SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ સ૨ જો. શ્રી અનાથ ચરિત્ર, ઈશ્વાકુ વંશમાં તિલક રૂપ, ગોરોચના ચંદન જેવી સુંદર કાંતિવાળા અને ચાથા આરારૂપ સાવરમાં હંસ સમાન એવા શ્રી અરનાથ પ્રભુ તમારૂં રક્ષણ કરો. ત્રણ જગતૂપ કુમુદને આનંદ આપવામાં ચંદ્ર સમાન એવા પરમેષ્ઠી શ્રી અરનાથ અહુ 'તનું ઉજજવલ ચિરત્ર હવે કહેવામાં આવશે. આ જ ખૂદ્વીપના પૂર્વ વિદેહક્ષેત્રમાં સીતા નદીના વિસ્તારવાળા તટ ઉપર વત્સ નામે વિજય છે. તેમાં સુસીમા નામે માટી નગરીમાં શૌય સપત્તિની સીમારૂપ ધર્મ અને કીતિરૂપ ધનવાળા ધનપતિ નામે રાજા હતા. તે રાજા સારભૂત આજ્ઞાથી પૃથ્વીપર રાજ્ય કરતે છતે કાઈને બંધન, તાડન, અંગખંડન કે દંડ કાંઈપણુ થતું નહાતું. પરસ્પર રાજ્યકલહ વગરના અને વાત્સલ્યભાવથી વર્ત્તતા લેાકેાથી બધી પૃથ્વી મુનિના આશ્રમ જેવી લાગતી હતી. તેના યા રૂપ જળતરગવાળા મનરૂપ સરોવરમાં હંસની જેમ શ્રીજિનેાકત ધર્મ સદા ક્રીડા કરતા હતા, અનુક્રમે આ અસાર સંસારથી વિરકત થઇને સાર ગ્રહણ બુદ્ધિવાળા તેણે સંવરને ગ્રહણ કરી સંવર મુનિની પાસે દીક્ષા લીધી. વિવિધ અભિગ્રહને ધારણ કરીને તે રાજમુનિ વ્રતને પાળતાં, તીવ્ર તપસ્યા કરતાં પૃથ્વીપર વિહાર કરવા લાગ્યા. એકવાર તેમણે ચાતુર્માસના ઉપવાસ કર્યાં. પારણાને દિવસે જિનદાસ નામે શ્રેષ્ઠીપુત્રે શ્રદ્ધાથી તેમને પ્રતિલાભિત કર્યા. અનુક્રમે અતિ આરાધનાદિ કેટલાએક સ્થાનકોના આરાધનવડે તે ધનપતિ મુનિએ કમ નો દ્વેષ કરતાં તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યુ”. કાળયેાગે મનઃસમાધિએ પંચત્વ પામી તે ધનપતિ મુનિ નવમા ત્રૈવેયકમાં પરમ મહર્ષિક દેવતા થયા. જખૂદ્વીપના ભરતક્ષેત્રમાં પરમ સમૃદ્ધિવાળુ હસ્તીનાપુર નામે નગર છે. ત્યાં સેવાને માટે આવેલા રાજાએ પ્રજા જેવા લાગે છે અને દિવ્ય વાહન અને વેષ પહેરનારી પ્રજાએ રાજા જેવી લાગે છે. નગરની આસપાસ આવેલી વલયાકાર ખાઈ, જાણે તેમાં લક્ષ્મીને સ્થિર રાખવાને માટે વિધાતાએ તેને આજ્ઞાલેખ ( આણ્ય ) દીધેલ હાય તેવી જણાય છે. તે નગરીમાં સુવર્ણ, સ્ફાટિક અને નીલમણિનાં અનેક ચૈત્યેા છે, તે મેરૂ, કૈલાશ અને અજનગિરિનાં શિખરો હોય તેવાં દેખાય છે. તે નગરમાં દેવતાઓમાં ઇદ્રની જેવા શ્રેષ્ઠ અને ચંદ્રની પેઠે સુદર્શન સુદૃન નામે રાજા હતા. તેના આસનમાં, શયનમાં, ગ્રહમાં અને બહાર નિરંતર સાનિધ્યે રહેતા ધર્મ જાણે તેને પ્રિય મિત્ર હાય તેવા લાગતા હતા. સિદ્ધ મંત્રની જેમ તેના પ્રતાપ એવા પ્રસરતા હતા કે તેની ચતુરંગ સેના માત્ર આચાર તરીકે રહેલી હતી. રાજાએ ભેટ કરેલા ગજે દ્રોના ગાઢ મનજલની ધારાઓથી તેના ઘરના આંગણાની રજ હંમેશાં શમી જતી હતી. તેના અ'તઃપુરમાં શિરોમણિ જાણે કેાઈ દેવી આવેલી હોય તેવી મહાદેવી નામે તેને એક પ્રિયા હતી, તે ૧ સારા દર્શનવાળા.
SR No.032705
Book TitleTrishashti Shalaka Purush Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy