SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ સગે પ માં પછી હું જમીશ.” વાકણે તરતજ લક્ષ્મણની સાથે ઘણું શાક વિગેરેવાળું ભોજન રામને માટે ઉદ્યાનમાં મોકલાવ્યું. ભેજન કર્યા પછી રામે શીક્ષા આપીને મોકલેલે લમણ અવંતિપતિ સિંહદરની પાસે આવ્યો. ત્યાં આવીને મિષ્ટ વચને કહ્યું કે “સર્વ રાજાઓને દાસ જેવા કરનાર, દશરથ રાજાના પુત્ર ભરત રાજા તમને વજકર્ણની સાથે વિરોધ કરવાનો નિષેધ કરે છે તે સાંભળી સિંહદર બોલ્યો-“ભરત રાજા જે પોતાની ભક્તિમાન સેવક હોય તેમની ઉપર પ્રસાદ કરે છે, બીજાની ઉપર કરતા નથી; તેવી રીતે આ મારે દુષ્ટ સામંત વાકર્ણ મને નમતો નથી; તો કહો હું તેની ઉપર શી રીતે પ્રસાદ કરું?’ લમણે ફરીથી કહ્યું-“એ વાકર્ણ તમારે વિષે અવિનયી નથી, પણ ધર્મના અનુરોધથી, તેણે બીજાને પ્રણામ ન કરવાની પ્રતિજ્ઞા લીધી છે, માટે તમે વજકર્ણ ઉપર કો૫ કરો નહિ. રાજા ભરતનું શાસન તમારે માન્ય કરવા યોગ્ય છે, કારણ કે એ ભરત રાજા સમુદ્રાંત પૃથ્વી ઉપર શાસન કરનાર છે.” આવાં લક્ષ્મણનાં વચન સાંભળી સિંહદર કાધથી બેલ્યો-એ ભરત રાજા કોણ છે? કે જે વાકર્ણના પક્ષમાં રહી વાતુલ થઈને મને આ પ્રમાણે કહેવરાવે છે.” તે સાંભળતાં જ લક્ષ્મણનાં નેત્ર કોપથી લાલ થઈ ગયાં. અને હોઠ ફરકવા લાગ્યા. તે બેલ્યા-‘મૂઢ! તું ભારત રાજાને જાણતો નથી ? લે, હવે તેને તે સત્વર ઓળખાવું. ઊઠ, યુદ્ધ કરવાને સર્વ રીતે તૈયાર થા. ચંદનઘોની જેમ તું હજુ મારી ભુજારૂપ વજથી તાડિત થયો નથી. તે સાંભળતાં જ ભસ્મથી ઢંકાયેલા અગ્નિનો સ્પર્શ કરવાને બાળક તૈયાર થાય તેમ સિહોદર રાજા રીન્ય સહિત લક્ષમણને હણવાને તૈયાર થયે. લક્ષમણ પોતાની ભૂજાથી કમળના નાળવાની જેમ હાથીનું બંધસ્થાન (ખીલ) ઉખેડીને દંડે ઉંચો કરી રહેલા યમરાજની જેમ તે આલાનથંભવડે શત્રુઓને મારવા લાગ્યા. પછી એ મહાભુજે ઉછાળો મારીને હાથી ઉપર બેઠેલા સિંહદરને પશુની જેમ તેના જ વસ્ત્રવડે કંઠમાંથી બાંધી લીધા. દશાંગપુરના લોક આશ્ચર્યથી જોઈ રહ્યા, અને લક્ષમણ સિંહદરને ગાયની જેમ ખેંચીને રામની પાસે લઈ ગયા. રામને જોઈ સિંહોદરે નમસ્કાર કરીને કહ્યું-“હે રઘુકુળનાયક ! તમે અહીં આવ્યા છે, તે મારા જાણવામાં આવ્યું હતું. અથવા હે દેવ ! મારી પરીક્ષાને માટે તમે આ કર્યું હશે, પણ જો તમે બળ બતાવવા તત્પર થાઓ તે પછી અમારે જીવવાથી સર્યું, અર્થાત્ અમે જીવી શકીએ જ નહી. હે નાથ! મારા આ અજ્ઞાત દેશને ક્ષમા કરે, અને જે કર્તવ્ય હોય તે બતાવે. કેમકે શિષ્ય ઉપર ગુરૂની જેમ સેવક ઉપર સ્વામીને કોપ માત્ર શિક્ષાને માટે જ હોય છે.” રામે કહ્યું–‘વજકર્ણની સાથે સંધિ કરે.” તે વાણીને સિંહદરે તથતિ તેમજ) કહીને સ્વીકારી લીધી. પછી રામચંદ્રની આજ્ઞાથી વજકર્ણ ત્યાં આવ્યું, અને વિનયથી રામની આગળ ઊભે રહી અંજલિ જોડીને બોલ્યો-“સ્વામી શ્રી ઋષભદેવના વંશમાં તમે બલભદ્ર અને વાસુદેવ ઉત્પન્ન થયા છે, એમ અમે સાંભળ્યું હતું. આજે સારા ભાગ્યે તમારા બંનેના અમને દશન થયા છે. ચિરકાળે તમે ઓળખવામાં આવ્યા છે. તમે બંને મહાભુજ સર્વ ભરતાદ્ધને નાથ છે. હું અને બીજા રાજાઓ તમારા જ કિક છીએ. હે નાથ ! આ મારા પ્રભુ સિંહદરને છોડી મૂકે, અને હવેથી તેને એવી શિક્ષા આપો કે જેથી તે બીજાને નહિ પ્રણામ કરવાના મારા દઢ અભિગ્રહને સદા સહન કરે. “અહંત દેવ અને સાધુ ગુરૂ વિના બીજાને નમસ્કાર કરે નહીં” એ દઢ અભિગ્રહ પ્રીતિવદ્ધન નામના મુનિ પાસે મેં ગ્રહણ કરેલ છે.” બ્રગુટીની સંજ્ઞાથી સિંહોદરે રામની તે વાત સ્વીકારી, એટલે સૌમિત્રિએ-લક્ષમણે મુક્ત કરેલે સિંહદર રાજા વાકર્ણને આલિંગન દઈને મળ્યા. પછી તેણે રામની સાક્ષીએ પરમ પ્રીતિથી પોતાનું અર્ધ રાજય સદર બંધુની જેમ વજકર્ણને
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy