SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ સગ ૪ થે રાઘવે (રામે) હાથીઓને અષ્ટાપદની જેમ તે ઑછોને હેલા માત્રમાં ભગ્ન કરી દીધા. ક્ષણવારમાં તે સ્વેચ્છા કાકપક્ષીની જેમ દશે દિશામાં નાસી ગયા, એટલે જનકરાજા અને જનપદના લોકો સર્વ સ્વસ્થ થયા. રામનું પરાક્રમ જોઈને હર્ષ પામેલા જનકરાજાએ પિતાની પુત્રી સીતા રામને આપી. રામના આવવાથી જનકને પુત્રી માટે ગ્ય વરની પ્રાપ્તિ અને સ્વેચ્છને વિજય એ બે કામ સિદ્ધ થઈ ગયાં. એ સમયમાં લોકો પાસેથી જાનકીના રૂપનું વિશેષ વર્ણન સાંભળી તેને જોવા માટે નારદ ત્યાં આવ્યા, અને તેણે કન્યાગ્રહમાં પ્રવેશ કર્યો. પીળાં નેત્રવાળા, પીળા કેશને ધરનારા, મોટા ઉદરવાળા, હાથમાં છત્રી અને દંડને રાખનારા, કો પીન માત્રને પહેરાનારા, કૃશ શરીરવાળા અને જેના માથા પર વાળ ઊડી રહ્યા છે એવા ભયંકર નારદને જોઈ સીતા ભય પામી ગઈ. તેથી કંપતી કંપતી “હે મા !' એમ બોલતી ગર્ભાગારમાં પેસી ગઈ. તે સાંભળીને તત્કાળ દેડી આવેલ દાસીઓએ અને દ્વારપાળોએ કોલાહલ કરીને કંઠ, શિખા અને બાવડે નારદને પકડી લીધા. તેમના કલકલ શબ્દથી યમદૂતની જેવા શસ્ત્રધારી રાજપુરૂષો “એને મારે, મારે” એમ બોલતાં દેડી આવ્યા. નારદ તે સર્વથી ભ પામી તેમની પાસેથી માંડમાંડ છુટી, ઊડીને વૈતાઢયગિરિપર આવ્યા. પછી તેમણે વિચાર્યું કે વ્યાધ્રીઓ પાસેથી ગાયની જેમ હું તે દાસીઓ પાસેથી માંડમાંડ જીવતો છુટીને ભાગ્યબળથી જ્યાં ઘણા વિદ્યાધરના રાજાઓ રહે છે એવા વૈતાઢયગિરિ ઉપર આવી પહોંચે છું. આ ગિરિની દક્ષિણ શ્રેણીમાં ઈદ્રના જે પરાક્રમી ભામંડલ નામે ચંદ્રગતિને યુવાન પુત્ર છે; તે એક પટ ઉપર સીતાને આલેખી તેને બતાવું, જેથી તે બલાત્કારે તેનું હરણ કરશે, એટલે તેણે મારી ઉપર જે કર્યું તેનો બદલો મળશે. આ વિચાર કરીને નારદ ત્રણ જગતમાં નહિ જોવામાં આવેલું એવું સીતાનું સ્વરૂપ પટ ઉપર આલેખીને ભામંડલને બતાવ્યું. તે જોતાંજ ભૂતની જેમ કામદેવે ભામંડલના શરીરમાં પ્રવેશ કર્યો. તેથી વિંધ્યાચલમાંથી ખેંચી લાવેલા હાથીની જેમ તેને નિદ્રા પણ આવી નહીં. તેણે મધુર ભજન ખાવું બંધ કર્યું, પીવા યોગ્ય પીવું બંધ કર્યું, અને ધ્યાનસ્થ યોગીની જેમ મૌન ધરીને રહેવા લાગે. ભામંડલને આ વિધુર જે રાજા ચંદ્રગતિએ પૂછ્યું કે- હે વત્સ ! તને શું માનસિક પીડા પડે છે કે શરીરમાં કોઈ વ્યાધિ થયે છે ? અથવા શું કેઈએ તારી આજ્ઞાને ભંગ કર્યો છે? અથવા બીજુ કાંઈ તારા દુઃખનું કારણ છે? જે હોય તે કહે.” પિતાનો આ પ્રશ્ન સાંભળી ભામંડલ કુમાર લજજાથી બન્ને પ્રકારે નમ્ર મુખ ધરી રહ્યો. કેમકે ‘કુલીન પુત્રે ગુરૂજનને તેવું કહેવાને કેમ સમર્થ થાય ?” પછી ભામંડલના મિત્રોએ “નારદે આણેલી ચિત્રલિખિતે સ્ત્રીની કામના ( ઈરછા ) ભામંડલના દુઃખનું કારણ છે એમ કહ્યું, એટલે રાજાએ નારદને રાજગૃહમાં એકાંતે બોલાવીને પૂછયું કે- તમે જે ચિત્રલિખિત સ્ત્રી બતાવી તે કોણ છે ? અને કોની પુત્રી છે? નારદે કહ્યું કે-“જે મેં ચિત્રમાં આલેખીને બતાવી છે તે કન્યા જનક રાજાની પુત્રી છે અને તેનું નામ સીતા છે. જેવી તે રૂપમાં છે, તેવી ચિત્રમાં આલેખવાને હું કે બીજો કોઈ પણ મનુષ્ય સમર્થ નથી, કેમ કે મૂર્તાિવડે તે લોકોત્તર સ્ત્રી છે. તે સીતાનું જેવું રૂપ છે તેવું રૂપ દેવીઓમાં, નાગકુમારીઓમાં કે ગધની સ્ત્રીઓમાં પણ નથી, તો માનવી સ્ત્રીઓની તો વાત જ શી કરવી ! તેના રૂપની જેવા યથાર્થ રૂપને વિક્ર્વવાને દેવતાઓ, અનુસરવાને દેવનટે અને રચવાને પ્રજાપતિ પણ સમર્થ નથી. તેની આકૃતિમાં તથા વચનમાં જે માધુર્ય છે અને તેના કંઠમાં અને હાથ ૧ લંગોટી. ૨ અંદર એરડો. ૩ અંતરથી અને બાઘથી.
SR No.032706
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy