________________
પર્વ ૭ મું મરણમુખપણાથી ભય પામી રાજાએ તેને પિતાના ઉલ્લંગમાં બેસારીને પૂછયું કે-“પ્રિયા ! શું અપમાન થવાથી તે આવું દુ:સાહસ આરંહ્યું છે ? દેવગે મારાથી તે કાંઈ તારું અપમાન નથી થયું ?” તે ગદ્ગદ્ સ્વરે બેલીતમે બધી રાણીઓને જિનસનાત્રનું જળ મોકલાવ્યું અને મારે માટે મોકલાવ્યું નહીં. આ પ્રમાણે જેવી તે કહેતી હતી, તેવામાં પિલ વૃદ્ધ કંચુકી “આ સનાત્રજળ રાજાએ મોકલાવ્યું છે એમ બેલતે ત્યાં આવ્યું. રાજાએ તે પવિત્ર જળથી તરતજ પટ્ટરાણુના મસ્તક પર અભિસિંચન કર્યું. પછી તે કંચુકીને રાજાએ પૂછયું કે- તું આટલે મેં કેમ આવ્યું ?” કંચુકી - સ્વામી ! સર્વ કાર્યમાં અસમર્થ એવી મારી વૃદ્ધાવસ્થાનેજ આમાં અપરાધ છે, આપ સ્વયમેવ મારી સામું જુઓ. રાજાએ તેની સામે જોયું તો તે મરવાને ઈચ્છતો હોય તેમ પગલે પગલે ખલિત થતો હતો, મુખમાંથી લાળ પડતી હતી, દાંત પડી ગયા હતા, મુખ ઉપર વળી આ પડયા હતા, સર્વ અંગમાં વેત રોમ થઈ ગયા હતા, બ્રગુટીના વાળથી નેત્ર ઢંકાઈ ગયાં હતાં, માંસ અને રૂધિર સુકાઈ ગયાં હતાં અને સર્વ અંગ ધ્રુજતાં હતાં. આવા તે કંચુકીને જોઈને રાજાને વિચાર થયે કે “જ્યાં સુધી મારી એવી સ્થિતિ થઈ નથી ત્યાં સુધીમાં મારે મોક્ષને માટે પ્રયત્ન કરી લેવું જોઈએ” આવા મનોરથથી રાજા વિષયોથી પરામુખ થઈ ગયો, અને એ પ્રમાણે સ સાર પર વૈરાગ્યવાળા ચિત્તથી તેણે કેટલોક કાળ નિર્ગમન કર્યો.
એકદા સત્યભૂતિ નામે ચતુર્ગાની મહામુનિ સંઘની સાથે તે નગરીએ સમેસર્યા. તેના ખબર સાંભળી રાજા દશરથ પુત્રાદિક પરિવાર સાથે ત્યાં જઈ તેમને વંદના કરીને દેશના સાંભળવાની ઈચ્છાએ તેમની સમીપે બેઠા. તે સમયે મૈતાઢયગિરિથી વિદ્યાધરોના અનેક રાજાઓ સહિત રાજા ચંદ્રગતિ સીતાની અભિલાષાથી તમ એવા ભામંડલને સાથે લઈ રથાવત્ત ગિરિપરના અહંતોને વંદના કરીને પાછા ફરતાં આકાશમાર્ગે ત્યાં આવી ચડ્યો. સત્યભૂતિ મનિને ત્યાં સમવસરેલા જોઈ તે આકાશમાંથી નીચે ઉતર્યો. અને તેમને વંદના કરીને તે પણ દેશના સાંભળવા બેઠે, ભામંડલને સીતાના અભિલાષનો સંતાપ છે તે જાણી લઈ સત્યવાદી સત્યભૂતિ સૂરિએ સમયને યેચ દેશના આપી, તેમાં પ્રસંગોપાત તેમને પાપમાંથી નિવૃત્તિ થવાને માટે ચંદ્રગતિ અને પુષ્પવતીના તથા ભામંડલ અને સીતાના પૂર્વ ભવ કહી સંભળાવ્યા. તેમાં સીતા અને ભામંડલનું જુગલઆપણે ઉત્પન્ન થવું અને ભામંડલનું જન્મતાંજ અપહરણ થવું ઈત્યાદિ. વૃત્તાંત યથાર્થ પણે જણાવ્યું. તે સાંભળતાંજ ભામંડલને જાતિસ્મરણ થયું, એટલે તત્કાળ મૂતિ થઈને તે પૃથ્વી પર પડી ગયો. થોડી વારે સંજ્ઞા મેળવીને ભામંડલે પિતાના પૂર્વ ભવનું વૃત્તાંત સત્યભૂતિ મુનિએ જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે બધું પિતાની મેળે કહી આપ્યું. તત્કાળ ચંદ્રગતિ વગેરે પરમ સંવેગને પ્રાપ્ત થયા, અને સદબુદ્ધિવાળા ભામંડલે સીતાને બહેન જાણુને નમસ્કાર કર્યો. “જન્મતાંજ જેનું હરણ થયું હતું તેજ આ મારો સહોદર ભાઈ છે.” એમ જાણીને હર્ષ પામતી મહાસતી સીતાએ તેને આશીષ આપી. પછી તત્કાળ જેને સૌહદપણુ ઉત્પના થયું છે એવા વિનીય ભામંડલે લલાટવડે પૃથ્વીનો સ્પર્શ કરીને રામને પણ નમસ્કાર કર્યો. પછી ચંદ્રગતિએ ઉત્તમ વિદ્યાધરોને મેકલીને વિદેહા અને જનકરાજાને ત્યાં તેડાવ્યા અને “જમતાંજ જેનું હરણ થયું હતું તે આ ભામંડલ તમારો પુત્ર છે.” ઈત્યાદિ સર્વ વૃત્તાંત જણવ્યું. તે વચન સાંભળીને મેઘગર્જનાથી મયૂરની જેમ જનક અને વિદેહા હર્ષ પામ્યાં, અને વિદેહાના સ્તનમાંથી દુધ ઝરવા લાગ્યું. પોતાના ખરા માતાપિતાને ઓળખીને