SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ સગ ૭ મા પામેલ છે, તેથી તમે કેાઇ રાજાને ઇચ્છા છે, તે તમારા પુણ્યથી પ્રેરાયેલા હું હમણાજ આ હિર નામે એક જીગલીઆને હિરવષ ક્ષેત્રમાંથી અહી લાવેલા છું; આ હણી નામે તેની સહજા પત્ની છે અને તેઓને આહાર કરવાને માટે આ કલ્પવૃક્ષ પણ હું અહી લાવેલા છું. શ્રીવત્સ, મત્સ્ય, કલશ, વા અને અંકુશાદિક લાંછનવાળા અને જેનાં કમળ જેવાં લેાચન છે એવા આ હિર આજથી તમારો રાજા થાઓ. આ જીગલી ખાને તમારે કલ્પદ્રુમના ફળ સાથે પશુપક્ષીનુ' માંસ અને મદ્યને અહાર આપવા.” તેનાં આ વચને કબૂલ કરીને તે મત્રીએ તે દેવને પ્રણામ કરી બંને જીગલીને રથમાં બેસારી રાજમદિરમાં લઇ આવ્યા. પછી સર્વ સામંતા અને મત્રીઓએ એકઠા થઈને બ્રાહ્મણા, ભાટા અને ગંધર્વાંનાં ગીત સાથે હરિને રાજ્યાભિષેક કર્યાં. તે દેવતાએ પાતાની શક્તિથી તેમનુ આયુષ્ય ટૂંકું કર્યું. અને દેહની પણ સે ધનુષ માત્ર ઉંચાઈ રાખી. પછી કૃતાર્થ થઈને તે અંતર્ધ્યાન થઇ ગયા. શ્રીશીતલનાથ પ્રભુના તીમાં એ હરિરાજા થયા, તેનાથી ચાલેલા વા પૃથ્વીમાં રિવશ નામથી પ્રખ્યાત થયા. હિર રાજાએ સમુદ્ર જેની કિટમેખલા છે એવી પૃથ્વીને સાધી લીધી, અને લક્ષ્મીના જેવી અનેક રાજાએની કન્યાઓને પરણ્યા. કેટલાક કાલ ગયા પછી એ હિને રિણી થકી વિશાળ છાતીવાળા પૃથ્વીપતિ નામે એક પુત્ર થયા. અનેક પ્રકારનાં પાપકર્મને ઉપાર્જન કરીને હિર ને હિરણી સાથે મૃત્યુ પામ્યા. ત્યાર પછી તેના પુત્ર પૃથ્વીપતિ રાજા થયા. ચિરકાલ રાજ્ય કરી મહાગિર નામના પુત્રને રાજ્ય પર બેસાડી તપસ્યા કરીને પૃથ્વીપતિ ગે ગયા. મહાગિરિ રાજા રાજ્ય કરી અનુક્રમે હિમગિરિ નામના પોતાના પુત્રને રાજ્ય પર બેસારી તપસ્યા કરીને માક્ષપદને પામ્યા. પછી હિમગિરિએ રાજ્ય કરી પોતાના જ્યેષ્ઠ પુત્ર વસુગિરિને રાજ્યના અભિષેક કરી દીક્ષા લઈ ને મેાક્ષસ્થાન પ્રાપ્ત કર્યું, વસુગિરિ પણ પોતાના સ્થાન ઉપર ગિરિ નામના પુત્રને એસારી દીક્ષા લઈને સ્વગે ગયા. એવી રીતે અનુક્રમે હરિવંશમાં અનેક રાજાએ થયા, તેમાં કેટલાક તપસ્યા કરીને મેક્ષે ગયા અને કેટલાક સ્વગે ગયા. આ ભરતક્ષેત્રને વિષે મગધદેશનુ મ`ડન અને પૃથ્વીને સ્વસ્તિક ( સામી ) રૂપ રાજગૃહ નામે નગર છે. તેમાં પ્રત્યેક ઘરમાં યુવાન સ્ત્રીપુરૂષોના રતિક્રીડા કરતાં તૂટી ગયેલા મુક્તાહારના મેાતીઓને પ્રાત:કાલે દાસીએ વાળી નાખતી હતી. ત્યાં ઘેર ઘેર ઘેાડાઓ, ઘેર ઘેર દયાદાન, ઘરોઘર ચિત્રશાળા અને ઘરોઘર ર'ગશાળા વિરાજતી હતી. હસેાને સરોવરની જેમ અને ભમરાએને પુષ્પમાલાની જેમ એ નગર મહા મુનિઓને પણ સદા સેવા કરવા યેાગ્ય હતુ. નગરમાં હિરવંશમાં મુકતામણિ જેવા નિર્મળ અને ઉગ્ર તેજવડે સૂ સમાન સુમિત્ર નામે રાજા થયા. એ રાજા ર્વિનીતને શિક્ષા કરનાર, જયલક્ષ્મીને વરનાર, પેાતાના વંશને ઉન્નત કરનાર અને સરાજાઓને તાબે કરનાર હતા. જાણે નવમે દિગ્ગજ હોય, આઠમા કુલિઝિર હોય અથવા બીજો શેષનાગ હોય તેમ તે પૃથ્વીને ધારણ કરતા હતા. જિનાગમમાં જેમ સ જ્ઞેય વસ્તુ દેખાય તેમ તેનામાં ઔઢાય, ધૈય અને ગાંભીય પ્રમુખ સવ ગુણા દેખાતા હતા. હિરને પદ્દમાદેવીની જેમ તેને પદ્માવતી નામે પૃથ્વીને પવિત્ર કરનારી રાણી હતી. ચદ્રરેખાથી આકાશલક્ષ્મીની જેમ સર્વ જગતને નેત્રાનંદ આપનારી એ રાણીથી રાજલક્ષ્મી શે।ભતી હતી. સુગધી ચૂણૅ થી વસ્ત્રની જેમ પેાતાના શીલાદિક ગુણુની સુગંધથી તેણે રાજાનું ચિત્ત સુવાસિત કર્યું... હતુ. આકાશમાં તારાગણની જેમ તેના ગુણગણુની સંખ્યા કરવાને અહસ્પતિ પણ સમર્થ નહોતા. અનુરાગથી જ ગમ
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy