________________
પવ ૬ ઠું
૩૩
ભિક્ષુકો આવ્યા નહી.’ આ પ્રમાણે ધારી એ દુમતિ તેનાં છિદ્ર શેાધવા લાગ્યા. પછી સુત્રતાચાર્યની પાસે જઈ આક્ષેપ કરીને તે ખેલ્યા- “ જે રાજા હેાય તેના સર્વ ધર્મના લિંગીએ આશ્રય કરે છે. સવ તાવના રાજાએથી રક્ષણીય છે, એવુ ધારી તપસ્વીઓ પેાતાના તપના છઠ્ઠા ભાગ રાજાને આપે છે. તમે અધમ પાખડીએ મારી નિંદા કરનારા, અભિમાનવડે સ્તબ્ધ, મર્યાદાને લાપનારા અને લોકવરૂદ્ધ તથા રાવિન્દ્વ વનારા છે, તેથી તમારે મારા રાજ્યમાં રહેવુ' નહી; અહી થી ખીજે ચાલ્યા જાએ. તમારામાંથી જે કોઇ અહીં રહેશે, તે દુરાશય મારે વધ્ય છે.” સુરી ખેલ્યા– તમને અભિષેક કરે ત્યારે અમારે આવવાને આચાર નથી તેથી અમે આવ્યા નથી, અને અમે કોઇની પણ નિંદા કરતા નથી,' તે સાંભળી નમુચિ ક્રોધ કરીને ખેલ્યા- આચાય ! હવે વિશેષ વિસ્તાર કરવાની કાંઇ જરૂર નથી. જો તમે સાત દિવસ પછી અહિં રહેશે, તે મારે ચારની જેમ નિગ્રહ કરવા ચૈન્ય થશે.' આ પ્રમાણે કહી નમુચિ પેાતાને સ્થાનકે ગયા. પછી સૂરિએ મુનિઓને પૂછ્યું –‘હવે આપણે શુ કરવુ તે યથાશકિત અને યથામતિ કહેા.’ તેમાંથી એક સાધુ ખેલ્યા-વિષ્ણુકુમાર મુનિએ છ હજાર વર્ષ સુધી તપ કરેલું છે અને હાલ મંદરાચળ ઉપર છે. તે મહાશય પદ્મરાજના જ્યેષ્ઠ બધુ થાય છે, તે તેનાં વચનથી આ નમુચિ શાંત થઈ જશે. કારણ કે તે પણ પદ્મની જેમ તેના સ્વામી છે. માટે જે વિદ્યાલબ્ધિવાળા સાધુ હોય તે તેમને તેડવાને જાએ. સંઘના કાર્ય માં લબ્ધિના ઉપયાગ કરવા દુષિત નથી.’” એટલે એક બીજા સાધુ ખેલ્યા કે ‘હું આકાશમાર્ગે ત્યાં સુધી જવાને શકિતમાન છું પણ પાછા આવવાને શક્તિમાન નથી. માટે આ કાર્યોમાં મારૂં જે કર્ત્તવ્ય હોય તે કહેા, હું કર્'.' ગુરૂ ખેલ્યા- ‘તમને વિષ્ણુકુમાર પાછા લાવશે, માટે તમે તેડવા જાઓ.' એવુ ગુરૂએ કહ્યું એટલે તે મુનિ આકાશમાર્ગે ગરૂડની જેમ ઉડીને ક્ષણવારમાં વિષ્ણુકુમાર પાસે આવ્યા. તે મુનિને આવતાં જોઇ વિષ્ણુકુમારે મનમાં વિચાર્યું કે ‘ આ મુનિ વેગથી આવે છે, તેથી કાંઇ સંઘનું કાર્ય હશે, અન્યથા વર્ષાઋતુમાં સાધુએનેા વિહાર સંભવે નહીં; તેમજ તેઓ જેવા તેવા કાર્યમાં લબ્ધિના ઉપયોગ પણ કરે નહીં.' આ પ્રમાણે વિષ્ણુકુમાર ચિંતવતા હતા ત્યાં તા તે મુનિએ આવીને તેમને વંદના કરી અને પોતાના આગમનનું કારણ કહ્યું. તે સાંભળી વિષ્ણુકુમાર ક્ષણવારમાં તે મુનિને લઇ આકાશમાર્ગે હસ્તીનાપુર આવ્યા અને પાતાના ગુરૂ સુત્રતાચાર્ય ને વંદના કરી. પછી સાધુએના પિરવાર સાથે વિષ્ણુકુમાર નમુચિની પાસે આવ્યા. એક નમુચિ શિવાય બીજા સર્વ રાજા પ્રમુખ લોકોએ વંદના કરી. પછી ધર્મ કથાપૂર્વક વિષ્ણુકુમારે શાંતતાથી નમુચિને કહ્યું કે “ જ્યાં સુધી ચાતુર્માસ છે ત્યાં સુધી આ સર્વે મુનિએ આ નગરમાં રહે. એ મુનિએ સ્વયમેવ એક ઠેકાણે ચિરકાળ રહેતા નથી, પણ વર્ષા ઋતુમાં ઘણા જંતુઓની ઉત્પત્તિ થાય છે, તેથી તેમને વિહાર કરવા કલ્પતા નથી. હે બુદ્ધિમાન રાજા ! આવા મેડા નગરમાં અમારી જેવા ભિક્ષુકા ભિક્ષાવૃત્તિથી રહે તેમાં તમને શી હાનિ છે ? ભરત, આદિત્યયશા અને સોમયશા પ્રમુખ રાજાઓએ મુનિઓને ભિકતથી વાંદ્યા છે; જો દિ તમે તેવી રીતે ન કરો તે ભલે, પણ નગરમાં તા રહેવા દ્યો.”
આ પ્રમાણે વિષ્ણુકુમારે કહ્યું એટલે નમુચિ મંત્રીએ કાપથી દારૂણ થઈને કહ્યું કે આચાર્યાં ! વધારે વચના બાલશે નહીં, તમને અહિં રહેવા દઇશ નહીં.’ સમર્થ છતાં ક્ષમાવાળા વિષ્ણુકુમારે ફરીવાર કહ્યું-‘જો તમારી ઈચ્છા હોય તેા આચાર્ય નગરની બહાર
૧ મેરૂ.