SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૯ સ્વીકારી નમુચિ જેનો કારભાર કરે છે એ મહાપદ્ધ યૌવરાજ્યપદ સારી રીતે પાળવા લાગ્યા. એક વખતે મહાપદ્મની માતા જ્વાળાએ સંસારસાગરને તરવામાં કણ રથ (નાવિક) જેવો એક અહંતની પ્રતિમાનો રથ કરાવ્યું. અને તેની સાપન માતા લક્ષમીએ મિથ્યા દષ્ટિથી પિતાની સપત્નીની સરસાઈ કરવાને એક બ્રહ્મરથ કરાવ્યું. એક વખતે રથયાત્રાનો પ્રસંગ આવતાં લક્ષમીએ રાજાની પાસે એવી માંગણી કરી કે નગરમાં મા બ્રહ્મરથ પહેલા ચાલે અને પછી અહંતરથ ચાલે.” વાળા રાણીએ પણ કહ્યું કે “જે નગરમાં મારે જનરથ પ્રથમ ચાલશે નહીં તો મારે હવે અનશન છે.” બંને રાણીઓના એ વિચાર સાંભળી સંશય પામેલા રાજાએ બંને રથની યાત્રા અટકાવી. “ મધ્યસ્થ માણસને બીજે છે ઉપાય ઉચિત છે?' પછી પિતાની માતા વાળાને થએલા દુઃખથી પીડિત એ મહાપદ્મ રાત્રે લોક સુઈ ગયા એટલે હસ્તીનાપુરમાંથી નીકળી ગયે. સ્વેચ્છાએ આગળ ચાલતાં તે એક મહાટવીમાં આવ્યું. ત્યાં ફરતાં ફરતાં એક તાપસનો આશ્રમ જોવામાં આવ્યા. પ્રિય અતિથિના સમાગમથી તાપસોએ જેને સત્કાર કરે છે એ મહાપદ્મ પિતાના ઘરની જેમ ત્યાં રહેવા લાગ્યા. અહીં ચંપા નગરીમાં રાજા જન્મેજયેને કાળ રાજાએ રૂ. જન્મેજય રાજા મૃત્યુ પામે. પછી નગરનો ભંગ થતાં દાવાનળ લાગવાથી દિમૂઢ થયેલી હરણીઓની જેમ અંતઃપુરની સ્ત્રીઓ નાસી ગઈ. તેમાં ચંપા નગરીના પતિ જનમેજયની નાગવતી નામે એક પ્રિયા પોતાની મદના વળી નામે પુત્રીની સાથે નાસીને આ તાપસના આશ્રમમાં આવી. ત્યાં મહાપદ્મ અને મદના વળી મળતાં કામદેવના અસ્ત્ર રૂપ તેઓને પરસ્પરનું દર્શન થતાં તત્કાળ પરસ્પર અનુરાગ થઈ ગયા. મદના વળીને અનુરાગી થયેલી જાણી નાગવતીએ કહ્યું-“પુત્રી ! ચપળતા કર નહીં; નિમિત્તિઓનું વચન સંભાર. એક નિમિત્તિઓએ તને જ કહ્યું છે કે “ષખંડ ભરતક્ષેત્રના સ્વામીની તું પ્રધાનપત્ની થઈશ.” તેથી જે તે પુરૂષ પર અનુરાગ કર નહીં, મનને નિયમમાં રાખ; તને ચક્રવર્તી રાજા જરૂર પરણશે.” એ વખતે વિપરીત બનાવના ભયથી તે આશ્રમપતિએ મહાપદ્યને કહ્યું કે “હે વત્સ ! જ્યાં જવું હોય ત્યાં જાઓ, અને તારું કલ્યાણ થાઓ.” તે વખતે મહાપદ્મ વિચાર કર્યો કે “એક સાથે બે ચક્રવર્તી થતા નથી, હું એક જ ચક્રવર્તી થવાનો છે. તેથી આ મારી જ પત્ની છે.” આવો નિશ્ચય કરી મહાપદ્મ તાપસના આશ્રમમાંથી ચાલી નીકળ્યો. પછી ફરતો ફરતો એક સિંધુસદન નામના નગરમાં આવી ચડયા. તે સમયે ત્યાં નગરની બહા૨ ઉદ્યાનમાં વસંતઉત્સવ ચાલતા હતા. તેથી નગરની સ્ત્રીએ કામદેવના શાસનમાં રહી ત્યાં વિવિધ ક્રીડા કરતી હતી. તે ક્રીડા કોલાહલ સાંભળી ત્યાંના રાજા મહાસેનના એક હાથીએ કદલીના સ્તંભની જેમ તેના આલાનસ્તંભને ઉખેડી નાંખ્યો અને શય્યા પર પડેલી રજની જેમ મહાવતને ફેંકી દઈ અંગપર વાયુના સ્પર્શને પણ નહીં સહન કરતો રોમાંચિત થઈ ગયો. તેને વશ કરવાના ઉપાયમાં અસમર્થ પુરૂષોએ દરથી છોડી દીધેલ એ હાથી તત્કાળ ઉદ્યાનમાં ક્રીડા કરતી પુરસ્ત્રીઓની નજીક આવ્યો. અકસ્માત ભય પ્રાપ્ત થવાથી તે નાસી શકી નહીં, તેથી ત્યાંજ ઉભી રહી અને મગરે દબાવેલી હંસીઓની જેમ તાર સ્વરથી પિકાર કરવા લાગી. તેઓને પોકાર કરતી જોઈ, મહાપદ્દમે ગજેન્દ્રની પાસે દેડી જઈ પાછળ રહીને કહ્યું-રે દુર્મદ હાથી ! પછવાડે જો. તે ૧ ચારે આહારનો ત્યાગ કરવો તે.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy