________________
પવ ૬ ઠું
૨૬૭
જેમાં લલિત લલનાઓ હિંચકા ખાવામાં આસક્ત હતી, જેમાં નગરના ધનાઢય શ્રેણીકુમારે પુષ્પ ચુંટવાની ક્રીડામાં વ્યગ્ર થયા હતા અને ઉન્મત્ત કોકિલાના મધુર આલાપથી તેમજ ભ્રમરાઓના ગુંજારવથી જાણે આવકાર આપતું હોય તેમ જે જણાતું હતું એવા સુંદર ઉદ્યાનમાં પ્રભુએ પ્રવેશ કર્યો. પછી શિબિકામાંથી ઉતરી, અલંકારાદિકને ત્યાગ કરી, વૈશાખ માસની કૃષ્ણ પંચમીએ કૃત્તિકા નક્ષત્રમાં દિવસના પાછલે પહોરે એક હજાર રાજાઓની સાથે છઠ્ઠ તપયુક્ત પ્રભુએ દીક્ષા અંગીકાર કરી. તત્કાળ મન:પર્યવ નામે ચોથું જ્ઞાન પ્રભુને પ્રાપ્ત થયું. બીજે દિવસે ચક્રપુરમાં વ્યાઘસિંહ રાજાને ઘેર પ્રભુએ પરમ અન્નવડે પારણું કર્યું. દેવતાઓએ ત્યાં વસુધારાદિ પાંચ દિવ્ય કર્યા. વ્યાઘસિંહે પ્રભુના ચરણસ્થાને રત્નમય પીઠ કરાવી. પવનની જેમ નિઃસંગ અને પ્રતિબંધ રહિત એવા પ્રભુએ છદ્મસ્થપણે સોળ વર્ષ સુધી પૃથ્વી પર વિહાર કર્યો.
અન્યદા કુંથુનાથ સ્વામી વિહાર કરતાં કરતાં પાછા સહસ્ત્રાગ્ર વનમાં આવ્યા. ત્યાં તિલકના વૃક્ષની નીચે છઠ્ઠ તપ કરીને કાઉસગ્ગ ધ્યાને રહ્યા. રૌત્ર માસની શુકલ તૃતીયાને દિવસે ચંદ્ર કત્તિકા નક્ષત્રમાં આવતાં ઘાતિકર્મનો ક્ષય થતાં પ્રભને કેવળજ્ઞાન ઉતપન્ન થયું. તત્કાળ ઈંદ્ર સહિત ચતુર્વિધ દેવનિકાયે આવી ત્રણ પ્રકારથી મંડિત એવું સમવસરણુ રચ્યું; દેવતાઓએ સંચાર કરેલા સુવર્ણના કમલ ઉપર ચરણ મૂકતા પ્રભુએ પૂર્વ દ્વારથી સમવસરણમાં પ્રવેશ કર્યો. ત્યાં ધર્મચકી અને જગદ્દગુરૂ એવા કુંથુનાથ સ્વામીએ ચારસો ને વશ ધનુષ્ય ઉંચા ચિત્યવૃક્ષને પ્રદક્ષિણા કરી, અને તેની નીચે દેવઈદક ઉપર રહેલા પૂર્વ સિહાસન ઉપર “તીથાનમઃ” એમ કહીને પૂર્વાભિમુખે બેઠા. એટલે વ્યંતર દેવતાએ પ્રભુના પ્રભાવથી બીજી ત્રણ દિશાઓમાં પ્રભુની જેવાજ પ્રભુનાં પ્રતિબિંબ વિકુર્બા; પછી ગ્ય સ્થાને ચતુર્વિધ સંઘ બેઠે, મધ્ય પ્રમાં તિર્યંચો બેઠા, અને નીચેના વપ્રમાં સર્વ વાહને રહ્યાં. પ્રભુને સાસરેલા જાણે કુરુ વંશી રાજા ત્યાં આવ્યો, અને પ્રભુને નમસ્કાર કરી ઈદ્રની પછવાડે અંજલિ જોડીને બેઠે. સૌધર્મેદ્ર અને કુરુવંશી રાજા ફરીવાર પ્રભુને નમી હૃદયમાં હર્ષ ધરતા આ પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા.
ચતુર્વિધ ધર્મનો ઉપદેશ કરનાર, ચાર શરીરવાળા, ચાર મુખવાળા અને ચોથો પુરૂષાર્થ (મેક્ષ ) ના સ્વામી એવા તમારી અમે સ્તુતિ કરીએ છીએ. હે જગદીશ્વર ! “તમે નિઃસંગપણાથી ચૌદ મહારત્નોનો ત્યાગ કરી ત્રણ નિર્દોષ રત્નોને ધારણ કરે છે.
હે નાથ ! તમે આખા વિશ્વના મનને હેરો છો, તે છતાં તમે મન રહિત છે; અને “ઉત્તમ સુવર્ણના જેવા વર્ણવાળા છતાં ચંદ્રની જેવું શીતળ તમારા સ્વરૂપનું ધ્યાન થાય
છે. હે પ્રભુ ! તમે નિઃસંગ થતાં મોટી ઋદ્ધિવાળા છે, ધ્યાનકરવા ચોગ્ય છતાં ધ્યાતા “છો, કટિ દેવોથી વીંટાયેલા છતાં કૈવલ્યને ભજે છો. પોતે વીતરાગ છતાં વિશ્વનો “તમારા પર રાગ વધારે છે, અને અકિંચન છતાં જગને પરમ સમૃદ્ધિને માટે થાઓ “છો. હે અહંન્ ! જેનો પ્રભાવ જાણી શકાતું નથી અને જેનું રૂપ કળવામાં આવતું
નથી એવા આપ દયાળું સત્તરમાં ભગવંતને અમારે નમસ્કાર છે. તે વિભુ ! તમને “પ્રણામ કરે તે પણ મનુષ્યને અચિંત્ય ચિંતામણિરૂપ થાય છે, તે તમારું મનથી,
ધ્યાનથી અને વચનથી સ્તવન કરતાં શું ન થાય ? હે પ્રભુ ! તમારા સ્તવનમાં, પ્રણમમાં, અને તમારાજ વિષયમાં અમારી પ્રવૃત્તિ સદા રહો, બીજા મનોહર પદાર્થોની “અમારે કાંઈ જરૂર નથી.”
૧ કેવલ્ય એટલે કેવલજ્ઞાન અને વિરોધપક્ષે કેવલ્ય એટલે એકલા છો.