________________
પારેવો ઉગાર્યો અને વીશસ્થાનકની આરાધનાવડે તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. પ્રાંતે દીક્ષા લઈને બંને અગ્યારમા ભવે સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવતા થયા, તેનું મને હર ચરિત્ર છે.
૫ સર્ગ પાંચમામાં–મેઘરથ રાજાને જીવ શ્રી શાંતિનાથ નામે પાંચમા ચક્રી ને સાળમાં તીર્થકર થયા તેમનું તેમજ દઢરથને છવ શ્રી શાંતિનાથજીના પ્રથમ પુત્ર અને પ્રથમ ગણધર ચક્રાયુધ નામે થયા તેમનું અપૂર્વ ચરિત્ર છે.
આ પ્રમાણે પાંચમા પર્વમાં શ્રી શાંતિનાથજીનું તેમના બાર ભવના સવિસ્તર વર્ણન સાથે એકજ ચરિત્ર સમાંવેલું છે. ઉત્તમ છવો દરેક ભવમાં ઉત્તમ સ્થાને, ઉત્તમ કુળમાં, ઉત્તમ જીવને પુત્રપણે ઉપજે છે, તે આમાં પ્રત્યક્ષ દેખાડી આપ્યું છે. શાતિનાથજીના જીવ બેવાર તીર્થકરના પુત્ર થયા, બેવાર ચક્રવતીપણું પામ્યા, એકવાર બળદેવ થયા અને પોતે તીર્થકર પણ થયા. આવી શ્રેષ્ઠતા કેઈ અપૂર્વ - પુરયવાન જીવને જ પ્રાપ્ત થાય છે. શ્રી મહાવીર સ્વામીના છ મરિચિના ભવમાં કુળમદ કર્યો, પરંતુ તેમના કરતાં શ્રી શાંતિનાથજીના જીવની ઉગ્રતા અતિ વિશેષ છે, અને એમનું આખું ચરિત્ર પ્રશંસનીય છે. તેમના ચરિત્રમાં કઈ પણ પ્રકારનો ડાઘ સરખે પણ દૃષ્ટિએ પડતું નથી.
છઠ્ઠા પર્વમાં આઠ સર્ગ છે તેમાં- ૧ સર્ગ પહેલામાં-છઠ્ઠા ચક્રી ને ૧૭ મા તીર્થકર શ્રી કુંથુનાથજીનું ચરિત્ર. * ૨ સગે બીજામાં–સાતમા ચક્રો ને ૧૮ મા તીર્થંકર શ્રીઅરનાથજીનું ચરિત્ર. તેમાં વિસ્તાર સહિત વીરભદ્રનું ચરિત્ર. * ૩ સર્ગ ત્રીજામાં–છ વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ પુરુષપુંડરિક, આનંદ ને બળિરાજાનાં ચરિત્ર.
૪ સર્ગ ચેથામાં- સુભૂમ નામે આઠમા ચક્રવતીનું ચરિત્ર, તેની અંતર્ગત પરશુરામનું ચરિત્ર. '' ' ઉપસર્ગ પાંચમા માં-સાતમાં વાસુદેવ, બળદેવ ને પ્રતિવાસુદેવ દત્ત, નંદન અને અલ્હાદનાં ચરિત્ર.
૬ સર્ગ છઠ્ઠામાં શ્રી મલ્લિનાથનું ચરિત્ર. તે સાથે તેમના પૂર્વ ભવના છે મિત્રોનાં પણ ચરિત્ર, મલીકુમારી માટે દૂત મેકલવાનાં કારણે વિગેરે.
૭ સર્ગ સાતમા માંશ્રી મુનિસુવ્રતસ્વામીનું ચરિત્ર. તેમાં હરિવંશની ઉત્પત્તિ, અશ્વાવબેધ તીર્થની ઉત્પત્તિ અને કાર્તિકશેઠની કથા વિગેરે.
૮ સર્ગ આઠમામાં–મહાપદ્મ નામે નવમાં ચક્રવતીનું ચરિત્ર. તેની અંતર્ગત તેમના મેટા ભાઈ વિષ્ણકુમારનું ચરિત્ર
એક દર ચાર પર્વ માં ૨૮ સર્ગની અંદર ૪૫ મહાપુરૂષોનાં અને બીજાં અનેક ચરિત્રો સમાવેલાં છે. તેની અંદર વાસુદેવ, પ્રતિવાસુદેવ ને ૧ સુભમ ચક્રી દુર્ગતિએ ગયેલા છે; બાકી બધા જીવો સદગતિના ભાજન થયેલા છે. - દરેક સગ માં ૨ હકીકત છે તેની વિસ્તારવાળી વિષયાનુક્રમણિકા આ સાથે જુદી આપેલી હોવાથી અહીં' તે સંબંધી વધારે લખવાની આવશ્યકતા રહેતી નથી. ' અનમતિઓ જેને દૈત્ય કહે છે અને જેને મારવા માટે તેઓ પોતાના દેવને અવતાર ધારણ કરવા પડ્યાનું કહે છે તે દૈત્યે પ્રતિવાસુદેવ જ જણાય છે અને તેમના દેવના અવતાર તે વાસુદેવ જણાય છે. આ ભાગમાં આવેલા સાત પ્રતિવાસુદેવ અધીવ, તારક, મેરક, મધુકૈટભ, નિશુંભ, બળિ ને અલ્લાદ એ બધાને અન્યમતિઓ અસુર અથવા દૈત્ય તરીકે જ ઓળખે છે. તેઓ વાસ્તવિક દૈત્ય નહીં પણ દૈત્ય જેવા હેવાથી દૈત્ય ગણાયેલા જણાય છે.
આ ભાગમાં આવેલાં ચરિત્ર સંબંધી, તેમાં આવેલી હકીકત સંબંધી તેમજ મંથકો સંબંધી વધારે ન લખતાં આ પ્રસ્તાવના આટલેથીજ સમાપ્ત કરીએ છીએ; અને સૃજ્ઞ તેમજ ગુણગ્રાહી વિદ્યાને પ્રત્યે ભાષાંતરમાં થયેલી ભુલચુકને માટે ક્ષમા યાચના કરીએ છીએ.
૧ મધુ ને કૈટભ બે ભાઇઓ થયેલા છે.