________________
પર્વ ૩ જુ
કરી, ભગવાનને પ્રણામ કરી ગોપીઓની જેમ પ્રભુના ગુણગીત ગાતી તેમની નજીક બેઠી. તેવીજ રીતે આસનના કંપવાવડે પ્રભુનો જન્મ જાણી, મેથંકરા, વિગેરે આઠ ઊર્ધ્વલક વાસી દિકુમારીઓ ત્યાં આવી, અને જિનેશ્વર તથા જિનેશ્વરની માતાને નમસ્કાર કરી તેઓએ તત્કાળ અભ્ર (વાદળ) વિકૃત કર્યું. તેના વડે સુધી જલની વૃષ્ટિ કરીને સૂતિકાગ્રહની ફરતી એક યે જન સુધી રજને શમાવી દીધી, અને જાનુ પ્રમાણ પંચવણ પુપેની વૃષ્ટિ કરી; પછી જિનેશ્વરને નમી તેમના ગુણોનું ગાન કરતી તેઓ પોતાના ઉચિત સ્થાને સ્થિર રહી. પૂર્વ રૂચકાદ્રિ ઉપર રહેનારી નંદા, નંદોત્તર વિગેરે આઠ દિકકુમારીએ આવી નમસ્કાર કરી પિતાના હાથમાં દર્પણ રાખી પૂર્વ દિશા તરફ ઉભી રહી. દક્ષિણ રૂચકાદ્રિમાં રહેનારી સમાહારા વિગેરે આઠ દિકકુમારીએ ત્યાં આવી, જિનેશ્વર અને તેમની માતાને નમસ્કાર કરી હાથમાં કલશ લઈને દક્ષિણ દિશામાં ઉભી રહી. પશ્ચિમ રૂચકેદ્રિમાંથી ઈલા વિગેરે આઠ દિકુમારીએ આવી, નમસ્કાર કરી હાથમાં પંખા રાખીને પશ્ચિમદિશામાં ગાયન કરતી કરતી ઉભી રહી. ઉત્તર રૂચકાદ્રિ ઉપરથી અલંબુસા વિગેરે આઠ કુમારીકાઓ ત્યાં આવી ભગવંતને તથા તેમની માતાને પૂર્વની પેઠે નમસ્કાર કરી હાથમાં ચામર રાખી ગાન કરતી કરતી ઉત્તર દિશા માં ઉભી રહી. વિદિશામાં રહેલા રૂચક પર્વતથી ચિત્રા વિગેરે ચાર દિકકુમારીઓ આવી, અને જિનેશ્વર તથા માતાને નમન કરી હાથમાં દીપક રાખી ઇશાન વિગેરે વિદિશાઓમાં ગીત ગાતી ઉભી રહી. રૂચક દ્વીપના મધ્યથી રૂપા વિગેરે ચાર દિફકુમારીઓ પણ તત્કાલ ત્યાં આવી; તેઓએ ભગવાનના નાભિનાળને ચાર અંગુલ રાખી છેદન કર્યું, પછી ત્યાં એક ખાડો ખોદી તેમાં તે નાળ નિક્ષિપ્ત કરી ખાડાને રન અને વજાથી પૂરી દીધે, અને તેના ઉપર દૂર્વા (દ્રો ) થી પીઠિકા બાંધી. પછી ભગવાનના જન્મગૃહને લગતા પશ્ચિમ શિવાય પૂર્વ દક્ષિણ અને ઉત્તર દિશામાં ચતુ:શાળા (ક) સહિત ત્રણ કદલીગૃહ વિક્ર્ચા. પછી જિનેશ્વરને પિતાના બે હાથવડે લઈ, જિનમાતાને હાથને ટેકો આપી, દક્ષિણ દિશાના ચતુઃશાળમાં લઈ જઈને ત્યાં સિંહાસન ઉપર બેસાર્યા, અને લક્ષપાક તૈલથી અત્યંગન કરી સુગંધી દિવ્ય ઉદ્વર્તનથી બંનેને ઉદ્વર્તન કર્યું. પૂર્વ દિશાના ચતુઃશાળમાં લઈ જઈ સિંહાસન ઉપર બેસારી, તેઓએ સુગધી ઉદકથી સ્નાન કરાવ્યું, દેવદૂષ્ય વસ્ત્રથી તેમના અંગને લુછી નાખ્યું, અને ગોશીષચંદનના રસથી તેમને ચર્ચિત કરી દેવદૂષ્ય વસ્ત્ર તથા દિવ્ય આભૂપણ પહેરાવ્યાં. પછી ભગવાન અને ભગવાનની માતાને ઉત્તર દિશાના કેળના ચતુશા-ળમાં લઈ જઈ રનમય સિંહાસન ઉપર બેસાર્યા. ત્યાં તેઓએ આભિગિક દેવતાઓ પાસે ગોશીષચંદનના ઘણું કાષ્ટ મંગાવી, તેમના સમિધ કરીને અરણિના બે કાષ્ઠને ઘસવાવડે ઉત્પન્ન કરેલા અગ્નિમાં હોમ કર્યો. તે અગ્નિથી થયેલી ભસ્મની તેઓ એ વિધિવડે બે રક્ષાપિટલી કરીને બંનેને હાથે બાંધી. પછી “ તમે પર્વતની જેવા આયુષ્યવાળા થાઓ એવું પ્રભુના કાનમાં કહી, પાષાણના બે ગળાનું તેઓએ આસફાલન કર્યું; પછી પ્રભુને અને માતાને સૂતિકા ગૃહમાં લઈ જઈ શય્યા ઉપર સવારી તેઓ ઊંચે વરે મંગળ ગીત 'ગાવા લાગી. - તે વખતે પ્રભુના ચરણકમળની પાસે જવાને ઇચ્છતા હોય તેમ સર્વ ઇંદ્રોના આસને કંપાયમાન થયા. અવધિજ્ઞાનથી ભગવાનના જન્મને જાણી શકે છે તે દિશા સન્મુખ સાત આઠ પગલા ભરીને તીર્થકરને વંદના કરી. ઘંટાના ઘોષથી અને સેનાપતિની ઘોષણથી એકઠા થયેલા દેવતાઓ પ્રભુને જન્મોત્સવ કર