SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ ૫ મે. શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર, વેલાતટને ઉલ્લંઘન કરનાર કેવળજ્ઞાન રૂ૫ સમુદ્રની જાણે લેહેરે હોય એવી શ્રી સુપાનાથ પ્રભુની દેશનાની વાણીએ તમારી રક્ષા કરો. સર્વ પ્રાણીઓના કુબધરૂપ અંધકારને નાશ કરવામાં શુભ દિવસરૂપ એવું સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ પ્રભુનું ચરિત્ર હવે હું કહું છું. ધાતકી ખંડના પૂર્વ વિદેહ ક્ષેત્રના તિલક જેવા રમણીય વિજયમાં ક્ષેમપુરી નામે એક નગરી છે. તેમાં સૂર્યની જેમ તેજના એક સ્થાનરૂપ અને જગતને આનંદકારક શ્રી નંદીપણ નામે રાજા હતા. રાજ્યના તમામ વ્યાપારમાં જાગ્રત રહેનારા એ રાજાને પોતાના જમણા હાથના જે ધર્મ પ્રધાનપણે રહેલે હતો. પ્રજામાં રહેલા કંટક જેવા દુષ્ટ જનસમૂહને શિક્ષા કરવામાં તેને કેપ થતે તે પણ લોકના સુખને માટે હતા. જેને કેપ પણ ધર્મને અર્થે થતા હતા તેની બીજી ક્રિયાને માટે તે વાત જ શી કરવી ? અહર્નિશ સ્મૃતિગોચર થતા શ્રી વીતરાગ ભગવાન્ તેને હ૭ય ( હૃદયમાં સુનારા, પક્ષે કામદેવ) રૂપ થતા હતા એ મોટી આશ્ચર્યની વાત હતી. એ રાજા પીડિત જનોની પીડા હરવામાં સદા શરણ કરવા ગ્ય હતું, પણ કામપીડિત પરસ્ત્રીઓને કેઈવાર શરણ આપતો નહીં, એ. મોટું આશ્ચર્ય હતું. કેટલાએક કાળ ગયા પછી મોટા મનવાળા નંદીષેણ રાજાએ સંસારથી ઉદ્વેગ પામીને અરિદમન આચાર્યની પાસે જઈ દીક્ષા લીધી. તીર્ણ મહાવ્રતને પાળતા એ મહામુનિએ વીશસ્થાનમાંથી કેટલાક સ્થાનકના આરાધનવડે તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું. અંત સમયે અનશન કરી નંદીષેણ મહામુનિ પંચત્વ પામીને છ ગ્રેવેયકમાં મહર્તિક દેવતા થયા. - આ જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં કાશી દેશના મંડરૂપ વારાણસી નામે નગરી છે. તેમાં રહેલા પ્રકાશિત રત્નની ભીતવાળા ગૃહની અંદર જે દેવની આગળ અષ્ટ પ્રકારની પૂજાના દીપક હોય તો અનુપમ શેભા થઈ રહે છે. એ નગરીમાં ચૈત્યના ઊંચા ધ્વજાદંડ ઉપર આવેલો ચંદ્રમા, એક છત્રવાળા ધર્મરાજાના છત્રની શોભાને ધારણ કરે છે. તે નગરીમાં કિલ્લાની અગાશી ઉપર ક્રીડા કરવાને આવેલી વિદ્યાધરની સ્ત્રીઓ જગતી ઉપરના જાળકટકનું વિમરણ કરી સુખેથી ત્યાં જ રહે છે. રાત્રિએ વાસગૃહોની અંદર આવીને શબ્દ કરતા પારાવત પક્ષીઓ કામદેવને જગાડવાને માટે જાણે મંગળ પાઠ કરતા હોય તેમ જણાય છે. એ નગરીમાં પુરુષોની પ્રતિષ્ઠા કરવામાં કલ્પવૃક્ષ સમાન અને ઇંદ્રની જે પ્રતિષ્ઠાને પામે પ્રતિષ્ઠ નામે ન્યાયવાન રાજા હતા. મેરૂ પર્વતની જેમ આ મહત્ત્વ પણાથી અનપમ એવા તે રાજાના ચરણની છાયા નીચે સર્વ જગત રહેલ હતા. જ્યારે રાજા દિગ્વિજય કરવાને જતે તે વખતે તેને મસ્તકે ધરેલાં વેત છત્રાથી અને મયૂરપિચ્છનાં છત્રોથી આકાશને સર્વ પ્રદેશ જાણે બગલીઓના અથવા મેઘનાં ચિહ્નાથી છવાયેલો હોય તેવું જણાતો હતે. નિ:સીમ પુરુષત્રતરૂપી આભૂષણોને ધારણ કરતે
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy