરી જાય છે. આ પ્રમાણે રૂદન કરતી સીતા ભૂમિ અને આકાશને રોવરાવવા લાગી.
માર્ગમાં અર્ક જટીના પુત્ર રત્નજીના બેચરે આ રૂદન સાંભળી વિચાર કર્યો કે જરૂર આ રામની પત્ની સીતાનું રૂદન જણાય છે અને શબ્દ સમુદ્ર પર સંભળાય છે; તેથી જરૂર રાવણે રામલક્ષ્મણને છેતરીને એ સીતાનું હરણ કર્યું હશે એમ લાગે છે, તો આ વખતે મારા સ્વામી ભામંડલની ઉપર હું ઉપકાર કરું.” એવું વિચારીને તે રત્નજી ખેચર ખડગ ખેંચી રાવણને આક્ષેપ કરતો તેના પર દેથા, યુદ્ધને માટે બોલાવતા એ રત્નજ