SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૪ સર્ગ ૬ ઠે “દુષ્ટ કથા છે, જેનાથી વાણીવડે તિત્તિર પક્ષીની જેમ પ્રાણી વિપત્તિને પામે છે. હે જગદ ગુરૂ ! તમારા ચરણકમળની સેવાના પ્રભાવથી આ સંસારને ઉછેર થાઓ અથવા ભવે “ભવે તમારી ભક્તિ થયા કરો.” આ પ્રમાણે સ્તુતિ કરીને ઈદ્ર અને કુંભ રાજા વિરામ પામતાં અને ચતુર્વિધ સંઘ સાંભળવાને ઉત્સુક થતાં, મલ્લીનાથ પ્રભુએ દેશના દેવાનો આરંભ કર્યો. આ સંસાર સ્વતઃ અપાર છતાં પૂર્ણિમાના દિવસવડે સમુદ્રની જેમ રાગાદિકથી “વિશેષ વૃદ્ધિ પામે છે. જે પ્રાણીઓ અમંદ આનંદને ઉત્પન્ન કરનારા સમતારૂપ જ“ળમાં સ્નાન કરે છે, તેઓને રાગદ્વેષરૂપ મલ તત્કાળ ધોવાઈ જાય છે. કેટી જન્મ સુધી “તીવ્રતપને આચરવાવડે પ્રાણી જે કર્મને હણી શકતા નથી, તે કમને સમતાના આલં. “બનથી અર્ધ ક્ષણમાં હણી નાંખે છે. કર્મ અને જીવ જે સાથે મળી ગયેલાં છે, તેને જ્ઞાનવડે આત્મનિશ્ચય કરનાર સાધુ પુરૂષ સામાયિકરૂપ શલાકાથી જુદા કરી દે છે. યોગી પુરૂ “સામાયિકનાં કિરણવડે રાગાદિક અંધકારને નાશ કરી પોતામાં પરમાત્મ સ્વરૂપને જુએ “છે. સ્વાર્થ માટે નિત્ય વૈર ધરનાર પ્રાણીઓ પણ સમતાવાળા સાધુ જનના પ્રભાવથી “પરસ્પર સનેહ ધરે છે. ઈષ્ટ અનિષ્ટપણે રહેલા ચેતન અને અચેતન પદાર્થો વડે જેનું મન મેહ “પામતું નથી તે પુરૂષમાંજ સમતા કહેવાય છે. બાહુ ઉપર ગોશીર્ષચંદનને લેપ કરે અથવા ખગથી તેને છેદ કરે તે પણ જેની મનવૃત્તિ ભેદાય નહીં–સમાન વ તેનામાં “અનુપમ સમતા છે એમ સમજવું. સ્તુતિ કરનાર તથા પ્રીતિ રાખનાર અને કાધાંઘ તથા “ગાળો આપનાર ઉપર જેનું ચિત્ત સમાન વ છે તે પુરૂષજ સમતાનું અવગાહન કરે “છે. જેમાં કાંઈ હમ, જપ કે દાન કરવું પડે નહીં તેમ છતાં માત્ર સમતાથીજ પરમ “નિવૃત્તિ (મોક્ષ) પ્રાપ્ત થાય; અહા ! તે કેવી અમૂલ્ય ખરીદી ! પ્રયત્નથી ખેંચેલા અને કલેશદાયક રાગાદિકની ઉપાસના શા માટે કરવી ? પ્રયત્ન વગર મેળવી શકાય તેવું અને “મનહર સુખકારી સમતાપણું જ ધારણ કરવું. પક્ષ હોવાને લીધે સ્વર્ગ અને મક્ષ તે “ગુપ્ત છે પણ સમતાનું સુખ તે સ્વસંવેદ્ય હોવાથી પ્રત્યક્ષ છે, તેને કઈ ઢાંકી શકતું “નથી. કવિઓના કહેવાથી રૂઢ એવા અમૃતપર શા માટે મોહિત થવું ? જેને રસ પિતાના અનુભવમાં આવે છે એવા સમતારૂપ અમૃતનું જ નિરંતર પાન કરવું. ખાદ્ય, લેહ્ય, ચુખ્ય “અને પેય-એ ચારે પ્રકારના રસથી વિમુખ એવા મુનિઓ પણ હમેશાં સ્વચ્છાએ સમ“તારૂપ અમૃત રસને વારંવાર પીધા કરે છે. જેના કંઠમાં સર્પ નાખે કે મંદા૨ પુષ્પની “માલા પહેરાવે, તથાપિ જેને પ્રીતિ કે અપ્રીતિ થતી નથી તે ખરેખરો સમતાનો પતિ છે. જે ગુઢ નથી, અવાર્ય નથી અને બીજી કઈ રીતે જેની પ્રાપ્તિ મુશ્કેલ નથી એવી “એક સમતાજ અજ્ઞને કે બુદ્ધિવાનને આ સંસાર રૂપ પીડાનું ઔષધ છે. અતિ શાંત “એવા ગીઓમાં પણ એક ક્રૂર કર્મ રહેલું છે કે જે સમતારૂપ શસ્ત્રથી રાગાદિકના કુળને હણી નાખે છે. સમતાનો પરમ પ્રભાવ પ્રથમ તો એજ છે કે જેથી એક અદ્ધ ક્ષણમાં “પાપી જને પણ શાશ્વતપદને પામી જાય છે. જેના હોવાથી જ્ઞાન દર્શન અને ચારિત્ર એ “ત્રણ રન સફલ થાય છે અને જે ન હોવાથી તે ત્રણ રત્ન નિષ્ફલ થાય છે, એવા મહા“પરાક્રમી સમતગુણથી સદા કલ્યાણ છે. જ્યારે ઉપસર્ગો આવી પડયા હોય અથવા મૃત્યુ પ્રાપ્ત થયેલ હોય, ત્યારે તત્કાળ કરવા ગ્ય અને શ્રેષ્ઠ ઉપાય સમતાના જે બીજે “કેઈ નથી. રાગદ્વેષને જય કરવાને ઈછતા એવા પુરૂષે મોક્ષરૂપ વૃક્ષનું એક બીજ અને “અતિ અદ્દભુત સુખને આપનારૂં સમતાપણું સદા ધારણ કરવું.”
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy