SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ સને ૭ માં પછી સુમતિ મંત્રીએ, વિચિત્ર ઉપાય જાણવામાં પંડિતા આત્રેયી નામે એક પરિ. ત્રાજિકા હતી તેને વનમાળાને માટે મોકલી. આત્રેયી તત્કાળ વનમાળાને ઘેર ગઈ. વનમાળાએ વંદના કરી એટલે એ પરિત્રાજિકા આશીષ આપીને બેલી- “હે વત્સ ! હિમ તુમાં પદ્મિનીના જેમ તું નિસ્તેજ કેમ લાગે છે! દિવસે ચંદ્રકળાની જેમ તારા ગાલ ફીકા કેમ પડી ગયા છે? શૂન્ય દષ્ટિને લીધે જાણે કેઈ ચિતામાં છે તેમ તેમ જણાય છે ? તે મને પ્રથમ ઘણીવાર તારૂં દુઃખ કહ્યું છે છતાં આજે કેમ કહેતી નથી ? તે સાંભળી વનમાળા નિશ્વાસ મૂકી અંજળિ જોડીને બોલી-“ભદ્ર! જેમાં સ્વાર્થ સરે દુર્લભ છે. એવી મારી કથા શું કહ! એક ગધેડી કયાં અને ઉરરીશ્રવા અરાજ કયાં ! શગાલની યુવતી કયાં અને કેશરીસિંહને કિશોર કયાં! બિચારી ચકલી કયાં અને પક્ષીઓને રાજા ગરૂડ ક્યાં ! તેમ હું કુવિંદ જાતિની સ્ત્રી ક્યાં અને તે દુર્લભ પ્રાણવલલભ કયાં! કદિ ઉપર કહેલનો યોગ કેઈ દૈવયેગે પણ થાય. પરંતુ હીનજાતિવાળી એવી મારી સાથે તેમને સંગ સ્વપ્નમાં પણ અસંભવિત છે.” આત્રેયી બેલી-હું તારા અર્થને સંપાદન કરી દઉં. મંત્રતંત્ર જાણનારાને અને પુણ્યવંતને અસાધ્ય શું છે ! વનમાળ બોલી-“હે માતા ! આજે માર્ગમાં હાથી ઉપર બેસીને જતા અને જાણે પ્રત્યક્ષ કામદેવ હોય તેવા દેખાતા રાજાને મેં જોયા છે, ચંદનના પ્રવાહ જેવા તેમના દર્શનથી પણ મારા દેહમાં તો તીવ્ર કામ જવર પ્રગટ થયો છે. હે ભગવતિ ! તક્ષક નાગના માથાના મણિની જેમ મારા કામવરને હરનારે તેને સમાગમ મુંજ રાંક સ્ત્રીને દુર્લભ છે, તો તેમાં તમે શું કરી શકશો ?” આત્રેયી બેલી-“વત્સ ! હું મંત્રબળથી દેવ, દૈત્ય, ચંદ્ર, સૂર્ય અને વિદ્યાધરને પણ આકર્ષ તે તે રાજા શા હીસાબમાં છે? હે અનઘે! હું પ્રાતઃકાલે રાજાની સાથે તારે ગ કરાવીશ. જે તે ન થાય તે મારે જવલતા અગ્નિમાં પ્રવેશ કરે; માટે તું ધીરજ રાખજે.” આ પ્રમાણે વનમાળાને આશ્વાસન આપી પરિત્રાજિકા ત્યાંથી ચાલી નીકળી, અને રાજાને માટે પ્રાય: સિદ્ધ કરેલો અર્થ તેણે સુમતિ મંત્રીને કહ્યો. મંત્રીએ રાજાને તે વાત કહીને આધાસન આપ્યું. “ઘણું કરીને પ્યારી સ્ત્રીને મેળવવાની પ્રત્યાશા પણ સુખને માટે જ થાય છે.' પ્રાતઃકાલે આત્રેયીએ જઈને વનમાળાને કહ્યું કે મેં સુમુખ રાજાને તારા પ્રેમમાં જોડી દીધે છે; માટે હે વત્સ! ઉઠ, હમણુંજ રાજાના મંદિરમાં જઈએ. ત્યાં જઈને રાણીની જેમ રાજાની સાથે તું સુખે ક્રીડા કર.” વનમાળા તરતજ આત્રેયીની સાથે રાજગૃહમાં ગઈ. રાજાએ અનુરાગથી તેને અંત:પુરમાં રાખી; અને પછી ક્રીડાવન, નદી, ક્રીડાવાપી અને ક્રીડાશૈલ વગેરેમાં વિહાર કરતે સુમુખ રાજા તેની સાથે વિવયસુખ અનુભવવા લાગે. હવે પેલો વીરવિંદ વનમાળાના વિયોગથી ભૂત વળગ્યું હય, ગાંડો થયો હોય કે ઉન્મત્ત થયો હોય તેમ ચારે તરફ ભમવા લાગ્યો. તેનાં સર્વઅંગ ધૂલિથી ધૂસરાં થઈ ગયાં હતાં, જીર્ણ વસ્ત્રના કટકા પહેર્યા હતા, માથાના કેશ વિસંસ્થલ હતા, રૂંવાડા અને નખ લાંબા વધ્યા હતા, અને કોલાહલ કરતા બાલકથી વિટાએલો તે ફરતો હતે. “હે વનમાલા ! હે વનમાલા ! તું કયાં છે ? મને દર્શન આપ. અરે. પ્રિયા ! તેં આ નિરપરાધીને એકદમ કેમ ત્યાગ કર્યો? અથવા જે મશ્કરીમાં ત્યાગ કર્યો હોય તે હવે લાંબો કાળ આમ કરવું ઉચિત નથી, અથવા તારા રૂપથી લુબ્ધ થયેલા કેઈ રાક્ષસ, યક્ષ કે વિદ્યાધરે તારૂં હરણ કરેલું હશે ! અરે ! આ નિર્ભાગી એવા મને ધિક્કાર છે!” આ પ્રમાણે વારંવાર નગરમાં એકે કે, ત્રીકે ત્રીક અને શેરીએ શેરીએ ફરીને એ વીરકુવિંદ રાંકની જેમ કાળ નિર્ગમન કરવા લાગ્યો. એક વખતે વાનરની જેમ બાલકથી વીંટાએલે
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy