________________
પર્વ ૭ મું
૭૫ દિશાએ એક ગૃહ જેવા મોટા વડના વૃક્ષની નીચે તેઓએ નિવાસ કર્યો. તે નગરનો મહીધર નામે રાજા હતે, ઈદ્રાણી નામે તેને પત્ની હતી, અને તેનાથી વનમાળા નામે એક પુત્રી થઈ હતી. તે વનમાળાએ બાલ્યવયમાંથી જ લક્ષ્મણની ગુણસંપત્તિ અને રૂપસંપત્તિ સાંભળી હતી, તેથી તેના સિવાય બીજા કોઈ વરને ઇચ્છતી નહોતી. જ્યારે રાજા દશરથે દીક્ષા લીધી અને રામ લક્ષમણ વનમાં નીકળ્યા ત્યારે એ ખબર સાંભળીને મહીધર રાજા બહુ ખેદ પામ્યા. પછી ચંદ્રનગરના રાજા વૃષભના પુત્ર સૂરેંદ્રરૂપની સાથે તેણે વનમાળાને સંબંધ કર્યો. તે ખબર સાંભળી વનમાળા મરવાનો નિશ્ચય કરી જે રાત્રિએ રામ લક્ષમણુ ત્યાં આવ્યા તેજ રાત્રિએ એકલી નગર બહાર નીકળી, અને દૈવયોગે તેજ ઉદ્યાનમાં આવી ચડી. પ્રથમ તે ઉદ્યાનમાં રહેલા યક્ષાયતનમાં પ્રવેશ કરીને તેણે વનદેવતાની પૂજા કરી અને કહ્યું કે-જમાંતરમાં પણ લક્ષમણ મારા પતિ થાઓ.” ત્યાર પછી ત્યાંથી નીકળીને પેલા વડની પાસે આવી. તેને સૂઈ ગયેલાં રામ અને સીતાના પહેરેગીર તરીકે જાગતા લમણે દીઠી. તેને જોઈને લક્ષમણ વિચારવા લાગ્યા કે-“શું આ વનદેવી હશે?” વા આ વડ વૃક્ષની અધિષ્ઠાત્રી હશે કે કોઈ બીજી યક્ષિણી હશે ?’ તેવામાં તે બોલી કે-આ ભવમાં લમણ મારા પતિ થયા નહિ, તે જે મારી તેમના પર ખરી ભક્તિ હોય તો ભવાંતરમાં પણ તેજ મારા પતિ થજો.” આ પ્રમાણે કહી ઉત્તરીય વસ્ત્રવડે કંઠપાશ રચી વડની શાખા સાથે બાંધીને તે પોતાના શરીરને લટકાવવા લાગી; તે વખતે “હે ભદ્રે ! તું સાહસ કરીશ નહીં, હું પોતેજ લક્ષમણ છું.' એમ બોલતા લક્ષમણે ત્યાં જઈ પાશ દૂર કરીને તેને નીચે ઉતારી. રાત્રિના શેષ ભાગે જ્યારે રામ સીતા જાગ્રત થયાં ત્યારે લક્ષમણે તે વનમાળાને સર્વ વૃત્તાંત તેમને જણાવ્યું. તત્કાળ વનમાળાએ લજજાથી મુખ ઢાંકી સીતા અને રામના ચરણકમળમાં નમસ્કાર કર્યો.
અહીં મહીધર રાજાની સ્ત્રી ઈંદ્રાણીએ રાજમહેલમાં જ્યારે વનમાળાને જોઈ નહિ ત્યારે કરૂણ સ્વરે પોકાર કર્યો; તેથી મહીધર રાજા વનમાળાને શોધવા માટે નીકળ્યો. આમ તેમ ભટકતાં તેણે તે વનમાં વનમાળાને બેઠેલી જોઈ એટલે ‘આ રાજપુત્રીના ચરને મારો એમ બોલતા સૈનિકે શસ્ત્રો ઊંચા કરીને દેડયા. તેને આવતાં જોઈ લક્ષમણુ ક્રોધથી ઊભા થયા, અને લલાટ પર ભ્રકુટીની જેમ તેણે પણ પણછને ધનુષ્ય ઉપર ચડાવી. પછી શત્રુઓના અહંકારને હરી લે તે ટંકા૨ શબ્દ કર્યા. ટંકારના નાદથી જ કેટલાક સુભટો ક્ષોભ પામી ગયા, કેટલાક ત્રાસ પામ્યા અને કેટલાક પડી ગયા. માત્ર મહીધર રાજા એકલે આગળ ઊભો રહ્યો, તેણે લમણને જોયા; એટલે તેમને ઓળખીને તે બોલ્યો કે-હે સૌમિત્રિ ! ધનુષ્ય ઉપરથી પણછ ઉતારી લે, મારી પુત્રીના પુણ્યથીજ તમે અહીં પ્રાપ્ત થયા છે.” તત્કાળ લમણે ધનુષ્ય ઉપરથી પણછ ઉતારી નાંખી, એટલે મહીધર રાજા સ્વસ્થ થયા. પછી ત્યાં રામને જોઈ રથમાંથી ઉતરીને તેણે પ્રણામ કર્યા અને કહ્યું કે તમારા ભાઈ લક્ષમણને માટે પ્રથમથી જ તેના પર અનુરાગવાળી આ મારી પુત્રીને મેં પૂર્વે કપેલી હતી. મારા ભાગ્યને તેમને હમણા સમાગમ થયા છે. લક્ષ્મણ જેવા જામાતા અને તમારા જેવા સંબંધી મળવા બહુ દુર્લભ છે.” આ પ્રમાણે કહી મોટા સન્માનપૂર્વક મહીધર રાજા જાનકી, રામ અને લક્ષ્મણને પિતાને ઘેર લઈ ગયો.
રામ વિગેરે ત્યાં રહેલા હતા તેવામાં એક દિવસ સભામાં બેઠેલા મહીધર રાજા પાસે અતિવીર્ય રાજાનો દૂત આવીને કહેવા લાગ્યું કે-“નંદ્યાવર્તપુરનો રાજા અતિવીર્ય જે વીર્યને સાગર છે તેમણે ભરતરાજાની સાથે વિગ્રહ થવાથી તમને પોતાની સહાય કરવા બોલાવેલા છે. દશરથના પુત્ર ભરતરાજાના રીન્યમાં ઘણા રાજાઓ આવેલા છે, તેથી મહાબળવાન